Entertainment

સલમાન બાદ હવે આમિર ખાન મુશ્કેલીમાં! કોર્ટે પાઠવ્યું સમન, 18 સપ્ટેમ્બરે હાજર થવા મોટો આદેશ

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
રાજસ્થાનના કોટામાં ગ્રાહકને ઓનલાઈન શોપિંગમાં નકલી સામાન મળતા મામલો ગ્રાહક કમિશનમાં પહોંચ્યો છે. નકલી બેલ્ટ અને વોલેટ વેચાયા બાદ કમિશને આ મામલે બોલિવૂડ અભિનેતા આમિર ખાનને નોટિસ પાઠવી છે. 18 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થઈ પોતાનો પક્ષ રજૂ કરવા આદેશ કરાયો છે. સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટની જવાબદારી પર આ કેસ સવાલો ઊભા કરી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સલમાન બાદ હવે આમિર ખાન મુશ્કેલીમાં! કોર્ટે પાઠવ્યું સમન, 18 સપ્ટેમ્બરે હાજર થવા મોટો આદેશ
IMAGE - IANS

ઓનલાઈન શોપિંગના યુગમાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો રાજસ્થાનના કોટા શહેરમાંથી સામે આવ્યો છે. એક ગ્રાહકે મોટા ઈ-કૉમર્સ પ્લેટફોર્મ પરથી અસલી અને બ્રાન્ડેડ સામાન સમજીને ઓર્ડર આપ્યો હતો. પરંતુ જ્યારે પાર્સલ ઘરે પહોંચ્યું ત્યારે તેમાંથી નકલી સામાન નીકળતા ગ્રાહક હેરાન રહી ગયા હતા. ઠગાઈનો ભોગ બનેલા ગ્રાહકે આ મામલે મૌન રહેવાને બદલે કાનૂની માર્ગ અપનાવ્યો હતો અને જિલ્લા ગ્રાહક કમિશન (ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર કમિશન) માં ફરિયાદ નોંધાવી હતી.

આમિર ખાનની વધી મુશ્કેલીઓ

આ મામલો એક ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પરથી વેચાયેલા બેલ્ટ અને વૉલેટ સાથે જોડાયેલો છે. ગ્રાહકે જ્યારે આ બંને વસ્તુઓની તપાસ કરાવી ત્યારે ખબર પડી કે તે સંપૂર્ણપણે નકલી (ડુપ્લિકેટ) સામાન હતો. કોટા ગ્રાહક કમિશને (ગ્રાહક અદાલતે) આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને કડક વલણ અપનાવીને બોલિવૂડ અભિનેતા આમિર ખાનને નોટિસ મોકલી છે. અદાલતે આમિર ખાનને 18 સપ્ટેમ્બરના રોજ જાતે હાજર થઈને પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ અને જાહેરાતો પર ઊઠ્યા સવાલો

આ કેસમાં કંપનીના કો-ફાઉન્ડર કુણાલ બહલ અને રોહિત બંસલને પણ મુખ્ય આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. ગ્રાહકની રજૂઆત હતી કે જ્યારે કોઈ મોટો કલાકાર કોઈ પ્રોડક્ટ કે બ્રાન્ડનો પ્રચાર કરે છે, ત્યારે સામાન્ય લોકો તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લેતા હોય છે. તેથી જો તે સામાન નકલી કે ગુણવત્તા વગરનો નીકળે, તો જાહેરાત કરનાર અભિનેતાની પણ જવાબદારી નક્કી થવી જોઈએ. કમિશને આ દલીલ માન્ય રાખીને આમિર ખાનને નોટિસ મોકલી છે.

18 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર થવું પડશે

ગ્રાહક કમિશને સુધારેલી અરજી મંજૂર કર્યા બાદ આમિર ખાન સહિત તમામ સંબંધિત પક્ષોને પોતાનું વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો છે. નોટિસ મળ્યા બાદ હવે આમિર ખાને 18 સપ્ટેમ્બર, 2026ના રોજ અદાલત સમક્ષ હાજર થવું પડશે. આ કેસે હવે ઓનલાઈન વેચાતા સામાનની ક્વૉલિટી તેમજ નામી કલાકારોની જવાબદારી પર મોટા સવાલો ઊભા કર્યા છે. 18 સપ્ટેમ્બરે કોર્ટમાં થનારી સુનાવણી પર હવે સૌની નજર ટકેલી છે.