India

મથુરામાં મોટી દુર્ઘટના, એકસાથે 6 મકાનો ધરાશાયી, 12 લોકો દટાયાં, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

By GS TEAM
15 Jun 20252 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં માટીના ખોદકામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં અમરીશ ટેકરા પર બનેલા 6 મકાનો ધરાશાયી થઈ ગયા. કાટમાળ નીચે એક ડઝનથી વધુ લોકો દટાયા હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મથુરામાં મોટી દુર્ઘટના, એકસાથે 6 મકાનો ધરાશાયી, 12 લોકો દટાયાં, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

Mathura tragedy |   ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં માટીના ખોદકામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં અમરીશ ટેકરા પર બનેલા 6 મકાનો ધરાશાયી થઈ ગયા. કાટમાળ નીચે એક ડઝનથી વધુ લોકો દટાયા હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 


બચાવ દળોએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી 

સીઓ સિટી, સિટી મેજિસ્ટ્રેટ અને બચાવ દળોએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે. એક યુવાનને કાટમાળમાંથી બહાર કાઢીને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એક ઘાયલ મહિલાને પણ તેના પરિવાર દ્વારા બાઇક પર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હોવાની જાણકારી મળી છે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશમાં કપલે બનાવ્યું પોતાનું તાજમહલ, એકદમ અસલ લાગે છે, જુઓ વાઈરલ VIDEO

આ ઘટના ગોવિંદ નગર પોલીસ સ્ટેશન પાસેની છે

જે જમીન પર ખોદકામ ચાલતું હતું તેના ભાગીદારોમાં સુનીલ ચેન, રામ અગ્રવાલ, પ્રદીપ શર્મા, રિતેશ સહિત 6 લોકો સામેલ છે. તેઓ પ્લોટિંગ કરવા માટે બુલડોઝર દ્વારા જમીન સમતળ કરી રહ્યા હતા. આ ઘટના ગોવિંદ નગર પોલીસ સ્ટેશનના કાચી રોડ પર સ્થિત અમરીશ ટેકરાએ બની હતી. 



સીએમ યોગીએ મથુરા અકસ્માતની નોંધ લીધી

સીએમ યોગીએ મથુરા અકસ્માતની નોંધ લીધી છે. સીએમ યોગીએ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ ઘાયલોની યોગ્ય સારવાર માટે સૂચનાઓ આપી છે. ઉપરાંત, સીએમ યોગીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

આ પણ વાંચો : મૂશળધાર વરસાદને કારણે અરુણચાલ પ્રદેશ ભારતથી સંપર્કવિહોણું થયું, NH-113 ધોવાયો