છૂટાછેડાના 21 દિવસ બાદ પૂર્વ પત્નીના બીજા લગ્નમાં પહોંચ્યો 'સ્પાઈડરમેન': જાતે જ વિધિ કરાવી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tobey Maguire Spider-Man News: હોલિવૂડના ‘સ્પાઈડરમેન’ ફેમ અભિનેતા ટોબી માગ્ગ્રેએ સાબિત કરી બતાવ્યું છે કે છૂટાછેડા પછી પણ એક્સ-પાર્ટનર્સ સારા મિત્રો બનીને રહી શકે છે. પોતાની પૂર્વ પત્ની જેનિફર મેયર સાથે કાયદેસરના છૂટાછેડા થયાના માત્ર 21 દિવસમાં જ ટોબી તેના બીજા લગ્નમાં હાજરી આપવા પહોંચ્યો હતો. આટલું જ નહીં, તેણે માત્ર લગ્નમાં હાજરી જ નહોતી આપી, પરંતુ પોતે પાદરી (પ્રિસ્ટ) બનીને લગ્નની તમામ વિધિઓ અને રીત-રિવાજો પણ પૂરા કરાવ્યા હતા. બંને વચ્ચેના આ અનોખા સંબંધની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાઇરલ થઈ રહી છે.
અબજોપતિ સાથે થયા જેનિફરના લગ્ન
જેનિફર મેયરે 10 ઓક્ટોબરે હવાઈના ફોર સીઝન્સ રિસોર્ટ લનાઈ ખાતે અબજોપતિ મ્યુઝિક એક્ઝિક્યુટિવ જ્યોફ ઓગુન્સેસી (Geoff Ogunlesi) સાથે લગ્ન કર્યા હતા. આ હાઈ-પ્રોફાઈલ લગ્ન સમારોહમાં લિયોનાર્ડો ડિકેપ્રિયો, જેફ બેઝોસ અને કોર્ટની કોક્સ જેવા અનેક વૈશ્વિક દિગ્ગજ કલાકારોએ પણ હાજર રહ્યા હતા.
છૂટાછેડાના માત્ર 21 દિવસ બાદ નવો અધ્યાય
નવાઈની વાત એ છે કે ટોબી માગ્ગ્રે અને જેનિફર મેયરના છૂટાછેડા આ વર્ષે જ 21 સપ્ટેમ્બરે થયા હતા. લગભગ 10 વર્ષ સુધી અલગ રહ્યા બાદ અને લગ્નના 9 વર્ષ પછી તેમનો સંબંધ સત્તાવાર રીતે પૂરો થયો હતો, પરંતુ તેમ છતાં બંને વચ્ચે અદ્ભુત બોન્ડિંગ જોવા મળ્યું છે.
બાળકો પણ રહ્યા ખાસ લગ્ન પ્રસંગમાં હાજર
ટોબી અને જેનિફરના બે બાળકો છે — 19 વર્ષની દીકરી રૂબી સ્વીટહાર્ટ અને 17 વર્ષનો દીકરો ઓટિસ ટોબિયાસ. છૂટાછેડા પછી પણ બંને મળીને પોતાના બાળકોની જવાબદારી સંભાળી રહ્યા છે અને આ બંને બાળકો તેમની માતાના આ ખાસ લગ્ન સમારોહમાં સામેલ થયા હતા.
માર્વેલની આગામી ફિલ્મમાં દેખાશે ટોબી
જો વર્કફ્રન્ટની વાત કરીએ, તો ટોબી માગ્ગ્રે ટૂંક સમયમાં જ માર્વેલ સિનેમેટિક યુનિવર્સ (MCU)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ (‘Avengers: Doomsday’)માં જોવા મળવાના છે. આ ફિલ્મમાં તેમના ફરી એકવાર ‘સ્પાઈડરમેન’ તરીકે મોટા પડદા પર પાછા ફરવાની ચર્ચા છે, જે આ વર્ષે 18 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.




