પાન મસાલા એડ નોટિસ મુદ્દે અજય દેવગન લાલઘૂમ! FDAના તુકારામ મુંઢેની નોટિસને 'માત્ર એક ઢોંગ' ગણાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ajay Devgn Bombay High Court : બોલિવૂડ અભિનેતા અજય દેવગણે વિમલ ઇલાયચીની જાહેરાત કરવા બદલ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા ફટકારવામાં આવેલી શો-કોઝ નોટિસને માત્ર એક દેખાડો અને ઔપચારિકતા ગણાવીને બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. હાઈકોર્ટની બેંચ 4 નવેમ્બરે આ અરજી પર સનાવણી કરે તેવી શક્યતા છે.
FDA એ પૂર્વગ્રહ રાખીને કાર્યવાહી કરી હોવાનો અજય દેવગણનો આક્ષેપ
અજય દેવગણે બોમ્બે હાઈકોર્ટમાં રજૂ કરેલી રિટ અરજીમાં જણાવાયું છે કે, FDA એ તેમનો ખુલાસો ધ્યાને લીધા વિના જ વિમલ ઇલાયચીની જાહેરાતને વિમલ પાન મસાલાના પ્રમોશન તરીકે માનીને પહેલેથી જ નિર્ણય લઈ લીધો છે. 16 ઓગસ્ટે આપેલી કારણ દર્શાવો નોટિસ પૂર્વયોજિત હતી અને તે ન્યાયના કુદરતી સિદ્ધાંતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. ઉલ્લેખનીય છે કે, 16 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્ર FDA એ અજય દેવગણ, શાહરૂખ ખાન અને ટાઇગર શ્રોફને નોટિસ પાઠવી હતી. FDA નો દાવો હતો કે આ સરોગેટ એડવર્ટાઇઝિંગછે, કારણ કે વિમલ બ્રાન્ડ મુખ્યત્વે પાન મસાલા અને ગુટખા સાથે જોડાયેલી છે, જે મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત છે.
કાયદેસરની પ્રોડક્ટની જાહેરાત કરવાનો મારો બંધારણીય હક્ક
અજય દેવગણે તેમના જવાબમાં સ્પષ્ટતા કરી છે કે તેમણે માત્ર વિમલ ઇલાયચીની જ જાહેરાત કરી છે, જે બજારમાં મુક્તપણે વેચાય છે અને તેના પર કોઈ પ્રતિબંધ નથી. તેમણે ઉમેર્યું કે FDA એ ઇલાયચી અને પાન મસાલાને એક ગણીને ભૂલ કરી છે. કાયદેસરના ઉત્પાદનની જાહેરાતમાંથી દૂર થવાનો આદેશ આપવો એ ભારતીય બંધારણ હેઠળ તેમને મળેલા વ્યવસાય અને રોજગારના મૂળભૂત અધિકારો પર અયોગ્ય પ્રતિબંધ સમાન છે.




