Entertainment

મને થપ્પડ મારી, સિગારેટથી બાળી...! જાણીતી એક્ટ્રેસ નીતિ ટેલરની દર્દનાક આપવીતી

By GS Team
13 Oct 20263 mins read
TukuTouch Logo
ટીવી અભિનેત્રી નીતિ ટેલરે પોતાના ભૂતકાળના સંબંધો વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ દ્વારા તેને શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતું હતું. 'કૈસી યે યારીયાં' સિઝન-1ના શૂટિંગ દરમિયાન, તેણે કપડાં, મિત્રો અને બહાર જવા પર સવાલો ઉઠાવ્યા હતા. એકવાર સિગારેટથી પણ ડામ આપ્યો હતો, જેના નિશાન આજે પણ શરીર પર છે. આ ઘટના CCTVમાં પણ કેદ થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

મને થપ્પડ મારી, સિગારેટથી બાળી...! જાણીતી એક્ટ્રેસ નીતિ ટેલરની દર્દનાક આપવીતી
IMAGE - Instagram/nititaylor

Niti Taylor Interview: ટીવી જગતની જાણીતી અભિનેત્રી નીતિ ટેલરે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના ભૂતકાળના રિલેશનશિપ વિશે ખુલીને વાત કરી છે. તેણે જણાવ્યું કે, 'મારો એક્સ બોયફ્રેન્ડ મારી સાથે ખૂબ જ દુર્વ્યવહાર કરતો હતો અને મને શારીરિક તથા માનસિક રીતે ટોર્ચર કરતો હતો.' નીતિએ ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, 'એકવાર મારા એક્સ બોયફ્રેન્ડે મને સિગારેટથી પણ ડામ આપ્યો હતો.'

કપડાં, મિત્રો અને બહાર જવા પર કરતો હતો સવાલો

'ગુલામ', 'બડે અચ્છે લગતે હૈ' અને 'અલાયન્સ' જેવા લોકપ્રિય શોમાં કામ કરી ચૂકેલી નીતિએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, 'મારો એક્સ-બોયફ્રેન્ડ હંમેશા મારા કપડાં, મિત્રો અને બહાર આવવા-જવા પર સવાલો ઉઠાવતો હતો. આ ઘટના 'કૈસી યે યારીયાં' સિઝન-1ના શૂટિંગ દરમિયાનની છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. જો હું ક્યારેક ટૂંકા કપડાં પહેરતી, તો તે મારા કપડાં પર સવાલ ઉઠાવતો અને કહેતો કે લોકો મને જોઈ રહ્યા છે. તે પૂછતો કે હું ક્યાં જાઉં છું અથવા કોઈની આટલી નજીક કેમ ઊભી છું. તે સમયે હું નાસસમજ હતી અને હંમેશા પોતાની જાતને સમજાવવાની અને પોતાના કામને સાચું સાબિત કરવાની કોશિશ કરતી હતી.'

એક્સ બોયફ્રેન્ડે મારી થપ્પડ

અભિનેત્રી આગળ જણાવ્યું કે, 'એકવાર એનો જન્મદિવસની પાર્ટીમાં અમે ગયા હતા, પરંતુ ત્યાંનું વાતાવરણ મને બરાબર ન લાગ્યું. અંતે અમે છોકરીઓએ ત્યાંથી નીકળી જવાનું નક્કી કર્યું. મારી સહેલીઓએ કહ્યું કે તેઓ કારમાં રાહ જોઈ રહી છે, પરંતુ હું જતાં પહેલાં તેને બાય કહેવા માંગતી હતી. જ્યારે મેં એવું કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેણે મને રોકી દીધી અને કહ્યું કે હું તેની જ જઉં. મેં તેને કહ્યું કે મારી ફ્રેન્ડ્સ મને ઘેર છોડી દેશે, પરંતુ તેણે ના પાડી દીધી. તેના ઘરની બહારનો માહોલ ખૂબ જ ડરામણો થઈ ગયો હતો. તેણે મને પકડીને ધક્કો માર્યો અને થપ્પડ પણ મારી. આ સમગ્ર ઘટના તે બિલ્ડિંગના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ પણ થઈ ગઈ હતી.'

સિગારેટથી દઝાડી દીધી અને શરીર પર છે હજુ નિશાન

નીતિએ જણાવ્યું કે, 'મારી ફ્રેન્ડ્સ નીચે રાહ જોઈ રહી હતી અને ત્યાંના સિક્યોરિટી ગાર્ડે તેમને કહ્યું હતું કે અહીં આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. જ્યારે મારી ફ્રેન્ડ્સ ઉપર આવી, ત્યારે તેમણે મને તેનાથી છોડાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે મને જવા દેતો ન હતો. આ બધું જોઈને હું ખૂબ રડી પડી હતી.'

જ્યારે હું પોતાની બિલ્ડિંગ પર પહોંચી, ત્યારે તે પણ ત્યાં મારી પાછળ આવ્યો અને મેં તેને બૂમો પાડતા સાંભળ્યો. તે સમયે તે સિગારેટ પી રહ્યો હતો અને મને ફ્રેન્ડ્સ સાથે પાર્ટીમાંથી અચાનક ચાલ્યા જવા બાબતે સવાલો કરી રહ્યો હતો. તે જ દરમિયાનમાં તેણે મને સિગારેટથી ડામ પણ આપ્યા હતા. મને લાગેલી ઇજા અને સિગારેટથી બળવાના નિશાન હજુ પણ મારા શરીર પર છે. મારી સ્કિન પર કેલૉઇડ (Keloid) બનવાની સંભાવના રહે છે, જેના કારણે તે ચોટ અને દાઝવાના નિશાન આજે પણ સ્પષ્ટ દેખાય છે.'