Entertainment

ઓસ્કાર એવોર્ડ વિજેતા ગીત 'નાટૂ નાટૂ' ના સિંગર સામે FIR દાખલ, મહિલાએ લગાવ્યો આરોપ

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
બ્લોકબસ્ટર RRRના 'નાટૂ નાટૂ' ગીતના સિંગર રાહુલ સિપ્લીગંજ વિવાદમાં ફસાયા છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં તેમની અને 11 સંબંધીઓ સામે FIR નોંધાઈ છે. એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે, સિંગરના સંબંધીએ લગ્નની લાલચ આપી છેતરપિંડી કરી, અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપી. MVP પોલીસ સ્ટેશને IPCની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓસ્કાર એવોર્ડ વિજેતા ગીત 'નાટૂ નાટૂ' ના સિંગર સામે FIR દાખલ, મહિલાએ લગાવ્યો આરોપ
IMAGE - INSTAGRAM - sipligunjrahul

Naatu Naatu singer controversy: બ્લોકબસ્ટર ફિલ્મ RRRના વૈશ્વિક સ્તરે સુપરહિટ થયેલા ગીત 'નાટૂ નાટૂ'ના સિંગર અને 'બિગ બોસ તેલુગુ 3'ના વિનર રહી ચૂકેલા રાહુલ સિપ્લીગંજ કાનૂની વિવાદમાં ફસાયા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં તેમની અને તેમના 11 સગા-સંબંધીઓ સામે પોલીસ કેસ (FIR) નોંધવામાં આવ્યો છે. એક મહિલાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે સિંગરના સગાએ લગ્નની લાલચ આપીને તેની સાથે છેતરપિંડી કરી હતી અને ત્યારબાદ તેના પ્રાઇવેટ વીડિયો વાઇરલ કરવાની ધમકી પણ આપી હતી.

શું છે આખો મામલો અને રાહુલ પર શું આરોપ છે?

અહેવાલ મુજબ, સંબંધમાં રાહુલના બહેનોઈ (જીજા) થતા એક વ્યક્તિએ મહિલા સમક્ષ પોતાની ઓળખ સિંગરના સંબંધી તરીકે આપીને લગ્નનું વચન આપ્યું હતું. બાદમાં તેણે મહિલાની અંગત તસવીરો અને વીડિયો લીક કરવાની ધમકી આપી હતી. પીડિતાની ફરિયાદના આધારે વિશાખાપટ્ટનમના એમવીપી પોલીસ સ્ટેશનમાં સિંગર રાહુલ સિપ્લીગંજ સહિત 11 લોકો સામે મહિલાને ડરાવવા-ધમકાવવા, માનસિક ત્રાસ આપવા અને જબરદસ્તી નિવેદન આપવા માટે મજબૂર કરવાના મામલે FIR દાખલ કરવામાં આવી છે. આ વિવાદ અંગે હાલ સિંગર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

'નાટૂ નાટૂ' ગીતે જીત્યો હતો ઓસ્કર

ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં આવેલી એસ.એસ. રાજામૌલીની ફિલ્મ RRRમાં રાહુલે 'નાટૂ નાટૂ' ગીત ગાયું હતું, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે અભૂતપૂર્વ સફળતા મળી હતી. આ ગીતના મ્યુઝિક કંપોઝર એમ.એમ. કીરાવાનીએ ઓસ્કર એવોર્ડ જીતીને વિશ્વભરમાં ભારતીય સિનેમાનો ડંકો વાગાડ્યો હતો.

કાનૂની ગૂંચવણમાં ફસાયો લોકપ્રિય સિંગર

તેલુગુ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો જાણીયો સિંગર રાહુલ સિપ્લીગંજે 'બિગ બોસ તેલુગુ'ની ત્રીજી સીઝનમાં ભાગ લીધો હતો અને તે સીઝન જીતીને તે વિજેતા બન્યો હતો. અનેક મોટી ફિલ્મોમાં સુપરહિટ ગીતો ગાયા બાદ હવે તે ગંભીર આરોપો હેઠળ કાનૂની મામલામાં ફસાતાં મનોરંજન જગતમાં આ સમાચાર ભારે ચર્ચાનો વિષય બન્યા છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.