વિલન બની બોલિવૂડમાં બનાવ્યું કરિયર, હવે હોલિવૂડમાં ડેબ્યૂ કરશે આ સ્ટાર એક્ટર; ફર્સ્ટ લુક વાઈરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bollywood Actor Vidyut Jamwal Hollywood Debut: આજે અમે તમને એક એવા અભિનેતા વિશે જણાવવા જઈ રહ્યા છે જે એક્ટિંગની સાથે-સાથે પોતાના ફિઝિક માટે પણ ચર્ચામાં રહે છે. આ એક્ટરે સાઉથ સિનેમાથી પોતાની એક્ટિંગની શરૂઆત કરી હતી. બીજી તરફ બોલિવૂડમાં વિલેન તરીકે ડેબ્યૂ કર્યું હતું. હવે આ એક્ટર હોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. એક્ટરે પોતાની હોલિવૂડ ફિલ્મથી પોતાની પહેલી ઝલક પણ દેખાડી છે, જેમાં તે ખૂબ જ ખૂંખાર નજર આવી રહ્યો છે.
અહીં વાત થઈ રહી છે એક્ટર વિદ્યુત જામવાલની. વિદ્યુત જામવાલ એક્ટર હોવાની સાથે-સાથે પ્રોડ્યૂસર અને માર્શલ આર્ટિસ્ટ પણ છે. તે માર્શલ આર્ટ્સમાં માસ્ટર છે. તે ઘણીવાર ખતરનાક અને જીવલેણ સ્ટંટ કરતો જોવા મળે છે. બોલિવૂડમાં ડેબ્યૂ કર્યાના લગભગ 15 વર્ષ પછી તે હવે હોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તો ચાલો જાણીએ તેની હોલિવુડ ફિલ્મ કઈ છે અને તે ક્યારે રિલીઝ થશે.
વિદ્યુત જામવાલની હોલિવૂડ ફિલ્મ
સાઉથ ફિલ્મોથી લઈને બોલિવૂડમાં કામ કરી ચૂકેલ વિદ્યુત જામવાલ હવે હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવા માટે તૈયાર છે. તેની હોલિવૂડ ફિલ્મનું નામ 'સ્ટ્રીટ ફાઈટર' છે. આ એક એક્શન ફિલ્મ છે, જેમાં એક્ટર ધાલસિમનું પાત્ર ભજવી રહ્યો છે. વિદ્યુતે તાજેતરમાં જ ફિલ્મમાંથી પોતાનો ફર્સ્ટ લુક શેર કર્યો છે, જે ખૂબ જ ડરામણો છે. વિદ્યુતે એ પણ જણાવ્યું કે, તેની આ હોલિવૂડ ફિલ્મ 16 ઓક્ટોબર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ડાયરેક્શન જાપાની-અમેરિકન ડાયરેક્ટર કિટાઓ સકુરૈ કરી રહ્યા છે.
આ પણ વાંચો: શાહિદ કપૂર સ્ટારર ફિલ્મમાં નહોતા મળ્યા પૈસા! 20 વર્ષ બાદ અભિનેત્રીનું દર્દ છલકાયું
એક્ટરે સાઉથ સિનેમાથી પોતાની એક્ટિંગની શરૂઆત કરી હતી
વિદ્યુત જામવાલનો જન્મ 10 ડિસેમ્બર, 1980ના રોજ જમ્મુમાં થયો હતો. તેમના પિતા આર્મી ઓફિસર રહી ચૂક્યા છે. બીજી તરફ વિદ્યુતે એક્ટિંગને રસ્તો પસંદ કર્યો. તેના એક્ટિંગ કરિયરની શરૂઆત 2011માં થઈ હતી. તે સૌથી પહેલા તેલુગુ ફિલ્મ "શક્તિ"માં નજર આવ્યો હતો.
બોલિવૂડમાં વિલેન તરીકે કર્યું હતું ડેબ્યૂ
વર્ષ 2011માં જ જોન અબ્રાહમની ફિલ્મ 'ફોર્સ'થી તેણે બોલિવૂડમાં ડેબ્યૂ પણ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે નેગેટિવ રોલ કર્યો હતો. વિદ્યૂત પોતાના 14 વર્ષના એક્ટિંગ કરિયરમાં મદ્રાસી, કમાન્ડો, ક્રેક, કમાન્ડો 2 અને જંગલી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.









