Editorial

લાફ્ટર કોર્નર

By GS Team
20 Aug 20261 min read
TukuTouch Logo
પિતાએ બબલુના ઓછા માર્ક્સ વિશે પૂછતાં, તેણે ભલા માણસોને સહન કરવું પડતું હોવાનું જણાવ્યું. શાળા સ્વચ્છ રાખવા માટે મોન્ટુએ બધા રજા રાખવાનું સૂચવ્યું. શિક્ષકે વિદ્યાર્થીઓને કોપી કરતાં પકડાઈ ન જવાય તેવી આશા વ્યક્ત કરી. ચિન્ટુએ પિન્ટુને મોબાઈલ પર ચાલતાં ચાલતાં વાત કરવાનું કારણ પૂછતાં, પિન્ટુએ તેને 'મોબાઈલ' ફોન હોવાથી ફરતાં ફરતાં વાત કરવી પડતી હોવાનું કહ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

લાફ્ટર કોર્નર

પિતાજી : બબલુ તારા માર્કસ હંમેશા ઓછા આવે છે. રિઝલ્ટ કાયમ ખરાબ આવે છે. આવું કેમ ? તું બરાબર ભણતો નથી ?
બબલુ : પપ્પા, હું તો સરસ ભણું છું. પણ સીધા અને ભલા લોકોને કાયમ સહન કરવું પડે છે !
*
શિક્ષક : આપણે શું કરીએ તો શાળા નીટ એન્ડ ક્લીન રહે ? તમારા સૂચનો આપો.
મોન્ટુ : બધા રજા રાખીએ તો !
*
શિક્ષક : મારા વહાલા વિદ્યાર્થીઓ, હું આશા રાખું કે પરીક્ષામાં કૉપી કરતા ઝડપાવામાં તમારો વારો ક્યારેય ના આવે.
વિદ્યાર્થી : હા સર, અમે પણ એ જ ઇચ્છીએ છીએ કે અમે ક્યારેય કોપી કરતા ના ઝડપાઈએ !
*
ચિન્ટુ : પીન્ટુ, તું હમેશાં મોબાઇલ ફોન પર વાત કરતી વખતે ચાલવા કેમ માંડે છે ?
પીન્ટુ : અરે એનું નામ જ મોબાઇલ ફોન છે. બેઠા બેઠા વાત ના થાય ને !