RJ મહવશ અને યુઝવેન્દ્ર ચહલના સંબંધોનું સત્ય શું છે? કપિલના કોમેડી શૉમાં થયો ખુલાસો
Yuzvendra Chahal And RJ Mahvash Relationship: 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ'ના ત્રીજા એપિસોડમાં ભારતીય ક્રિકેટરો ગૌતમ ગંભીર, રિષભ પંત, અભિષેક શર્મા અને યુઝવેન્દ્ર ચહલ ગેસ્ટ તરીકે આવ્યા હતા. તેઓ આ શૉમાં ખૂબ જ મસ્તી કરતા નજર આવ્યા હતા. આ મસ્તી વચ્ચે ચહલે પોતાના અંગત જીવન વિશે જે કહ્યું તે સાંભળીને તમામ હેરાન રહી ગયા. ચહલ અંગે અફવા ચાલી રહી છે કે, તે ધનશ્રી વર્માથી છૂટાછેડા લીધા પછી RJ મહવશને ડેટ કરી રહ્યો છે. હવે ચહલે પોતાના રમૂજ અંદાજમાં RJ મહવશ સાથે પોતાના સંબંધોની પુષ્ટિ કરી, જેણે બધાને ચોંકાવી દીધા. કપિલ શર્માના શૉનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
ચહલના સબંધ પર નવજોત સિંહે કર્યું રિએક્ટ
'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ'ના નવા એપિસોડમાં કપિલ શર્માએ યુઝવેન્દ્ર ચહલને ચીડવતા કહ્યું કે, તું નસીબદાર છે કારણ કે તારું વજન સરળતાથી નથી વધતું. આ દરમિયાન નવજોત સિંહ સિદ્ધુ ચહલના વખાણ કરતા કહે છે કે, 'છોટા તીર, ઘાવ કરે ગંભીર. બહુત જબરદસ્ત ચીઝ હૈ યે. ધોની કો ગેંદ કર દેગા, 4 વિકેટ નિકાલ દેગા. જહાં સબ ભાગ ખડે હોતે હૈ, વહા ચહલ ખડે હોતે હૈ. હર કોઈ ઉડાન ભરતા હૈ, ચહલ લડને કે લિયે તૈયાર હૈ.' ચહલના સંબંધો પર કટાક્ષ કરતા નવજોત સિંહ સિદ્ધુ કહે છે કે, 'સવાલ પૈદા નહીં હોતા કી ટીમ બદલ દે. ચલો ગર્લફ્રેન્ડ સબકુછ બદલ સકતી હૈ.' આ નિવેદન પર બધા હસી પડ્યા. કપિલે સિદ્ધુને દરેકના અંગત જીવન વિશે જાણકારી રાખવા બદલ ચીડવ્યો. કપિલે સિદ્ધુને કહ્યું,'તમારા સમયમાં ઈન્સ્ટાગ્રામ નહોતું, નહીંતર તમે પણ પકડાઈ ગયા હોત.'
શું ચહલ RJ મહવશને ડેટ કરી રહ્યો છે?
આ વાતચીત બાદ કીકૂ શારદાએ યુઝવેન્દ્ર ચહલ પર કટાક્ષ કર્યો. તેણે ભારતીય ક્રિકેટરને એક શર્ટ બતાવ્યું અને શર્ટ પર લિપસ્ટિકના નિશાન વિશે સવાલ કર્યો. કીકૂ સતત લિપસ્ટિકના નિશાન અને રિલેશનશિપમાં હોવા માટે તેની મજાક ઉડાવી રહ્યો હતો. રિષભ પંત પણ તેની સાથે સામેલ થયો અને તેણે ચહલની મજાક ઉડાવતા કહ્યું કે, તે આઝાદ છે. ત્યારબાદ યુઝવેન્દ્ર ચહલે અચાનક કહ્યું કે, દેશને RJ મહવશ સાથે મારા સબંધની ખબર હતી. તેણે કીકૂને કહ્યું કે, ઈન્ડિયાને 4 મહિના પહેલા ખબર પડી ગઈ છે. આ નિવેદનથી તમામ લોકો હેરાન રહી ગયા, કારણ કે યુઝવેન્દ્રએ ખુલીને RJ મહવશ સાથે પોતાના રિલેશનની પુષ્ટિ કરી.