નાના પાટેકરના નિધન મામલે પોલીસની એન્ટ્રી, અકુદરતી મોતનો ગુનો નોંધાતા સર્જાયું રહસ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nana Patekar death Goa police: દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના દુઃખદ નિધન બાદ હવે ગોવાની પણજી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 194 હેઠળ અકુદરતી મોત (Unnatural Death)નો મામલો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે 75 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું અવસાન થયું હતું. પોલીસ રેકોર્ડ મુજબ, ડોના પાઉલા સ્થિત તેમના નિવાસસ્થાનેથી તેમને બાંબોલિમની મણિપાલ હોસ્પિટલના કેજ્યુઅલ્ટી વોર્ડમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. આ મામલાની આગળની તપાસ પીએસઆઈ નિતિન નાઈકની દેખરેખ હેઠળ ચાલી રહી છે.
કેમ નોંધવામાં આવે છે અકુદરતી મોતનો કેસ?
ડૉક્ટરોના જણાવ્યા મુજબ, જ્યારે નાના પાટેકરને હોસ્પિટલ લાવવામાં આવ્યા તે પહેલા જ તેમનું મોત થઈ ચૂક્યું હતું. નિયમ અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવે, ત્યારે હોસ્પિટલ પ્રશાસને પોલીસને જાણ કરવી પડે છે. કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે આને 'મેડિકો-લીગલ કેસ' (MLC) અને અકુદરતી મોત તરીકે નોંધીને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવે છે.
પોલીસ કેસ નોંધાવાનો અર્થ એ નથી કે મૃત્યુ કોઈ શંકાસ્પદ કે અપરાધજનક છે; આ માત્ર મૃત્યુના કારણ અને પરિસ્થિતિઓનો સત્તાવાર દસ્તાવેજ તૈયાર કરવાની એક કાનૂની પ્રક્રિયા છે.
મૃત્યુનું પ્રાથમિક કારણ અને જીએમસીમાં પોસ્ટમોર્ટમ
પ્રાથમિક તારણો મુજબ આ મામલો કાર્ડિયાક અરેસ્ટનો હોવાનું જણાય છે, કારણ કે તેઓ અગાઉથી જ હૃદયરોગના દર્દી હતા અને તેમની દવાઓ ચાલુ હતી. મૃત્યુના વાસ્તવિક કારણોની સત્તાવાર પુષ્ટિ કરવા માટે ગોવા મેડિકલ કોલેજ (GMC)માં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.
રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
નાના પાટેકરના પાર્થિવ શરીરને તેમના પેતૃક ગામ, પૂણે ગ્રામીણના ડોંજે ગામ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં ગુરુવારે પૂરા રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર મલ્હાર પાટેકરે તેમને મુખાગ્નિ આપી હતી. ગોવામાં 75 વર્ષની વયે તેમના નિધનના સમાચારથી સમગ્ર ફિલ્મ જગતમાં શોકનો માહોલ છે અને અનેક કલાકારો તથા દિગ્ગજોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.




