Entertainment

આશા ભોંસલેનું છેલ્લું ગીત 'એ મેરી જિંદગી' રિલીઝ: વીડિયોમાં 'તાઈ'ની ઝલક જોઈ ફેન્સ ભાવુક

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેની 93મી જન્મજયંતી નિમિત્તે, તેમનું છેલ્લું ફિચર-ફિલ્મ ગીત 'એ મેરી ઝિંદગી' રિલીઝ થયું છે. 'ઓમ કા હરિ' ફિલ્મના મેકર્સે આ ગીત યુટ્યુબ પર 8 સપ્ટેમ્બરે રજૂ કર્યું. 2023માં રેકોર્ડ થયેલું આ ગીત રાજીવ સારંગે કમ્પોઝ કર્યું છે. પિતા-પુત્રના સંબંધો પર આધારિત હરીશ વ્યાસ નિર્દેશિત આ ફિલ્મ 18 સપ્ટેમ્બર, 2026ના રોજ રિલીઝ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આશા ભોંસલેનું છેલ્લું ગીત 'એ મેરી જિંદગી' રિલીઝ: વીડિયોમાં 'તાઈ'ની ઝલક જોઈ ફેન્સ ભાવુક
IMAGE - IANS

Ae Meri Zindagi: 8 સપ્ટેમ્બરના રોજ સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેની 93મી જન્મજયંતી છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં તેમનું અવસાન થયું હતું, પરંતુ તેઓ પોતાની પાછળ સંગીતનો એવો અમૂલ્ય વારસો છોડી ગયા છે જે પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે. તેમની જન્મજયંતીના ખાસ અવસરે રઘુબીર યાદવ, અંશુમન ઝા અને સોની રાઝદાનની આગામી ફિલ્મ 'ઓમ કા હરિ' (Om Ka Hari)ના મેકર્સે ફેન્સને એક ખાસ સરપ્રાઈઝ આપતાં આશા ભોસલેનું છેલ્લું ફિચર-ફિલ્મ ગીત 'એ મેરી ઝિંદગી' રિલીઝ કર્યું છે.

વર્ષ 2023માં રેકોર્ડ થયું હતું આ ખાસ ગીત

આ ગીત વર્ષ 2023ના અંતમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું, જેને રાજીવ સારંગે કમ્પોઝ કર્યું છે અને તેના બોલ પ્રદીપ શર્મા ખુસરોએ લખ્યા છે. હરીશ વ્યાસ દ્વારા નિર્દેશિત પિતા-પુત્રના સંબંધો પર આધારિત ફિલ્મ 'ઓમ કા હરિ'માં આ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. 8 સપ્ટેમ્બરના રોજ યૂટ્યુબ પર રિલીઝ થયેલા આ મ્યુઝિક વીડિયોમાં માત્ર ગીત જ નહીં, પરંતુ આશા ભોસલે સ્ટુડિયોમાં ગીત રેકોર્ડ કરી રહ્યા હોય અને મેકર્સ તથા અભિનેતા અંશુમન ઝા સાથે વાતચીત કરી રહ્યા હોય તેવા 'બિહાઈન્ડ-ધ-સીન્સ' વિઝ્યુઅલ્સ પણ બતાવવામાં આવ્યા છે. આશા 'તાઈ'ના અવાજમાં આ ગીત સાંભળીને ફેન્સ અત્યંત ભાવુક થઈ રહ્યા છે.

92 વર્ષની વયે દુનિયાને કહ્યું હતું અલવિદા

આશા ભોસલેનું અવસાન 12 એપ્રિલ, 2026ના રોજ 92 વર્ષની વયે થયું હતું. કાર્ડિયક અરેસ્ટ બાદ મલ્ટિપલ ઓર્ગન ફેલિયરના કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની યાદમાં રિલીઝ થયેલું આ ગીત જે ફિલ્મમાં છે, તે 'ઓમ કા હરિ'નું નિર્દેશન હરીશ વ્યાસે કર્યું છે. આ ફિલ્મમાં અંશુમન ઝા અને રઘુબીર યાદવ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે સોની રાઝદાન, સમતા સુદીક્ષા અને આયશા કપૂર પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 18 સપ્ટેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.