બોર્ડર ટુ બાદ મેધા રાણા અહાન શેટ્ટીની સનકીમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સનકીમાં અહાન શેટ્ટીની પ્રેમિકાની ભૂમિકામાં મેધા
મુંબઇ : ટીનુ સુરેશ દેસાઇ નિર્દેશિત ફિલ્મ 'સનકી'માં અહાન શેટ્ટીની પ્રેમિકા તરીકે મેધા રાણાની એન્ટ્રી થઇ છે. અહાન શેટ્ટી અને મેધા રાણાએ 'બોર્ડર ટુ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. 'બોર્ડર ટુ'માં મેધા રાણા વરૂણ ધવનની હિરોઇન હતી.
હાલ 'સનકી' ફિલ્મનું ભોપાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મેધા ભોપાલમાં અહાન શેટ્ટી સાથે શૂટિંગમાં જોડાઇ ગઇ છે. મેધા છેલ્લા બે મહિનાથી ફિલ્મની વિવિધ વર્કશોપમાં ભાગ લઇ તૈયારીઓ કરી રહી હતી.
'બોર્ડર ટુ'માં અહાન શેટ્ટીની હિરોઇન અન્યા સિંહ હતી. તેની સાથે તે હાલ '૧૯૨૦: કોલ્ડ વિન્ટર' ફિલ્મ કરી રહ્યો છે. મેધા હવે અહાનની હિરોઇન બની રહી હોવાથી એક અલગ જ જોડી દર્શકોને ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મને ૨૦૨૭માં રિલિઝ કરવાનું આયોજન છે.




