શૂટિંગ વખતે નાકની વાળી ગળી ગઈ અભિનેત્રી શેહનાઝ ગિલ, BTS વીડિયો જોઈ ચાહકો ચિંતામાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shehnaaz Gill Nose Ring Video: બોલીવુડ અભિનેત્રી શેહનાઝ ગિલ સાથે ફિલ્મ 'ઇશ્કનામા'ના શૂટિંગ દરમિયાન એક ખૂબ જ ડરામણી ઘટના બની. બન્યું એવું કે એક્ટ્રેસે ભૂલથી પોતાની નોઝ રિંગ (નાકની વાળી) ગળી લીધી. એક્ટ્રેસે આ ઘટનાનો BTS વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે ખૂબ જ ડરેલી છે અને પોતાના માથા પર હાથ રાખીને ઉધરસ ખાતાં ગળી ગયેલી નોઝ રિંગને બહાર કાઢવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. જેને જોઈને ચાહકોએ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
કો-એક્ટર સૌરભ સચદેવાએ શેહનાઝની મદદ કરી
વીડિયોમાં શેહનાઝ ગિલના કો-એક્ટર સૌરભ સચદેવાને એક્ટ્રેસની મદદ કરવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. તે શેહનાઝ ગિલની પીઠ થાબડીને અને તેમનો હાથ પકડીને નોઝ રિંગને બહાર નીકળી તેવો પ્રયાસ કરતાં જોવા મળી રહ્યા છે. બન્યું એવું કે એક્ટ્રેસના નાકની વાળી ઢીલી થઈને નાક મારફતે મોંમાં પહોંચી અને પછી તે ભૂલથી તેને ગળી ગઈ. વીડિયો વાઈરલ થયા પછી સોશિયલ મીડિયા પર ફેન્સ ગભરાઈ ગયા.
ઘટનાનો BTS વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો
શેહનાઝ ગિલે આ વીડિયો જાતે જ પોસ્ટ કર્યો છે, એટલે કે તે હવે સંપૂર્ણપણે ઠીક છે. આને પોસ્ટ કરતી વખતે એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું- વીડિયો પહેલાં આ રહ્યો તેનો BTS મોમેન્ટ. તમારામાંથી ઘણા લોકો મને આ નથણી મોમેન્ટ પોસ્ટ કરવા માટે કહી રહ્યા હતા. કોમેન્ટ સેક્શનની વાત કરીએ તો એક યુઝરે લખ્યું- પોતાના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખો શેહનાઝ. તો બીજાએ કોમેન્ટ કરી- પોતાના સ્વાસ્થ્યને સૌથી ઉપર રાખો. એક વ્યક્તિએ લખ્યું- ધ્યાન રાખતા રહો તમારું. તો અન્ય એક યુઝરે જવાબ આપ્યો- શું શું કરતાં રહો છો તમે?
પંજાબી રોમેન્ટિક ડ્રામા 'ઇશ્કનામા'નું શૂટિંગ
જણાવી દઈએ કે આ અકસ્માત અરવિંદર ખેરા નિર્દેશિત પંજાબી રોમેન્ટિક પીરિયડ ડ્રામા ફિલ્મ 'ઇશ્કનામા'ના શૂટિંગ દરમિયાન થયો હતો. ફિલ્મ નિમ્મા નામના એક યુવાન સિખ સ્ટુડન્ટ અને શાયરની વાર્તા છે, જેને પાકિસ્તાનની મુસ્લિમ છોકરી નસીમા સાથે પ્રેમ થઈ જાય છે. ફિલ્મમાં શેહનાઝ સાથે જય રંધાવા, સૌરભ સચદેવા, અંજુમ બત્રા અને મહાનબીર ભુલ્લર પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની રિલીઝની ફેન્સ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.









