સારા અલી ખાન વધુ એકવાર બોયફ્રેન્ડ સાથે જાહેરમાં દેખાઈ
- સારા અને અર્જુન પ્રતાપ ગુરુદ્વારામાં દર્શને
- અગાઉ બંને કેદારનાથ પણ સાથે ગયાં હતાં, જોકે, રિલેશન વિશે કોઈ સત્તાવાર ઘોષણા નહિ
મુંબઇ : સારા અલી ખાન પોતાના બોયફ્રેન્ડ અર્જુન પ્રતાપ બાજવા સાથે ફરી જાહેરમાં દેખાઈ છે.
તાજેતરમાં બંને એક ગુરુદ્વારામાં દર્શન માટે સાથે ગયાં હતાં.
સારા અગાઉ પણ અર્જુન પ્રતાપ બાજવા સાથે કેદારનાથની યાત્રાએ ગઈ હતી. તે એકથી વધુ વખત અર્જુન પ્રતાપ બાજવા સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતે ગઈ હોવાનું જોવા મળ્યું છે.
અર્જુન પ્રતાપ બાજવા પંજાબનાં એક રાજકીય પરિવાર સાથે નાતો ધરાવે છે. જોકે, તેણે અને સારાએ ક્યારેય તેમની રિલેશનશિપ વિશે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી.
સારાનું નામ અગાઉ કાર્તિક આર્યન તથા વીર પહાડિયા સાથે ચર્ચાઈ ચૂક્યું છે. તેનું નામ અગાઉ ક્રિકેટર શુભમન ગિલ સાથે પણ ચર્ચાયું હતું. જોકે, સારાએ ત્યારે ખુદ ખુલાસો કર્યો હતો કે શુભમન ગિલ સાથે બીજી કોઈ સારા રિલેશનમાં છે અને તે સારા હું નથી. સારાએ આડકતરી રીતે સારા તેડુંલકર અને શુભમન ગિલના સંબંધોનો ઈશારો કર્યો હતો.