Entertainment

સ્ટેજ 4 કેન્સરથી પીડાઈ રહી છે જાણીતી અભિનેત્રી, ભાવુક પોસ્ટ કરી જણાવી આપવીતી

By GS TEAM
25 Aug 20252 mins read
TukuTouch Logo
Tannishtha Chatterjee : 'ગુલાબ ગેંગ', 'જોરમ' જેવી ફિલ્મોમાં નજર આવનારી અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી જીવનના સૌથી મુશ્કેલ સમયનો સામનો કરી રહી છે. તનિષ્ઠા કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. તનિષ્ઠાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી દુ:ખ વ્યક્ત કર્યું. તેણે એક ભાવુક પોસ્ટમાં જણાવ્યું કે તે સ્ટેજ 4 ઓલિગો મેટાસ્ટેટિક કેન્સરથી પીડાઈ રહી છે. તેને આ બીમારીની જાણ 8 મહિના અગાઉ થઈ ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્ટેજ 4 કેન્સરથી પીડાઈ રહી છે જાણીતી અભિનેત્રી, ભાવુક પોસ્ટ કરી જણાવી આપવીતી
Image Source: Instagram/tannishtha_c

Tannishtha Chatterjee : 'ગુલાબ ગેંગ', 'જોરમ' જેવી ફિલ્મોમાં નજર આવનારી અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી જીવનના સૌથી મુશ્કેલ સમયનો સામનો કરી રહી છે. તનિષ્ઠા કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. તનિષ્ઠાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી દુ:ખ વ્યક્ત કર્યું. તેણે એક ભાવુક પોસ્ટમાં જણાવ્યું કે તે સ્ટેજ 4 ઓલિગો મેટાસ્ટેટિક કેન્સરથી પીડાઈ રહી છે. તેને આ બીમારીની જાણ 8 મહિના અગાઉ થઈ ગઈ હતી. 

સ્ટેજ 4 કેન્સરની ઝપેટમાં આવી તનિષ્ઠા ચટર્જી

અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી 44 વર્ષની છે. પણ તે આ ઉંમરે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. કેન્સરથી પિતાને ગુમાવ્યા બાદ હવે તે પણ કેન્સરની ઝપેટમાં આવી છે. તનિષ્ઠાએ કેન્સરના કારણે પોતાના વાળ પણ કઢાવી નાખ્યા છે.સોશિયલ મીડિયા પર એક્ટ્રેસે તેની તસવીર શેર કરી છે. કેન્સર જેવી ગંભીર બીમારીથી ઝઝૂમી રહી હોવા છતાં તેના ચહેરા પર સ્મિત જોવા મળ્યું. 

આ પણ વાંચો : પરિણીતી ચોપરા અને રાઘવ ચડ્ઢા બનશે માતા-પિતા, સોશિયલ મીડિયા પર આપ્યા ગૂડ ન્યૂઝ

શું લખ્યું ઇન્સ્ટા પોસ્ટમાં

અભિનેત્રી તનિષ્ઠા ચેટરજીએ તસવીર શેર કરતાં પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે,' મારા છેલ્લા 8 મહિના ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. લાગે છે કે પિતાને કેન્સરમાં ગુમાવવું જ પૂરતું ન હતું. 8 મહિના પહેલાં મને સ્ટેજ 4 ઓલિગો મેટાસ્ટેટિક કેન્સરનો ખ્યાલ થયો હતો. મેં આ પોસ્ટ મારુ દુ:ખ વ્યક્ત કરવા માટે નહીં પણ  પ્રેમ અને હિંમત વિશે જણાવવા શેર કરી છે.'   

દીકરી અને માતાની જવાબદારી 

એક્ટ્રેસે આગળ જણાવ્યું કે, 'આનાથી વધુ ખરાબ શું થઈ શકે છે. 70 વર્ષની માતા અને 9 વર્ષની દીકરી.. બંનેની જવાબદારી મારા માથે છે. પણ આ બધાની વચ્ચે મને એક અસાધારણ પ્રેમનો અનુભવ થયો છે, જે હવે મને મળે છે, તે મારા હૃદયમાં સ્થાન બનાવે છે, જે મને ક્યારે એકલુ અનુભવ નથી કરાવતો. મેં આ પ્રેમને મારા પ્રિય મિત્રો અને પરિવારમાં જોયો છે. જેના સહારે સૌથી મુશ્કેલ દિવસોમાં પણ મારા ચહેરા પર સ્મિત છલકાય છે.'