હાર્દિક પંડ્યા સાથે અફેર પર એક્ટ્રેસનો મોટો ખુલાસો, કહ્યું- 'અમે મળતા હતા, પણ...'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Esha Gupta on Dating rumors with Hardik Pandya: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા તેની લવ લાઈફને લઈને ઘણી વાર ચર્ચામાં રહ્યો છે. કેટલાક દિવસો પહેલા હાર્દિક અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થયા હતા. બંનેનો એક દીકરો પણ છે, જે ક્યારેક નતાશા સાથે અને ક્યારેક હાર્દિકના પરિવાર સાથે રહે છે. છૂટાછેડા પછી બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે, હવે હાર્દિકનું નામ બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયા સાથે જોડાઈ રહ્યું છે, જે IPL 2025માં હાર્દિકને સપોર્ટ કરતી જોવા મળી હતી. એ સિવાય હાર્દિકનું નામ એક બોલિવૂડની જાણીતી અભિનેત્રી સાથે પણ જોડાઈ ગયું હતું. અભિનેત્રીએ હાર્દિક સાથેના અફેરના સમાચારો પર મોટો ખુલાસો કર્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા, જેની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઇંગ છે, હાર્દિક પંડ્યા સાથે તેના અફેરના સમાચારો પણ સામે આવ્યા હતા. પણ બંનેમાંથી કોઈએ અફેરની પુષ્ટિ કરી નહોતી. પણ હવે ઈશાએ અફેરની આ વાતનો ખુલાસો કર્યો છે.
આ પણ વાંચો:'પંચાયત 4' બાદ હવે OTT પર રિલીઝ થઈ રહી છે 4 જબરદસ્ત સીરિઝ, જાણો કઈ કઈ
ઈશા ગુપ્તાનો ખુલાસો
બોલિવૂડની અભિનેત્રી ઈશા ગુપ્તાને પૂછવામાં આવ્યું હતું કે શું તે હાર્દિકને ડેટ કરતી હતી, જેના જવાબ આપતા પહેલા તો ઈશા હસી અને પછી કહ્યું, "ના, ડેટ નથી કર્યું. મને લાગતું નથી કે અમે ડેટિંગ કરતા હતા, પરંતુ હા, અમારી વાતચીત થતી હતી, અમારી વાતચીત ડેટિંગ સ્પેસ સુધી પહોંચી જ હતી પણ તેની પહેલા જ વાતચીત બંધ થઈ ગઈ.' અભિનેત્રીનું માનવું છે કે ‘કોફી વિથ કરણ’માં હાર્દિકના નિવેદન બાદ તેની હાર્દિક સાથે વાતચીત બંધ થઈ ગઈ હતી.
કેમ ન બની બંને વચ્ચે વાત?
ઈશાએ જણાવ્યું કે વાતચીત દરમિયાન એ લાગ્યું કે બંને એક જેવા નથી અને એકબીજા માટે યોગ્ય પણ નથી. તેણે કહ્યું, "મને લાઈમલાઈટ ખૂબ પસંદ નથી, ઘરનું સરળ જીવન જ ગમે છે." તેણે હાર્દિક વિરુદ્ધ કંઈ નથી કહ્યું, પરંતુ જણાવ્યું કે "અમારા સંબંધ ફક્ત વાતચીતની સ્ટેજ સુધી મર્યાદિત હતી. હાર્દિકમાં કોઈ ખામી નહોતી, પરંતુ અમે બંને ખૂબ જુદા હતા." જણાવી દઈએ કે હાર્દિક અને ઈશાની વાતચીત ફોન પરથી શરૂ થઈ હતી.









