Entertainment

'બુજુર્ગ સઠિયા ગયા..' 39 વર્ષ નાની અભિનેત્રીની કોમેન્ટનો એક્ટરે આપ્યો જવાબ, અફેરને ગણાવી અફવા

By GS TEAM
15 Jun 20252 mins read
TukuTouch Logo
દિગ્ગજ એક્ટર ગોવિંદ નામદેવનું નામ હાલમાં એક ખાસ કારણોસર ચર્ચામાં છે. તેના એવા સમાચાર સામે આવ્યા હતા કે, 70 વર્ષીય ગોવિંદ 31 વર્ષની અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે. વાસ્તવમાં અભિનેત્રી શિવાંગી વર્માએ ફિલ્મ 'ગૌરીશંકર ગોહરગંજ વાલે' ફિલ્મથી એક્ટર ગોવિંદ નામદેવ સાથે એક ફોટો શેર કર્યો હતો. ફોટો સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું - 'પ્રેમ કોઈ ઉંમર કે મર્યાદા નથી જાણતો.' ફોટો વાયરલ થયા બાદ બંને રિલેશનમાં હોવાના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. આ અંગે સ્પષ્ટતા આપતા એક્ટરે કહ્યું હતું કે, શિવાંગીએ ફિલ્મના પ્રમોશન માટે આ સ્ટંટ કરવાનું કહ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

'બુજુર્ગ સઠિયા ગયા..' 39 વર્ષ નાની અભિનેત્રીની કોમેન્ટનો એક્ટરે આપ્યો જવાબ, અફેરને ગણાવી અફવા

Actor Govind Namdev Reacted On Affair Rumours: દિગ્ગજ એક્ટર ગોવિંદ નામદેવનું નામ હાલમાં એક ખાસ કારણોસર ચર્ચામાં છે. એવા સમાચાર સામે આવ્યા હતા કે, 70 વર્ષીય ગોવિંદ 31 વર્ષની અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે. વાસ્તવમાં અભિનેત્રી શિવાંગી વર્માએ ફિલ્મ 'ગૌરીશંકર ગોહરગંજ વાલે' ફિલ્મથી એક્ટર ગોવિંદ નામદેવ સાથે એક ફોટો શેર કર્યો હતો. ફોટો સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું - 'પ્રેમ કોઈ ઉંમર કે મર્યાદા નથી જાણતો.' ફોટો વાયરલ થયા બાદ બંને રિલેશનમાં હોવાના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. આ અંગે સ્પષ્ટતા આપતા એક્ટરે કહ્યું હતું કે, શિવાંગીએ ફિલ્મના પ્રમોશન માટે આ સ્ટંટ કરવાનું કહ્યું હતું.

મારી છબી ખરડાઈ 

એક્ટર ગોવિંદ નામદેવના આ નિવેદન બાદ અભિનેત્રી શિવાંગી વર્માએ કોઈનું નામ લીધા વિના પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે, 'કિસીને સહી કહા હૈ બુજુર્ગ બઢતી ઉંમર મેં સઠિયા જાતે હૈ.' હવે ગોવિંદ નામદેવે અભિનેત્રીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.  એક્ટરે કહ્યું કે, અભિનેત્રી શિવાંગીએ ફિલ્મ અને પાત્રનો ઉલ્લેખ કર્યા વિના ફોટો શેર કર્યો હતો, જેના કારણે મારી છબી ખરડાઈ છે. સ્પષ્ટતાના અભાવે લોકોને લાગ્યું કે અમે ખરેખર ડેટિંગ કરી રહ્યા છે. આ વાઈરલ ફોટો પછી મારા અંગત જીવન પર અસર પડી છે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ વિમાનની તપાસ માટે બોઈંગની ટીમ અને અમેરિકન એજન્સીઓ અમદાવાદમાં

અભિનેત્રી શિવાંગીની કોમેન્ટ પર વળતો પ્રહાર 

ગોવિંદ નામદેવે અભિનેત્રી શિવાંગીની કોમેન્ટ પર  વળતો પ્રહાર કરતા કહ્યું કે, વ્યક્તિનો જે પ્રકારનો ઉછેર થાય છે, જે પ્રકારના સંસ્કાર હોય છે, તે એ જ  વિચારસરણીનો માણસ હોય છે, તે પોતાના હિસાબે જીવનને જુએ છે  અને લોકો સાથે વર્તે છે. આ આખી પરિસ્થિતિ તેનું જ રિફ્લેક્શન છે. માફી માગવાને બદલે તે જે રીતે વસ્તુઓને હેન્ડલ કરી રહી છે તે તેના પોતાના નિર્ણય પર નિર્ભર કરે છે. હું આવી બાબતો પર વધુ ધ્યાન નથી આપતો. મારું માનવું છે કે, આવા વ્યક્તિત્વ ધરાવતા લોકો આ જ રીતે વર્તે છે. હું માત્ર એટલું જ કહેવા માગતો હતો જે મને લાગ્યું. જો હું તે અથવા તેના જેવા લોકો શું કહી રહ્યા છે તેની ચિંતા કરવા લાગીશ, તો હું મારું કામ કેવી રીતે ચાલુ રાખીશ? ખાસ કરીને જ્યારે હું જાણું છું કે હું સત્ય બોલી રહ્યો છું. મને સ્પષ્ટતા આપવાની જરૂર નથી લાગતી. આમ પણ તે એક એક્ટર કરતાં વધુ ઈન્ફ્લુએન્સર છે. તેના માટે આવી પોસ્ટ કરવી અને કોમેન્ટ કરવી સામાન્ય વાત છે.