ફેડરલના ટાસ્ક ફોર્સમાં રઘુરામ રાજન સહિત ત્રણ મૂળ ઇન્ડિયન... ભારતનું ગૌરવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાના ફેડરલ રિઝર્વના ચેરમેન કેવિન વોર્શે શુક્રવારે સેન્ટ્રલ બેંકની નાણાકીય નીતિ (મોનેટરી પોલિસી) ના અભિગમની સમીક્ષા કરવા અને તેમાં મોટા પાયે પરિવર્તનકારી ફેરફારોની દરખાસ્ત કરવા માટે પાંચ ટાસ્ક ફોર્સની રચના કરી છે. ચેરમેન વોર્શ દ્વારા જાહેર કરાયેલા આ પાંચેય ટાસ્ક ફોર્સના વડાઓની યાદીમાં શિક્ષણવિદો, પૂર્વ સેન્ટ્રલ બેન્કર્સ અને કોર્પોરેટ જગતના દિગ્ગજોનો સમાવેશ થાય છે. ભારત માટે ગૈરવની વાત એ છે કે આ યાદીમાં ત્રણ અગ્રણી ભારતીય મૂળની હસ્તીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે,. જેમાં ભારતની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન, હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર રાજ ચેટ્ટી અને માઇક્રોસોફ્ટ એક્સબોક્સ (Xbox) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશા શર્માનો સમાવેશ થાય છે.
આ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરનારા મૂળ ભારતીયોના નામોની જાહેરાત કરતા કેવિન વોર્શે જણાવ્યું હતું કે, અમારો હેતુ એકદમ સ્પષ્ટ છે. આ નિર્ણાયક સમયમાં ફેડરલ રિઝર્વ પોતાના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે સર્વોત્તમ સ્થિતિમાં હોય તે સુનિશ્ચિત કરવું.' જે ત્રણ મૂળ ભારતીયોને પસંદ કરાયા છે તેમની વિગતો અહીં આપી છે.
રઘુરામ રાજન : બેલેન્સ શીટ પોલિસી ટાસ્ક ફોર્સ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના પૂર્વ ગવર્નર અને ભારત સરકારના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર રહી ચૂકેલા રઘુરામ રાજનને ફેડના 'બેલેન્સ શીટ પોલિસી' ટાસ્ક ફોર્સના સહ-વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ટાસ્ક ફોર્સ ફેડરલ રિઝર્વની બેલેન્સ શીટ વ્યવસ્થાના ખર્ચ, ફાયદા અને સંસ્થાકીય અસરોની તપાસ કરશે. હાલમાં યુનિવર્સિટી ઓફ શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં ફાયનાન્સના પ્રતિષ્ઠિત પ્રોફેસર તરીકે સેવા આપી રહેલા રાજન, જેક્સન હોલ વ્યોમિંગ ખાતેની ફેડની બેઠકમાં આપેલી તેમની દૂરંદેશી ચેતવણી માટે જાણીતા છે, જેમાં તેમણે ૨૦૦૮ની વૈશ્વિક નાણાકીય કટોકટી પહેલાં જ બેંકોના વધતા સબપ્રાઇમ લોન બુક અંગે વૈશ્વિક સેન્ટ્રલ બેન્કર્સને ચેતવ્યા હતા.
રાજ ચેટ્ટી : લિક્વિડિટી ડિપેન્ડન્સ (તરલતા પર નિર્ભરતા) પેનલ
હાર્વર્ડ યુનિવર્સિટીમાં પબ્લિક ઇકોનોમિક્સના પ્રેોફેસર રાજ ચેટ્ટીને 'લિક્વિડિટી ડિપેન્ડન્સ' પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ હાર્વર્ડ ખાતે 'ઓપોર્ચ્યુનિટી ઇનસાઇટ્સ'ના ડાયરેક્ટર પણ છે, જે વંચિત પૃષ્ઠભૂમિ ધરાવતા બાળકોને સફળતાની સારી તકો મળે તે માટેના રસ્તાઓ પર સંશોધન કરે છે. રાજ ચેટ્ટી તેમના સહ-અધ્યક્ષો - હાર્વર્ડના પ્રોફેસર જેરેમી સ્ટેઈન, વોલમાર્ટના પૂર્વ પ્રમુખ અને સીઈઓ ડગ મેકમિલોન અને યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્રોફેસર કેવિન મર્ફી સાથે મળીને ફેડની વર્તમાન બેલેન્સ શીટ વ્યવસ્થાના ખર્ચ, આર્થિક ફાયદા અને તેની અસરોની વિગતવાર સમીક્ષા કરશે.
આશા શર્મા : પ્રોડક્ટિવિટી અને એમ્પ્લોયમેન્ટ (ઉત્પાદકતા અને રોજગાર) ટાસ્ક ફોર્સ
માઇક્રોસોફ્ટના ગેમિંગ યુનિટ ઠમ્ર્ંઠના ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ આશા શર્માને પ્રોડક્ટિવિટી અને એમ્પ્લોયમેન્ટ પરની ટાસ્ક ફોર્સ ચલાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે, આ નિયુક્તિ ગેમિંગ કંપનીમાં તાજેતરમાં જ કરાયેલી મોટી છટણી (નચઅર્કકજ) ના થોડા દિવસો બાદ થઈ છે. ભારતમાં જન્મેલા અને યુએસમાં ઉછરેલા આશા શર્મા પાસે મેટા (layoffs), ઇ-કોમર્સ પ્લેટફોર્મ કુપાંગ (Coupang), ગ્રોસરી ડિલિવરી કંપની ઇન્સ્ટાકાર્ટ (Instacart) અને હોમ ઇમ્પ્રૂવમેન્ટ રિટેલર ધ હોમ ડેપો (The Home Depot) જેવી મોટી ટેક અને કોર્પોરેટ કંપનીઓનો બહોળો અનુભવ છે. આ પેનલમાં તેમની સાથે ઇન્વેસ્ટમેન્ટ ફર્મ એન્ડ્રીસન હોરોવિટ્ઝના સહ-સ્થાપક માર્ક એન્ડ્રીસન અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ચાર્લ્સ 'ચેડ' જોન્સ સહ-અધ્યક્ષ તરીકે કામ કરશે.




