Editorial

દુકાળના ડાકલાં મહારાષ્ટ્રને સંભળાયા, ગુજરાતને નહીં...

By GS Team
11 Oct 20265 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રએ તેના 358માંથી 265 તાલુકાઓમાં દુકાળ જાહેર કર્યો છે, જ્યારે ગુજરાત હજુ દ્વિધામાં છે. મહારાષ્ટ્રે 10% પાણી કાપની પણ જાહેરાત કરી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની અછત છે, છતાં સરકાર સત્તાના મદમાં છે. આગામી દિવસોમાં ગુજરાતમાં સખત વરસાદની આગાહી છે, પરંતુ દુકાળનો સામનો કરવા પણ તૈયાર રહેવું પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુકાળના ડાકલાં મહારાષ્ટ્રને સંભળાયા, ગુજરાતને નહીં...

મહારાષ્ટ્રએ ૩૫૮માંથી૨૬૫ તાલુકાઓમાં દુકાળ જાહેર કરી દીધો છે જ્યારે ગુજરાત હજુ દુકાળ જાહેર કરવાની દ્વિધા અનુભવી રહ્યો છે. મહારાષ્ટ્રએ ૧૦ ટકા પાણી કાપની પણ જાહેરાત કરી છે. ગુજરાતના વિપક્ષોએ દુકાળગ્રસ્ત વિસ્તારોની યાદી આપી હોવા છતાં ગુજરાત સરકાર સત્તાના મદમાં ફર્યા કરે છે. ગજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની અછત છે. ગુજરાતમાં આગામી દિવસોમાં સખત વરસાદની આગાહી કરાઇ છે. વરસાદ પડે તો તે સારી વાત છે પરંતુ દુકાળનો સામનો કરવા પણ તૈયાર રહેવું પડશે.
ભારતનો દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો વરસાદ લાંબા ગાળાની સરેરાશ કરતાં ૧૩ ટકા ઓછો નોંધાયો છે. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ, જ્યારે દેશવ્યાપી ચોમાસાના વરસાદની ખાધ આશરે ૧૨ ટકા જેટલી હતી, ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે 'રાષ્ટ્રીય સ્તરે કોઈ મોટું સંકટ નથી', જોકે તેમણે કેટલાક પ્રદેશોમાં સમસ્યાઓ હોવાનો સ્વીકાર કર્યો હતો.
પરંતુ કેટલાંક રાજ્યોમાં, જમીની પરિસ્થિતિ વધુ ગંભીર રહી છે, જ્યાં લાંબા સમય સુધી શુષ્ક હવામાન (ગિઅ જૅીનનજ), જમીનમાં ભેજનું ઘટતું પ્રમાણ અને પાકના નુકસાનને કારણે ઓગસ્ટના અંતથી જ વિધિવત રીતે દુષ્કાળની જાહેરાતો કરવાની ફરજ પડી છે.આ વર્ષે રાષ્ટ્રીય સ્તરે વરસાદની ખાધ ભારતના કેટલાક મુખ્ય દુષ્કાળના વર્ષો કરતાં ઓછી છે ઃ ૧૯૮૭ અને ૨૦૦૨ બંને વર્ષોમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં ૧૯ ટકા ઓછો રહ્યો હતો. છતાં, સમગ્ર ભારતમાં આશરે ૧૩ ટકાની ખાધ હોવા છતાં આ વર્ષે કેટલાંક રાજ્યોના વિસ્તારોમાં ગંભીર દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ છે.
આ અઠવાડિયા સુધીમાં, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગજરાતના કેટલાક ભાગો, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના ભાગોમાં દુષ્કાળની પરિસ્થિતિ જોવા મળે છે. લોકોના મનમાં એવા સવાલ ઉઠે છે કે પાણી સંચય, ઇરીગેશન, તળાવો ઉંડા કરવા વગેરે પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે છતાં દુકાળનો સામનો શા માટે કરી શકાતો નથી. વોટરશેડ વિકાસ અને દુષ્કાળ-પ્રતિકારકતા (ગર્િેયરા-ૅર્ર્કિૈહય)માં દાયકાઓના રોકાણ છતાં દેશના મોટા ભાગો વરસાદની અછત સામે કાગારોળ મચી જાય છે.
