સલમાન, અમિતાભ કે કપિલ શર્મા...? જાણો ટેલિવિઝનનો સૌથી મોંઘો હોસ્ટ કોણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Highest Paid TV Host: ટીવીની દુનિયામાં કેટલાક નામ એવા છે, જેના વિના રિયાલિટી શોની કલ્પના પણ કરવી અધૂરી છે. આ એ હસ્તીઓ છે, જેનું શો સાથે જોડાઈ જવું એટલે તે શોની TRP અને બ્રાન્ડ વેલ્યુને ઘણી વધારી દે છે. એટલે જ આ સ્ટાર તેમની ફી માટે કરોડો વસૂલે છે, જેમાં સલમાન ખાન, અમિતાભ બચ્ચન અને કપિલ શર્મા જેવી હસ્તીઓ સામેલ છે. ચાલો જાણીએ આ ત્રણેય દિગ્ગજમાંથી કોણ હોસ્ટિંગ માટે સૌથી વધુ ફી વસૂલે છે.
1. સલમાન ખાન
વાત રિયાલિટી શો હોસ્ટિંગની થતી હોય છે ત્યારે સલમાનનું નામ ટોચ પર છે. સલમાન વગર 'બિગ બોસ' વિશે વિચારવું પણ અશક્ય છે. રિપોર્ટ્સ મુજબ 'બિગ બોસ 18' માટે સલમાને તેની ફીમાં જબરદસ્ત વધારો કર્યો હતો. સલમાને આ સિઝન માટે અંદાજે 250 કરોડ (દર એપિસોડ 6થી 7 કરોડ) વસૂલ્યા હતા.
2. અમિતાભ બચ્ચન
છેલ્લા 20 વર્ષથી અમિતાભ બચ્ચન સોની ટીવીના રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) સાથે જોડાયેલા છે. આ શો દ્વારા તેઓ દરેક ઘરનો હિસ્સો બની ચૂક્યા છે. રિપોર્ટ્સ મુજબ, KBCના સિઝન 16 માટે અમિતાભ બચ્ચનએ દર એપિસોડ માટે રૂ. 2.5 કરોડ ફી વસૂલી છે, જે તેમની સિઝન 15ની ફીથી બમણી છે. KBC 16માં પણ બિગ બીએ દરરોજ બે એપિસોડની શૂટિંગનું શેડ્યૂલ ફોલો કર્યું હતું, જેનાથી તેમની દરરોજની કમાણી રૂ. 5 કરોડ થઈ હતી. એટલે કે KBC 16 માટે કુલ 150 એપિસોડની શૂટિંગ કરનાર અમિતાભ બચ્ચને આ શો માટે 75 દિવસ આપ્યા હતા. આ રીતે તેમને લગભગ રૂ. 375 કરોડની કમાણી થઈ હોવાનું કહેવાય છે.
3. કપિલ શર્મા
પોતાના કોમેડી ચેટ શો દ્વારા કપિલ શર્માએ દરેક ઉંમરના દર્શકોને દીવાના બનાવ્યા છે. કોમેડીના બાદશાહ કપિલ શર્મા ફીના મામલે પણ કોઈથી પાછળ નથી. કહેવાય છે કે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ માટે કપિલ શર્માએ પોતાની ફીમાં વધારો કર્યો છે. રિપોર્ટ્સ મુજબ, કપિલ એક એપિસોડ માટે 5 કરોડ રૂપિયા ફી લઈ રહ્યા છે, પરંતુ કપિલ માત્ર 25 એપિસોડ જ શૂટ કરે છે. આ કારણસર તેની કમાણી સલમાન ખાન અને અમિતાભ બચ્ચનથી ઓછી હોય છે.
ભલે આ ત્રણેય હોસ્ટમાંથી સલમાન ખાનની ફી સૌથી વધુ હોય, પરંતુ તે માત્ર વીકેન્ડ પર ‘બિગબોસ’ હોસ્ટ કરે છે, જેની તુલનામાં અમિતાભ બચ્ચનનો શો અઠવાડિયામાં 5 વખત ઑન એર થાય છે. દરેક એપિસોડની ફીનો સવાલ છે, ત્યાં સલમાન આગળ નીકળી જાય છે, પરંતુ અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ’ના વધુ એપિસોડના કારણે સૌથી વધુ ફી વસૂલનારા હોસ્ટ છે. કપિલ શર્મા પણ પોતાના કોમેડી ચેટ શો માટે મોટી રકમ લે છે, પરંતુ ઓછા એપિસોડના કારણે તેમની કુલ કમાણી બીજાથી ઓછી રહે છે.








