Entertainment

'પંચાયત 4' બાદ હવે OTT પર રિલીઝ થઈ રહી છે 4 જબરદસ્ત સીરિઝ, જાણો કઈ કઈ

By GS TEAM
25 Jun 20254 mins read
TukuTouch Logo
હાલના સમયમાં નવી વેબ સીરિઝ અને ફિલ્મોના ટ્રેલર રિલીઝ થઈ રહ્યા છે, ગઈ કાલે જ પંચાયત સીઝન-4ની સીરિઝ રિલીઝ થઈ હતી. હવે દર્શકોના મનોરંજન માટે વધુ 4 વેબ સીરિઝ ટૂંક સમયમાં રિલીઝ થવા જઇ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'પંચાયત 4' બાદ હવે OTT પર રિલીઝ થઈ રહી છે 4 જબરદસ્ત સીરિઝ, જાણો કઈ કઈ
                                                                                                                                                                              image credit : instagram

4 Exciting Web Series Releasing on OTT: હાલના સમયમાં નવી વેબ સીરિઝ અને ફિલ્મોના ટ્રેલર રિલીઝ થઈ રહ્યા છે, ગઈકાલે જ પંચાયત સીઝન-4ની સીરિઝ રિલીઝ થઈ હતી. હવે દર્શકોના મનોરંજન માટે વધુ 4 વેબ સીરિઝ ટૂંક સમયમાં રિલીઝ થવા જઇ રહી છે. 

image credit : instagram /neena_gupta

પંચાયત સીઝન-4:

Amazon Primeની સૌથી લોકપ્રિય સીરિઝોમાંથી એક ‘પંચાયત’ની નવી સિઝન 24 જૂન, 2025ના રોજ રિલીઝ થઈ ગઇ છે. આ સિઝનમાં જોવા મળી રહ્યું છે કે ફુલેરા ગામમાં પંચાયત ચૂંટણી યોજાઇ રહી છે, જ્યાં મંજૂ દેવીની સામે વનરાકસ અને તેમની પત્ની ક્રાંતિ દેવી ઉમેદવાર છે. ચૂંટણી અને વિધાયક વચ્ચે ફસાયેલા સચિવજી પરીક્ષા પાસ કરશે કે નહીં અને રિન્કી સાથેની પ્રેમની વાત આગળ સુધી ચાલશે કે નહીં, એ પણ આ સિઝનમાં જાણવા મળશે.

                                                                                                                                                                          image credit : instagram / familymanamazon

ધ ફેમિલી મેન-3

મનોજ બાજપેયીની સીરિઝ ‘ધ ફેમિલી મેન-3’ પણ Amazonની સૌથી પ્રચલિત સીરિઝોમાંથી એક છે. આજે આ સીરિઝનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે મેકર્સ રાજ અને ડીકે આ સીરિઝનું  ટ્રેલર પણ ટૂંક સમયમાં રિલીઝ કરી શકે છે. ‘ધ ફેમિલી મેન-3’ની ત્રીજી સિઝનમાં શ્રીકાંતની વાર્તા આગળ વધતી જોવા મળશે. આ સિઝનમાં એ જોવાનું રહેશે કે નવા જોખમો સામે લડતા શ્રીકાંત પોતાના પરિવારને કેવી રીતે સંભાળશે.

                                                                                                                                                                              image credit : instagram / pvrinoxmovies

દિલ્હી ક્રાઈમ-3

દિલ્હી ક્રાઈમના ત્રીજા સિઝનની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સીરિઝના પહેલા બે સિઝને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો. રિપોર્ટ્સ મુજબ આ વખતે સીરિઝમાં નવા કલાકારની એન્ટ્રી થઈ શકે છે, જેમાં હુમા કુરેશી વિલન તરીકે ધમાકેદાર એન્ટ્રી લઈ શકે છે. શેફાલી શાહ સ્ટારર નેટફ્લિક્સની વેબ સીરિઝ ‘દિલ્હી ક્રાઈમ’ને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. પહેલા સિઝનમાં નિર્ભયા રેપ કેસની વાર્તા અને બીજા  સિઝનમાં "કચ્છા બનિયાન" ગેંગની વાર્તા દર્શાવવામાં આવી હતી. હવે ત્રીજા સિઝનો ચાઈલ્ડ ટ્રાફિકિંગ પર આધારિત હોઇ શકે તેવા રિપોર્ટ્સ છે.

                                                                                                                                                                   image credit : instagram / neerajpofficial


સ્પેશિયલ ઓપ્સ-2 

OTTની સૌથી સુપરહિટ સીરિઝમાંથી એક ‘સ્પેશિયલ ઓપ્સ’ની નવી સિઝનની જાહેરાત થઈ ચૂકી છે. નીરજ પાંડેની આ સીરિઝમાં કે.કે. મેનન ફરી એકવાર RAW અધિકારી હિમ્મત સિંહ તરીકે પાછા જોવા મળી રહ્યા છે. આ સીરિઝની પહેલી સિઝન 2020માં રિલીઝ થઇ હતી, અને વર્ષ 2021માં ‘સ્પેશિયલ ઓપ્સ 1.5: ધ હિમ્મત સ્ટોરી' રિલીઝ થઈ હતી. હવે સિઝન 2ની જાહેરાત થઈ છે, જેનો ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યો છે. આ સીરિઝ 11 જુલાઈથી જિઓ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

image credit : instagram / filmistaantimes

બૅડ્સ ઓફ બોલિવૂડ

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન ટૂંક સમયમાં ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. આ સીરિઝને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા ચાલી રહી છે. સીરિઝનું નામ ‘બૅડ્સ ઓફ બોલિવૂડ’ (BA***DS Of Bollywood) છે. આ સીરિઝને લઈને ચાહકો પણ ખૂબ ઉત્સાહિત છે. સીરિઝમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને રણવીર સિંહ જેવા કલાકારોના દમદાર કેમિયોની અટકળોએ લોકોનો ઉત્સાહ વધારી દીધો છે.