Entertainment

પોતાની જ ફ્લોપ ફિલ્મનો રેકૉર્ડ તોડશે આમિર ખાન? જાણો 'સિતારે જમીન પર'ની પહેલા દિવસની કમાણી

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતો આમિર ખાન ત્રણ વર્ષના બ્રેક બાદ તેની નવી ફિલ્મ 'સિતારે જમીન પર' સાથે મોટા પડદા પર પાછો ફરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ 20 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડા પણ આવવા લાગ્યા છે. એવામાં એડવાન્સ બુકિંગના આધારે જાણીએ 'સિતારે જમીન પર' પહેલા દિવસે કેટલી કમાણી કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોતાની જ ફ્લોપ ફિલ્મનો રેકૉર્ડ તોડશે આમિર ખાન? જાણો 'સિતારે જમીન પર'ની પહેલા દિવસની કમાણી
(PHOTO: IANS)

Sitaare Zameen Par Advance Booking: બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતો આમિર ખાન ત્રણ વર્ષના બ્રેક બાદ તેની નવી ફિલ્મ 'સિતારે જમીન પર' સાથે મોટા પડદા પર પાછો ફરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ 20 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડા પણ આવવા લાગ્યા છે. એવામાં એડવાન્સ બુકિંગના આધારે જાણીએ 'સિતારે જમીન પર' પહેલા દિવસે કેટલી કમાણી કરી શકે છે.

OTT પર પણ રિલીઝ નહી થાય ફિલ્મ 

'સિતારે જમીન પર' ફિલ્મ અંગે લેવામાં આવેલા નિર્ણયોને કારણે આમિર ખાન પણ હેડલાઇન્સમાં છે. એક તરફ, જ્યારે ફિલ્મની ટિકિટની કિંમતો સામાન્ય રાખવામાં આવી છે, તેમજ આ ફિલ્મ OTT પર રિલીઝ નહીં થાય એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, એટલે કે જે કોઈ આ ફિલ્મ જોવા માંગે છે તે તેને ફક્ત થિયેટરમાં જ જોઈ શકશે. આમિર 3 વર્ષ પછી કમબેક કરવા જઈ રહ્યો છે ત્યારે તેની ફિલ્મથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. એવો અંદાજ છે કે 'સિતારે જમીન પર' શરૂઆતના દિવસે લગભગ 11-12 કરોડ રૂપિયાનું કલેક્શન કરશે.

આ પણ વાંચો: દિગ્ગજ 'વિલન' પાણીમાં ડૂબી રહ્યો હતો લોકો તાળી વગાડી રહ્યા હતા, 9 ભાષાની ફિલ્મોમાં કર્યું છે કામ

'લાલ સિંહ ચઢ્ઢા'એ પહેલા દિવસે કરી હતી 11 કરોડની કમાણી

'લાલ સિંહ ચઢ્ઢા' ભલે ફ્લોપ રહી હોય, પરંતુ આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 11 કરોડથી વધુની કમાણી કરી હતી. મીડિયા અહેવાલ મુજબ, એડવાન્સ બુકિંગના આંકડા દર્શાવે છે કે 'સિતારે જમીન પર' ફિલ્મનું પ્રિ-બુકિંગ  3.64 કરોડનો આંકડો પાર કરી ગયું છે. પરંતુ તે 'લાલ સિંહ ચઢ્ઢા'ની પ્રથમ દિવસની કમાણી કરતા ઘણું ઓછું છે. આ ફિલ્મનું નિર્દેશન આર.એસ. પ્રસન્ના દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ આમિર ખાન પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે.

'સિતારે જમીન પર' ફિલ્મ પાસે વધુ અપેક્ષાઓ

દિવસ પૂરો થવામાં હજુ સમય બાકી છે અને હજુ પણ વધુ ટિકિટો વેચાય તેવી આશા છે. આમિર 3 વર્ષ પછી પાછો ફરી રહ્યો છે, તેથી 'સિતારે જમીન પર' ફિલ્મથી મોટી શરૂઆતની અપેક્ષા છે. શનિવાર અને રવિવારે કમાણીમાં વધારો થવાની પણ ચર્ચા છે.