કોઈ મહેમાનગતી કરે અને કોઈને ત્યાંથી મહેમાન-ગતિ કરે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બખડજંતર-નટખટ નાગર
- આ કૂતરાના ફેસ તો જુઓ સાવ અજાણ્યા લાગે છે, ફેસ-બુક ઉપર પણ જોયા નથી. એટલે બાજુની શેરીના શ્વાન આપણી શેરીમાં મહેમાન બની આવે ત્યારે કેવી રીતે ઓળખે? એટલે પછી ભસે જ ને?
'લાભુ, આપણે કોઈને સવાલ પૂછીએ અને એણે વાલ ખાતા હોય તો એવી વાઈડાઈમાં જવાબ આપેને કે આપણી બોલતી જ બંધ કરી દે હો!'
'ભાઈસાબ, જરા મને કહો તો ખરા કે તમે કોને અને શું સ-વાલ પૂછેલો કે તમને વાલ વાઈડા પડયા હોય એવો જવાબ મળ્યો?'
'લાભુ, આવતા અઠવાડિયે રાજકોટ જવાનો છું, એટલે જૂના સંબંધી અને વાયડા નાગર મનુ માંકડ સાહેબને ફોન કરીને પૂછ્યું કે રાજકોટ આવવાનો છું તો ઉતરવાનું ક્યા? તો માંકડે શું જવાબ આપ્યો, ખબર છે? એમણે કહ્યું કે રાજકોટ આવો ત્યારે ઉતરવાનું તો જંકશન પર જ હોયને?'
'હા-હા-હા… નાગરબંધુએ જડબાતોડ જવાબ આપ્યો હો? તમે રાજકોટમાં ક્યાં ્ઊતરવાનું એટલે ક્યાં રહેવાનું એ સેન્સમાં સવાલ કર્યો અ ને નાગરબંધુએ જવાબ આપ્યો કે ઉતરવાનું તો રાજકોટ જંકશન પર જ હોયને?'
'લાભુ, આ વાઈડાઈમાં આપેલા જવાબથી જ એ સંબંધી મારી નજરમાંથી ઉતરી ગયા બોલ!'
'ઉતરી જ જાયને? આપણી કાઠિયાવાડની અતિથિ સત્કારની ભાવના કેવી ઊંચી છે કે લોકગીતોમાં પણ ગવાય છે કે 'આવ્યા છો તમે ઉતારા કરતા જાવ…આવ્યા છો તમ ે ભોજન કરતા જાવ…'
'લાભુ, એક જમાનો હતો કે મહેમાન ઓચિંતા આવી ચડે. આવવાની તિથિ નક્કી ન હોય છતાં અ-તિથિની સરભરા થાય, ઉતારાની વ્યવસ્થા થાય અને મન ભરાઈ જાય એવી મહેમાનગતી થાય. આજે નવા જમાનામાં ક્યાં આવી મહેમાનગતી થાય છે?'
'અરે ભાઈ અતિથિ-સત્કાર કે મહેમાનગતીની ક્યાં વાત કરવી? આજના જમાનામાં તો આવી પડેલા મહેમાન ક્યારે 'ગતિ' કરે છે એની જ રાહ જોઈને યજમાન બેઠા હોય છે.'
'તમારી વાત સાંભળીને થાય કે મહેમાનન ે માન ન આપી શકે એવા લોકોના મનમાં એક જ કહેવત ધુમરાતી હોય છે કે, મહેમાન અને માછલાં ત્રણ દિવસમાં ગંધાયા વિના રહે જ નહીં'
'લાભુ, ંમને તો આવાં મહેમાનગતીથી મોં ફેરવી લેતા માણસોને જોઉં ત્યારે એક દુહો યાદ આવે છે-
મે'માનુંને માન
દલથી દીધાં નહીં,
એ માણહ નહીં પણ મસાણ
સાચું સોરઠિયો ભણે.'
'અરે ભાઈ, મેં તો પૈસેટકે સધ્ધર એવાં કંઈક પ્રસિદ્ધિ-પુરુષોત્તમો જોયા છે જે ઘરે મહેમાન આવે એની પાછળ ખર્ચ કરવામાં જરાય ન ઘસાય, અને પોતે સમાજમાં વાહવાહી મેળવવા માટે સમારંભોમાં સામેથી પૈસા આપી મુખ્ય મહેમાન તરીકે સ્ટેજ ઉપર મોટા ભા થઈને બેસે છે.'
'લાભુ, સામેથી પૈસા આપીને જે મુખ્ય મહેમાન બને એને ઈંગ્લિશમાં શ ું કહેવાય ખબર છે? પેઈંગ-ગેસ્ટ. બીજું, આવી સસ્તી મનોવૃત્તિવાળા હોય એને ચીફ-ગેસ્ટને બદલે શું કહેવાય ખબર છે? ચીપ-ગેસ્ટ.'
'ગઈકાલે રાત્રે ભારે થઈ હો! હું અને લીલા વીક-એન્ડમાં નાઈટ-શોમાં પિકચર જોઈને આવતા હતા ત્યારે કોઈ દિવસ ન બને એવું બન્યું પાંચ-છ કૂતરા ભસવા માંડયા. કારણ ન સમજાયું એટલે લીલાને પૂછ્યું કેમ આમ કેમ થયું?'
'લાભુ, લીલાએ શું કારણ આપ્યું એ કહે તો ખરો?'
'લીલાએ કહ્યું કે આ કૂતરાના ફેસ તો જુઓ સાવ અજાણ્યા લાગે છે, ફેસ-બુક ઉપર પણ જોયા નથી. એટલે બાજુની શેરીના શ્વાન આપણી શેરીમાં મહેમાન બની આવે ત્યારે કેવી રીતે ઓળખે? એટલે પછી ભસે જ ને?'
'વાહ લાભુ, આ તો માન ન માન મેં તેરા મહેમાન. બાજુની શેરીના શ્વાન બને મહેમાન અને પછી ભસી ભસીને બહેરા કરે કાન, આવાં મહેમાનથી કેમ છોડાવવી જાન?'
ફન કી બાત
મચ્છરોથી બચવા પેસ્ટ કન્ટ્રોલ
મહેમાનોથી બચવા ગેસ્ટ કન્ટ્રોલ.
જૂની કહેવતઃ મેહ અને મે'માન ક્યાં સુધી?
નવી કહેવતઃ નેહ (સ્નેહ) અને માન ક્યાં સુધી.
ઘણાંના ભાગ્યમાં મહેમાન માથાના મળતા હોય છે. એટલે મહેમાન માઠા નહીં પણ સારા મળે એવી શુભકામના વ્યક્ત કરવા બેસ્ટ ઓફ લકને બદલે શું કહેવાય ખબર છે? ગેસ્ટ ઓફ લક.
માન ન માન
મેં તેરા મહેમાન
જહાં મહેમાન કો મિલે માન
બઢતી હૈ ઉસ ઘર કી શાન.
પેટમાં ગેસ ટ્રબલ
ઘરમાં ગેસ્ટ ટ્રબલ.
અમુક મતલબી મહેમાન આવી ચડે ત્યારે મન દાઝે બળે છે. ટૂંકમાં આવાં મહેમાનોના આગમનથી આગ-મન થાય છે.
માથે પડેલા મહેમાન
એને આપો નહીં માન-પાન
યાતના આપે એવાં યજમાન
એનાંથી ઝટ છોડાવો જાન.




