Entertainment

છૂટાછેડા બાદ અભિનેત્રીએ ભારત છોડ્યું, દીકરી સાથે દુબઈમાં જઇને વસી ગઈ

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
'મેરી પ્યારી બિંદુ' ફેમ માલવિકા સિતાલાની અને અખિલ આર્યને વર્ષ 2020 લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ બંનેના છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા. વર્ષ 2023માં જ અભિનેત્રી એક પુત્રીના મા બની હતી. છૂટાછેડા પછી અભિનેત્રીએ ઘણું સહન કર્યું, પરંતુ કહેવત છે ને કે, કાળી રાત પછી ચોક્કસ સવાર પડે જ છે. માલવિકાના જીવનમાં પણ આવી જ સવાર આવી ચૂકી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છૂટાછેડા બાદ અભિનેત્રીએ ભારત છોડ્યું, દીકરી સાથે દુબઈમાં જઇને વસી ગઈ
Image Social Media 

Malavika Sitalani: 'મેરી પ્યારી બિંદુ' ફેમ માલવિકા સિતાલાની અને અખિલ આર્યને વર્ષ 2020 લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ બંનેના છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા. વર્ષ 2023માં જ અભિનેત્રી એક પુત્રીના મા બની હતી. છૂટાછેડા પછી અભિનેત્રીએ ઘણું સહન કર્યું, પરંતુ કહેવત છે ને કે, કાળી રાત પછી ચોક્કસ સવાર પડે જ છે. માલવિકાના જીવનમાં પણ આવી જ સવાર આવી ચૂકી છે.

આ પણ વાંચો : 'હેરા ફેરી 3'માં પરેશ રાવલની ફરી થશે એન્ટ્રી? અક્ષય કુમારના રિએક્શનથી ચર્ચા છંછેડાઈ

માલવિકા સિતાલાની પુત્રી સાથે દુબઈ શિફ્ટ 

એક્ટ્રેસમાંથી યુટ્યુબર- ઈન્ફ્લુએન્સર બનેલી માલવિકા તેની પુત્રી સાથે દુબઈ શિફ્ટ થઈ ગઈ છે. તેણે દુબઈમાં તેના સ્વપ્નના ઘરમાં વસાવી લીધું છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને માહિતી આપી કે ‘હું મારી પુત્રી સાથે દુબઈ શિફ્ટ થઈ ગઈ છું. એક સમયે મને અશક્ય લાગતું હતું, પરંતુ હવે મારી પાસે પોતાનું ઘર છે. ઈસુએ મને રસ્તો બતાવ્યો. આપણે જે જીવન જીવી રહ્યા છીએ તે આપણી પ્રાર્થનાની અસર છે.’

આ પણ વાંચો : સલમાન, અમિતાભ કે કપિલ શર્મા...? જાણો ટેલિવિઝનનો સૌથી મોંઘો હોસ્ટ કોણ

ઈન્ફ્લુએન્સર બનીને સપનાં પૂરા કરી બતાવ્યા 

આ વિશે વાત કરતા માલવિકા કહે છે કે, ‘દુબઈમાં હવે મારું પોતાનું ઘર છે. આ માટે શબ્દોથી આભાર માનવો મુશ્કેલ છે. મેં 32 વર્ષની ઉંમરે આ કરી બતાવ્યું છે, જે ખરેખર દરેક માટે અશક્ય છે.

નોંધનીય છે કે, માલવિકા એવી અભિનેત્રીઓમાંની એક છે, જેમને બોલિવૂડમાં ઓળખ મળી નથી, પરંતુ તેણે હાર ના માની અને ઈન્ફ્લુએન્સર બની અને સપનાં પૂરા કર્યા. માલવિકાના ચાહકો પણ તેની આ સિદ્ધિથી ખુશ છે.