Entertainment

અભિષેકે મહાલક્ષ્મી વિસ્તારમાં ડુપ્લેક્ષ 14.5 કરોડમાં વેચ્યો

By GS Team
14 Feb 20261 min read
અભિષેકે મહાલક્ષ્મી વિસ્તારમાં ડુપ્લેક્ષ 14.5 કરોડમાં વેચ્યો

- બે  દિવસ પૂર્વે નોંધાયેલાં સોદામાં ૮૯.૭૬ લાખ રૂપિયા સ્ટેમ્પ ડયુટી ચૂકવાઇ

મુંબઇ: આજકાલ અભિષેક બચ્ચનને ફિલ્મો કરતાં રિઅલ એસ્ટેટ વધારે ફળી રહી છે. બાર ફેબુ્રઆરીએ નોંધાયેલાં સોદા અનુસાર અભિષેક બચ્ચને મહાલક્ષ્મી વિસ્તારમાં પ્લેનેટ ગોદરેજ નામના પ્રિમિયમ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં ૪૦ અને ૪૧મા માળે આવેલો તેનો ડુપ્લેક્ષ ૧૪.૫ કરોડ રૂપિયામાં વેચી માર્યો છે. 

અભિષેક બચ્ચનના આ ડુપ્લેક્ષનો કારપેટ એરિયા ૨૨૪૯ ચોરસ ફૂટ છે અને આ પ્રોપર્ટીનો ભાવ દર ચોરસ ફૂટે ૬૪,૪૭૩ રૂપિયા આવ્યો છે. આ સોદા પેટે  બાર ફેબુ્રઆરીએ થયેલાં રજિસ્ટ્રેશન પેટે ૮૯.૭૬ લાખ રૂપિયા સ્ટેમ્પ ડયુટિ પેટે ચૂકવવામાં આવ્યા હતા. 

રસપ્રદ બાબત એ છે કે અભિષેક બચ્ચન નિર્માતા અને લાંબા સમયના સહયોગી આનંદ પંડિત સાથે વિધિસર રીતે રિઅલ એસ્ટેટ સેક્ટરમાં પ્રવેશ્યો છે. આનંદ પંડિતે તાજેતરમાં ગિફ્ટ સિટી કોરિડોરમાં મોટું વિસ્તરણ કર્યું છે. 

મુંબઇમાં વૈભવી રહેણાંક પ્રોજેક્ટસ માટે જાણીતી પંડિતની કંપની શ્રી લોટસ ડેવલપર્સ એન્ડ રિઅલ્ટી લિ.નું ગુજરાતમાં આ પ્રથમ સાહસ છે. અભિષેક બચ્ચન પ્રોફિટ શેરિંગ મોડલ હેઠળ આ પ્રોજેક્ટમાં સંકળાયેલો છે. અભિષેક બચ્ચન અગાઉ સ્પોર્ટસ અને એન્ટરટેઇનમેન્ટ બિઝનેસમાં મૂડીરોકાણ કરી ચૂક્યો છે પણ હવે તેણે રિઅલ એસ્ટેટમાં ડાઇવર્સિફિકેશન કર્યું છે. અભિષેક આગામી ફિલ્મ કિંગમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ શાહરૂખખાન કરી રહ્યો છે.