Entertainment

પાન-મસાલાની જાહેરાત મામલે ફસાયો અજય દેવગણ, બોમ્બે હાઈકોર્ટ સમક્ષ રાહત માગી

By GS Team
31 Oct 20261 min read
TukuTouch Logo
અજય દેવગણે પાન-મસાલાની જાહેરાત વિવાદ મામલે બોમ્બે હાઈકોર્ટમાં રાહત માટે અરજી કરી છે. મહારાષ્ટ્ર FDA દ્વારા પાન-મસાલાની જાહેરાતોમાં દેખાવા બદલ તેમને 'કારણ દર્શાવો નોટિસ' અપાઈ હતી. અજય દેવગણે ઉત્પાદક કંપનીને બદલે પોતાને નોટિસ મળતા આને મનસ્વી ગણાવી પડકારી છે. આગામી 4 નવેમ્બરના રોજ આ મામલે કોર્ટ સુનાવણી હાથ ધરશે. શાહરૂખ ખાન અને ટાઈગર શ્રોફને પણ આવી જ નોટિસ ફટકારાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાન-મસાલાની જાહેરાત મામલે ફસાયો અજય દેવગણ, બોમ્બે હાઈકોર્ટ સમક્ષ રાહત માગી

Ajay Devgn Pan-Masala Advertisement Case: અજય દેવગણે પાન-મસાલાની જાહેરાત વિવાદ મામલે બોમ્બે હાઈકોર્ટમાં રાહત માટે અરજી કરી છે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા તેને મોકલવામાં આવેલી 'કારણ દર્શાવો નોટિસ'ને અભિનેતાએ કોર્ટમાં પડકારી છે. FDA દ્વારા આ નોટિસ તેને પાન-મસાલાની જાહેરાતોમાં દેખાવા બદલ આપવામાં આવી હતી.

અજય દેવગણની અરજી અને કોર્ટની સુનાવણી

અજય દેવગણે દાખલ કરેલી અરજીમાં જણાવ્યું છે કે, ઉત્પાદક કંપનીને પકડવાને બદલે તેને ખૂબ જ મનસ્વી રીતે આ નોટિસ આપવામાં આવી છે. આ મહત્ત્વપૂર્ણ મામલે ચીફ જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની બેન્ચ આગામી 4 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરે તેવી પૂરી સંભાવના છે.

બ્રાન્ડ એમ્બેસેડર્સ સામે FDAની કાર્યવાહી

FDAએ નોટિસમાં સ્પષ્ટ કર્યું હતું કે, પાન-મસાલાની જાહેરાતના માધ્યમથી મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત પાન-મસાલાનો પરોક્ષ રીતે પ્રચાર (સરોગેટ એડવર્ટાઇઝિંગ) કરવામાં આવ્યો હતો. આ જ જાહેરાતોમાં નજરે પડેલા અન્ય બોલિવૂડ કલાકારો શાહરૂખ ખાન અને ટાઇગર શ્રોફને પણ આવી જ નોટિસ ફટકારવામાં આવી હતી.

FDAનું આકરૂ વલણ

FDA કમિશનર તુકારામ મુંઢેના જણાવ્યા મુજબ, નિયમોના કથિત ઉલ્લંઘન બદલ શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફ સામેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેમાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યું છે. આ કેસનો આગળનો અહેવાલ નિર્ણાયક કાર્યવાહી માટે આગામી સપ્તાહે સંબંધિત અધિકારી સમક્ષ રજૂ કરાશે. અજય દેવગણે હાઈકોર્ટમાં અરજી કરી હોવા છતાં વિભાગ પોતાની કાનૂની કાર્યવાહી ચાલુ રાખશે.