Editorial

અવતરણ - પ્રીતિ શાહ

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આઝાદીને રાજકીય નહીં, ગરીબી-અસમાનતાથી મુક્તિ ગણાવી. યોગી આદિત્યનાથે 140 કરોડ ભારતીયોના યોગદાન પર ભાર મૂક્યો. પૂર્વ જજ ઢીંગરાએ ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચારને સુધારવા સૂચવ્યું. મોહન ભાગવતે યુવાનોને દેશની તાકાત ગણી. રાજકીય સમીક્ષક નીરજા ચૌધરીએ બંગાળમાં ભાજપના બદલાતા પરિદ્રશ્યની વાત કરી. શંકર મહાદેવને સંગીતમાં નવી સર્જનાત્મકતા પર ભાર મૂક્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

અવતરણ - પ્રીતિ શાહ

ઇતિહાસના પાનામાં આપણી પેઢીઓને પ્રેરણા આપતી સાહસ, સંઘર્ષ અને દ્રઢ સંકલ્પથી ભરેલી અસંખ્ય ગાથાઓ છે. તે યાદ અપાવે છે કે સ્વતંત્રતા અગણિત વીરોના સામૂહિક સંકલ્પથી પ્રાપ્ત થઈ હતી અને તેમનો વારસો આજે પણ ઉત્સાહપ્રેરક છે.

  • સી.પી. રાધાકૃષ્ણન (ભારતના ઉપરાષ્ટ્રપતિ)
    આઝાદીનો અર્થ માત્ર રાજનીતિક આઝાદી નથી, પરંતુ એનો અર્થ છે અરાજકતા, ગરીબી અને અસમાનતામાંથી મુક્તિ. આઝાદીને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે કોઈ એક વ્યક્તિ, જાતિ કે સંપ્રદાય નહીં, પરંતુ ૧૪૦ કરોડ ભારતવાસીઓએ પોતપોતાના ક્ષેત્રમાં સમાનરૂપે યોગદાન આપવું પડશે.
  • યોગી આદિત્યનાથ (ઉ.પ્ર.ના મુખ્યમંત્રી)
    આજના સમયમાં સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલયોના ન્યાયાધીશ પોતાને કાયદાથી પર માનવા લાગ્યા છે. એ જ આ દેશમાં કાયદાના રાજ સાથે થઈ રહેલી સૌથી મોટી મજાક છે. જસ્ટીસ વર્માનું પ્રકરણ ન્યાયપાલિકામાં પહોંચેલા ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. જેને સુધારો કરવા માટે નખથી શિખ સુધી સુધારાની જરૂર છે.
  • એન.એન. ઢીંગરા (દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ)
    યુવાનો દેશની તાકાત છે. એમણે એ સમજવું પડશે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ચીન જેવાં દેશો કરતાં ભારત અલગ છે. ભારતના વિકાસ અને પ્રગતિના માપદંડ જાતે નક્કી કરીને સાહસ સાથે પડકારોનો સામનો કરવો પડશે. ભારતની જવાબદારી છે કે તે પોતાની દ્રષ્ટિથી દુનિયાને ભવિષ્યનો માર્ગ દર્શાવે અને સંતુલન હાંસલ કરવામાં મદદ કરે.
  • મોહન ભાગવત (સંઘના પ્રમુખ)
    બંગાળમાં મોટી સફળતા અને અસંખ્ય પ્રાદેશિક પક્ષોમાં ભંગાણને કારણે જે પરિદ્રશ્ય ભાજપની તરફેણમાં જતું દેખાતું હતું તેમાં હવે કોકરોચ આંદોલન પછી નવો વળાંક આવતો દેખાઈ રહ્યો છે. જોકે આગામી ચૂંટણીઓ કે ભારતીય રાજકારણ પર શું અસર પડશે તે કહેવું હજી ઘણું વહેલું ગણાશે.
  • નીરજા ચૌધરી (રાજકીય સમીક્ષક)
    પદ જેટલું ઊંચું તેટલી જવાબદારી વધુ. અમલદારો વહીવટ ચલાવે છે અને મંત્રીઓ નેતૃત્વ કરે છે તેમજ રાજકીય જવાબદારી સ્વીકારે છે. વ્યવસ્થા નિષ્ફળ જાય તો કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરવા અને તપાસ સમિતિની રચના કરવી એ પૂરતું નથી. લોકશાહીમાં સત્તા અને જવાબદારી અલગ ન હોઈ શકે.
  • પવન કે વર્મા (લેખ અને રાજદ્વારી)
    અત્યારે ફિલ્મ સંગીતમાં અમુક અંશે સર્જનાત્મકતા ઓછી થઈ રહી છે, મ્યુઝિક ડિરેક્ટરો તો જૂની ફિલ્મના મીઠા-મધુરાં અને રિધમવાળા ગીતોનો ઉપયોગ કરી રહ્યા છે. હું ઈચ્છું છું કે નવી પેઢીના સંગીત નિર્દેશકો તેમની પ્રતિભાથી નવું મજેદાર સર્જન કરે.
  • શંકર મહાદેવન (ગાયક અને સંગીતકાર)
    જ્યારે અન્ય પ્રત્યે તમારો વ્યવહાર સ્નેહપૂર્ણ, સન્માનજનક અને મૈત્રીપૂર્ણ હોય તો સામેની વ્યક્તિનો વ્યવહાર પણ તેવો જ રહે છે. આત્મકેન્દ્રિત રહેવું, અન્યની પરવા ન કરવી અને મૈત્રીપૂર્ણ માહોલની ઉમ્મીદ કરવી બિલકુલ તર્કહીન છે.
  • દલાઈ લામા (બૌધ્ધધર્મના ગુરૂ)