આમિર ખાનની દિકરી ઈરા ખાને કરી સગાઈ, જુઓ વીડિયો


- ઈરા ખાન અને નુપુર શિખરે એકબીજાને 2 વર્ષથી ડેટ કરી રહ્યા છે

મુંબઈ, તા. 23 સપ્ટેમ્બર 2022, શુક્રવાર

આમિરખાનનની પુત્રી ઈરા ખાન અને નૂપુર શિખરેની તાજેતરમાં સગાઈ થઈ ગઈ છે. આ કપલે ઈન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કરીને પોતાની સગાઈની જાહેરાત કરી છે. બન્નેએ એકબીજાને 2 વર્ષથી પણ વધુ સમય સુધી ડેટ કર્યા બાદ સગાઈ કરી લીધી છે. ઈરા ખાને નૂપુરના સાઈકલિંગ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન નૂપુર શિખરે ઈરાને પ્રપોઝ કર્યું હતું. બન્ને અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા ઉપર શેર કરતા હોય છે. આ બન્નેના સંબંધ વિશે ઈરાના પિતા આમિર ખાન પણ જાણે છે. જો કે તેમના તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. 

નુપુરે કર્યું ઈરાને પ્રપ્રોઝ

આ સુંદર વીડિયો સાઈકલિંગ ઈવેન્ટનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ઈરા દર્શકોની સાથે ઉભી હતી. નૂપુર ઈરા પાસે જઈને તેને કિસ કરે છે. ત્યાર બાદ તે ઘૂંટણ ઉપર બેસીને ઈરાને પ્રપોઝ કરે છે. તે ઈરાને પુછે છે કે, 'ક્યાં તુમ મુઝશે સાદી કરોગી'? ઈરા તેનો જવાબ 'હા'માં છે. વીડિયોમાં ઈરા ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. તે રિંગ પહેરવા પોતાનો હાથ આગળ વધારે છે અને નૂપુર તેને રિંગ પહેરાવે છે. લોકો પણ તેમની આ પળોને તાળીઓથી વધાવતા જોવા મળે છે. ફેન્સ ઈરાના આ વીડિયો ઉપર કમેન્ટ કરીને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

એકબીજાને બે વર્ષથી કરી રહ્યા છે ડેટ

ઈરા અને નુપુર બે વર્ષથી વધારે સમયથઈ એકબીજાને ડેટ કરી રહ્યા છે. બન્નેએ આ વર્ષે જૂનમાં પોતાની બીજી એનિવર્સરી ઉજવી હતી. તેઓ સોશિયલ મીડિયા એકબીજાની સાથે પોતાના જીવનની ઝલક શેક કરતા હોય છે.    તાજેતરમાં ઈરાએ નુપુર સાથેના ફોટાઓ પોસ્ટ કર્યા હતા, જેમાં તેઓ સ્વિંગ ઉપર સમય પસાર કરી રહ્યા હતા. તેણે લખ્યું હતું કે, 'ફાઈન્ડ યોર પોપેય.'

રિલેશનશિપના બીજા વર્ષનું સેલિબ્રેશન

પોતાના રિલેશનની બીજા વર્ષની ઉજવણી કરતી વખતે ઈરા ખાને નુપુર માટે એક ઈમોશલન પોસ્ટ સાથે અનેક તસવીરો શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, 'વાસ્તવમાં બે વર્ષ થઈ ગયા છે પરંતુ લાગે છે કે હંમેશાથી આવું હતું. હું તને પ્રેમ કરૂ છું.' નુપુરે જવાબમાં કમેન્ટ લખી હતી કે, 'હું પણ તને પ્રેમ કરૂ છું. આપણે તેને 2 વર્ષ પહેલા અનુભવ્યો હતો.'  


City News

Sports

RECENT NEWS