Entertainment

જાહ્નવી કપૂર વિશેની 4000 લિન્કસ દિલ્હીની અદાલતમાં રજૂ

By GS Team
14 Aug 20261 min read
TukuTouch Logo
જાહ્નવી કપૂરે ઇન્ટરનેટ પરની વાંધાજનક સામગ્રી સામે પર્સનાલિટી રાઇટ્સના રક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેના વકીલે 4000 લિંક રજૂ કરી, બિભત્સ સામગ્રી હટાવવા માંગ કરી. જોકે, હાઈકોર્ટે ટિપ્પણી કરી કે એકપક્ષીય રક્ષણ અપાશે તો લોકોનું વાણી સ્વાતંત્ર્ય જોખમાશે. કોર્ટે સેલિબ્રિટીની ટીકા કરવાના અધિકારનું પણ રક્ષણ કરવા ભાર મૂક્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

જાહ્નવી કપૂર વિશેની 4000 લિન્કસ દિલ્હીની અદાલતમાં રજૂ
  • પર્સનાલિટી રાઈટ્સ પર રક્ષણ માગ્યું
  • જોકે, હાઈકોર્ટની ટિપ્પણીઃ એકપક્ષીય રક્ષણ આપીશું તો લોકોનું વાણી સ્વાતંત્ર્ય જોખમાશે

મુંબઈ : જાહ્નવી કપૂરે તેના વિશેની વાંધાજનક સામગ્રી ઇન્ટરનેટ પર ફરતી થયા બાદ પોતાના પર્સનાલિટી રાઇટ્સનું રક્ષણ કરવા માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી.
જાહ્નવીના વકીલે તેના વ્યક્તિત્વના પાસાંઓ પરથી બિભત્સ સામગ્રી બનાવી નેટ પર વેપારી હેતુસર મુકવાની પ્રવૃત્તિ સામે વાંધો લઇ થર્ડ પાર્ટી દ્વારા થતી આવી હરકતો પર પ્રતિબંધ મુકવાની માંગણી કરી હતી. વકીલે આવી વાંધાજનક સામગ્રી વિશેની ૪૦૦૦ લિન્ક અદાલતને સુપરત કરી હતી. જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીએ નિર્દેશ આપ્યો હતો કે અદાલત વાંધાજનક સામગ્રી હટાવવા માટે એકપક્ષી આદેશ આપવા તૈયાર છે પણ આ ફિલ્મ પર્સનાલિટીને રીતનું રક્ષણ આપવામાં આવશે તો તેમની કોઇ પ્રકારની ટીકા નહીં થઇ શકે અને તેને કારણે વાણીસ્વાતંત્ર્ય પણ જોખમાશે.
જસ્ટિસ ભંભાણીએ સેલિબ્રિટીના પર્સનાલિટી રાઇટ્સની સાથે તેમની કાયદેસરની ટીકા કરવાના અને તેમના વિશે કટાક્ષ કરવાના અધિકારનું પણ રક્ષણ કરવા પર પણ ભાર મૂક્યો હતો.