અક્ષય કુમારની એક્શન થ્રીલર સમુકનું 80 ટકા શૂટિંગ પૂર્ણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બાકીનું૨૦ દિવસનું શૂટિંગ મુંબઇમાં કરવામાં આવશે
- અક્ષય કુમારની ફિલ્મમાં બનિતા સંધુ પર્યાવરણવાદીની ભૂમિકામાં જોવા મળશે
મુંબઇ : અક્ષય કુમારની આગામી સાયફાય એક્શન થ્રીલર ફિલ્મ 'સમુક'નું ૮૦ ટકા શૂટિંગ પુરૂ થઇ ગયું છે. બાકીના ૨૦ દિવસના શૂટિંગ માટે ટીમ મુંબઇમાં આવી ગઇ છે. ફિલ્મની ટીમે ઓગસ્ટમાં યુકેમાં શૂટિંગ શરૂ કર્યું હતું.
આ ફિલ્મમાં નવી હિરોઈન બનિતા સંધુની એન્ટ્રી થઈ છે. ફિલ્મમાં પર્યાવરણવાદીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં એક્શનના મામલે કોઇ કચાશ રહી ન જાય તે માટે એકેડમી એવોર્ડ વિજેતા ક્રિએચર ઇફેક્ટસ ડિઝાઇનર એલેક ગિલિસની સેવાઓ લેવામાં આવી છે. એક્શન સિક્વન્સની ડિઝાઇન અને નિર્દેશન બ્રિટિશ એક્શન ડાયરેક્ટર લુક ટમ્બરે કર્યું છે. વિપુલ અમૃતલાલ શાહ અને અક્ષયકુમાર આ ફિલ્મ માટે તેર વર્ષ બાદ ફરી સાથે કામ કરી રહ્યાં છે. ફિલ્મને ૨૦૨૭માં થિયેટર્સમાં રજૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.




