Entertainment

'બ્રેકિંગ બેડ' ફેમ એક્ટર RJ Mitteનું માત્ર 34 વર્ષની વયે નિધન, ઘરમાંથી મળ્યો મૃતદેહ; હોલિવૂડમાં શોકની લહેર

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
હોલિવૂડમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ટીવી સીરિઝ 'બ્રેકિંગ બેડ'ના યુવા અભિનેતા આરજે મિટ્ટીનું 34 વર્ષની વયે ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં નિધન થયું છે. 'વોલ્ટર વ્હાઈટ જુનિયર'નું પાત્ર ભજવી તેઓ વિશ્વભરમાં જાણીતા બન્યા હતા. જન્મથી સેરેબ્રલ પાલ્સીથી પીડિત હોવા છતાં, તેમણે દિવ્યાંગોના અધિકારો માટે સક્રિયપણે કામ કર્યું હતું. તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ અજ્ઞાત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'બ્રેકિંગ બેડ' ફેમ એક્ટર RJ Mitteનું માત્ર 34 વર્ષની વયે નિધન, ઘરમાંથી મળ્યો મૃતદેહ; હોલિવૂડમાં શોકની લહેર
IMAGE - WIKIPEDIA

RJ Mitte Death News: હોલિવૂડમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એવોર્ડ વિનિંગ લોકપ્રિય ટીવી સીરિઝ 'બ્રેકિંગ બેડ'ના યુવા અભિનેતા આરજે મિટ્ટી (RJ Mitte)નું 34 વર્ષની વયે અવસાન થયું છે. આ ટીવી સીરિઝમાં તેમણે 'વોલ્ટર વ્હાઈટ જુનિયર' (ફ્લિન)નું શાનદાર પાત્ર ભજવીને દર્શકોના દિલમાં વિશેષ સ્થાન મેળવ્યું હતું.

ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં નિધન

અભિનેતા આરજે મિટ્ટીનું નિધન ટેક્સાસના બ્રાઉન્સવિલે શહેરમાં થયું હતું. જોકે, તેમના મૃત્યુનું તાત્કાલિક ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ મામલાની તપાસ હજુ ચાલુ છે. આરજે મિટ્ટીને જન્મથી જ સેરેબ્રલ પાલ્સી (Cerebral Palsy) નામની બીમારી હતી. તેઓ આ સ્થિતિ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને દિવ્યાંગ લોકોના અધિકારો માટે સક્રિયપણે કામ કરતા હતા.

અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો

દિવંગત અભિનેતાના મેનેજર શૉન રિલેએ તેમના નિધનની જાણકારી આપતા જણાવ્યું કે, 'અમે ખૂબ જ શોક સાથે અમારા પ્રિય અભિનેતા, સમાજસેવી અને દિવ્યાંગોના અધિકારો માટે અવાજ ઉઠાવનાર આરજે મિટ્ટીના દુઃખદ નિધનની જાણકારી આપી રહ્યા છીએ.'

'બ્રેકિંગ બેડ'થી મળી વૈશ્વિક ઓળખ

આરજે મિટ્ટીએ વર્ષ 2008માં ટીવી સીરિઝ 'બ્રેકિંગ બેડ' દ્વારા ટીનેજ કલાકાર તરીકે દુનિયાભરમાં મોટી ખ્યાતિ મેળવી હતી. તેમના મેનેજરએ તેમને યાદ કરતા કહ્યું કે, 'સેરેબ્રલ પાલ્સીથી પીડિત હોવા છતાં અભિનેતાએ પોતાના અંગત અનુભવોને પોતાના પાત્રમાં વણી લીધા હતા અને તેને સ્ક્રીન પર જીવંત કર્યો હતો. આ પ્લેટફોર્મના માધ્યમથી તેમણે દિવ્યાંગતા પ્રત્યે સમાજમાં સુંદર જાગૃતિ ફેલાવી હતી.'

આ ઉપરાંત, તેઓ નોન-પ્રોફિટ હોસ્પિટલ નેટવર્ક 'શ્રાઇનર્સ ચિલ્ડ્રન'ના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા અને 'મિટ્ટી ફાઉન્ડેશન'ના પ્રમુખ પણ હતા. તેમણે સામાજિક ઉત્થાનના કાર્યોમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. વર્ષ 2008માં શરૂ થયેલી અને 2013 સુધી ચાલેલી આ લોકપ્રિય સીરિઝના કલાકારો અને તેમના નજીકના મિત્રો આ અચાનક થયેલા નિધનથી ખૂબ જ ભાવુક થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.