ઘણા ખેડૂત પરિવારો માટે, ખેતીના ઊંચા ખર્ચના એક સીઝન પછી, દુષ્કાળનું પરિણામ પાકની નિષ્ફળતા, આવકની ખોટ અને વધતા દેવામાં પરિણમ્યું છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં, ઘાસચારાની અછતને કારણે ખેડૂતોને તેમના પશુઓને વેચવાની ફરજ પડી રહી છે, જ્યારે પાણીની ઘટતી ઉપલબ્ધતા પશુધન અને ઘરગથ્થુ જરૂરિયાતો બંને પર દબાણ વધારી રહી છે.
અત્યાર સુધીમાં ત્રણ રાજ્યોએ વિધિવત રીતે દુષ્કાળ જાહેર કર્યો છે, અને ત્રણેય રાજ્યોએ તાલુકા અથવા મંડળ સ્તરે આ જાહેરાત કરી છે.
કર્ણાટક સૌથી પહેલું રાજ્ય હતું. ૨૭ ઓગસ્ટે તેણે ખરીફ સીઝન માટે ૧૦૧ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા, જેમાં ૮૯ ગંભીર અને ૧૨ મધ્યમ કક્ષાના હતા. ત્યારબાદ તેણે તબક્કાવાર રીતે વધુ તાલુકા ઉમેર્યા, જે ૨૨ સપ્ટેમ્બર સુધીમાં ૧૭૭ અને ૨ ઓક્ટોબર સુધીમાં તેના ૨૪૦માંથી ૨૧૭ તાલુકા સુધી પહોંચી ગયા. નુકસાનનું આકલન કરવા માટે કેન્દ્ર સરકારની એક ટીમ રાજ્યમાં પહોંચી ગઇ છે.
મહારાષ્ટ્ર એ વર્ષોના સૌથી શુષ્ક ચોમાસા પછી ૨૫ સપ્ટેમ્બરે રાજ્યના ૩૫૮માંથી ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો હતો. ચોમાસાની અછતને કારણે ખેતરોમાં ઊભો પાક સુકાઇ ગયો હતો અને ખેડૂતો નુકસાનની સ્થિતિનો સામનો કરી રહ્યા હતા. જિલ્લા કલેક્ટરોને પાકના નુકસાનનું તાત્કાલિક ફિલ્ડ એસેસમેન્ટ શરૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે, જેમાં પંચનામા, સર્વેક્ષણ કરેલા વિસ્તારોમાં પાકની સ્થિતિ દર્શાવતા ફોટોગ્રાફ્સ અને ય્ઁજી-ટેગ કરેલા રેકોર્ડ્સ સામેલ છે અને તેનો અહેવાલ સરકારને સબમિટ કરવાના હોય છે
આંધ્રપ્રદેશ દુષ્કાળ જાહેર કરનાર ત્રીજું રાજ્ય બન્યું છે. ૨ ઓક્ટોબરે, રાજ્ય સરકારે ૨૦૨૬ની ખરીફ સીઝન માટે ૨૮માંથી ૨૧ જિલ્લાઓમાં ૩૮૮ મંડળોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો ઓર્ડર બહાર પાડયો હતો, જેમાં ૨૮૩ને ગંભીર રીતે અસરગ્રસ્ત અને ૧૦૫ને મધ્યમ રીતે અસરગ્રસ્ત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.વધુ રાજ્યો હવે મૂલ્યાંકન કરી રહ્યા છે કે તેમના પ્રદેશોના ભાગો વિધિવત દુષ્કાળની જાહેરાતના માપદંડો હેઠળ આવે છે કે નહીં તેની ચકાસણી ચાલે છે.
અહેવાલો અનુસાર, તેલંગાણામાં સરકારે દુષ્કાળગ્રસ્ત મંડળોની ઓળખ કરવાનું અને પાકના નુકસાનનું ફિલ્ડ-લેવલનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરી દીધું છે. સમગ્ર રાજ્યમાં ચોમાસાના વરસાદમાં આશરે ૧૮ ટકાની ખાધ નોંધાઈ હોવા છતાં આ પગલું લેવાઈ રહ્યું છે, જે ફરી એકવાર મોસમી સરેરાશમાં છુપાયેલી મોટી પ્રાદેશિક અસર દર્શાવે છે.
