આદિત્ય રોય કપૂર, તારાની નવી ફિલ્મનું ટાઈટલ પરવાના નક્કી થયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સાત વર્ષ પછી આદિત્ય, તારાનું કોલબરેશન
- દિગ્દર્શક મિલાપ ઝવેરી આ ફિલ્મ ગુરુ સ્વ. સંજય ગુપ્તાને અર્પણ કરશે
મુંબઇ : આદિત્ય રોય કપૂર અને તારા સુતરિયાની જોડીને ચમકાવતી મિલાપ ઝવેરીની નવી ફિલ્મનું ટાઈટલ 'પરવાના' પાડવામાં આવ્યું છે. આદિત્ય રોય અને તારા સુતરિયાની જોડી અગાઉ ૨૦૧૯માં 'મરજાવાં'માં જોવા મળી હતી.
મિલાપ ઝવેરીએ જણાવ્યું હતું કે મારા ગુરૂજી સંજય ગુપ્તાને હું દસ દિવસ અગાઉ મળ્યો હતો અને મેં તેમને મારી નવી ફિલ્મનું નામ 'પરવાના' રાખ્યું હોવાનું જણાવતાં તેમણે ખુશ થઇને કહ્યું હતું કે આજ નામની ઓરિજિનલ ફિલ્મનું મારા પિતાએ નિર્માણ કર્યું હતું.
એ ક્ષણે મને ખૂબ આનંદ થયો હતો તેમ કહી મિલાપે ઉમેર્યું હતું કે આ ફિલ્મ 'પરવાના' હું મારા ગુરૂજીને અર્પણ કરવાનો છું.
સાત વર્ષે આદિત્ય રોય કપૂર અને તારા સુતરિયાની જોડીને ફરી ચમકાવતી ફિલ્મ 'પરવાના' બનાવી રહેલાં નિર્દેશક મિલાપ ઝવેરીની છેલ્લી ફિલ્મ 'દિવાનિયત' હિટ બની હતી.