રાજસ્થાન, જ્યાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં આશરે ૨૨ ટકા ઓછું પૂરું થયું હતું, તે પણ પાકના નુકસાન અને અછતની સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં ગ્રાઉન્ડ સર્વે કરી રહ્યા હતા.
દુષ્કાળની જાહેરાત કેવી રીતે થાય છે?
માત્ર નબળા કે અપૂર્ણ ચોમાસાનો અર્થ આપમેળે દુષ્કાળની જાહેરાત થતો નથી. કેન્દ્ર સરકારના 'ડ્રાઉટ મેન્યુઅલ' હેઠળ, વિધિવત રીતે દુષ્કાળ જાહેર કરવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ગ્રાઉન્ડ વેરીફિકેશન કરતા પહેલા તેમણે વરસાદ, શુષ્ક સમયગાળો (ગિઅ જૅીનનજ), પાકની સ્થિતિ, વનસ્પતિ, જમીનનો ભેજ અને જળવિજ્ઞાાન (રઅગર્ર્નિયૈબચન) સૂચકાંકોના સંયોજનનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.
ખરીફ સીઝન માટે સામાન્ય રીતે ૩૧ ઓક્ટોબર સુધીમાં દુષ્કાળ જાહેર કરવો જરૂરી હોય છે, જ્યારે રવિ દુષ્કાળ માટેની સમયમર્યાદા ૩૧ માર્ચ છે.
આંધ્રપ્રદેશ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવાયું છે કે રાજ્ય સરકારે પ્રવર્તમાન અલ નીનો (ઈન શૈર્હ્મ) પરિસ્થિતિઓ વચ્ચે જૂન અને ઓગસ્ટ વચ્ચે ૫૩.૪ ટકા વરસાદની ખાધ નોંધાવ્યા બાદ ૩૧ ઓક્ટોબરની સમયમર્યાદા પહેલા વહેલી જાહેરાત કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. ૧ જૂનથી ૩૧ ઓગસ્ટ વચ્ચે, રાજ્યમાં સામાન્ય ૪૨૪.૩ મિમી સામે સરેરાશ ૧૯૭.૬ મિમી વરસાદ થયો હતો.
દરમિયાન, કર્ણાટકમાં જૂન અને સપ્ટેમ્બર વચ્ચે ૩૫ ટકા વરસાદની ખાધ નોંધાઈ હતી, જે ૫૫ વર્ષમાં તેનું સૌથી ખરાબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હતું. મહારાષ્ટ્રમાં આ સીઝન સામાન્ય કરતાં આશરે ૧૯ ટકા નીચે પૂરી થઈ હતી, પરંતુ મરાઠવાડા પ્રદેશમાં સામાન્ય કરતાં આશરે ૪૦ ટકા ઓછો વરસાદ થયો હતો, જ્યારે સોલાપુર અને બીડ જેવા જિલ્લાઓમાં અનુક્રમે આશરે ૫૮ ટકા અને ૫૧ ટકાની ખાધ નોંધાઈ હતી.તેલંગાણામાં ચોમાસું સામાન્ય કરતાં ૧૭ ટકા ઓછું પૂરું થયું અને રાજસ્થાનમાં સીઝન દરમિયાન ૨૨ ટકાની ખાધ નોંધાઈ.
આ વર્ષે ૧૩ ટકાની દેશવ્યાપી ચોમાસાની ખાધ ભારતના સૌથી ગંભીર દુષ્કાળના વર્ષો કરતાં ઓછી છે, જોકે તે અન્ય વર્ષોથી બહુ દૂર નથી જેમને દુકાળના વર્ષો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. ૧૯૮૭ અને ૨૦૦૨માં, જે બે સૌથી ખરાબ દુષ્કાળના વર્ષો હતા, જૂન-સપ્ટેમ્બર વરસાદની ખાધ ૧૯ ટકા હતી, જ્યારે ૨૦૧૫માં તે ૧૪ ટકા હતી.
૨૦૨૬માં, ચોમાસાની શરૂઆત જૂનમાં ૪૦ ટકાની તીવ્ર વરસાદી ખાધ સાથે થઈ હતી. જુલાઈમાં કામચલાઉ સુધારો જોવા મળ્યો હતો, જેમાં સમગ્ર ભારતમાં વરસાદ સામાન્ય કરતાં ૧ ટકા વધુ હતો, જોકે જૂન-જુલાઈની કુલ ખાધ હજુ પણ ૧૩ ટકા હતી.