Editorial

વિશ્વયુદ્ધના જટિલ આટાપાટાને ઓળખો

By GS Team
14 Oct 20264 mins read
TukuTouch Logo
ચીનના જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને તાઇવાનથી દૂર રહેવા સ્પષ્ટ કહ્યું. તાઇવાન પર ચીનનો કબજો જાપાન, ફિલિપાઇન્સ, વિયેતનામ, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પર ડ્રેગનનો પંજો ફેલાવશે. આ ઘટના મધ્યપૂર્વથી દૂર પૂર્વ સુધી ત્રીજા વિશ્વયુદ્ધના અંગારા ભડકાવી શકે છે. ટ્રમ્પનું વલણ અમેરિકામાં પણ વિરોધનો સામનો કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વયુદ્ધના જટિલ આટાપાટાને ઓળખો
  • ભારેલા અગ્નિ નીચે ત્રીજા વિશ્વયુદ્ધના અંગારા જલી રહ્યા છે. બસ, એક ફૂંકની વાર છે અંગારા પરની રાખ ઊડીને આગ પ્રગટવામાં.
  • જિનપીંગે ટ્રમ્પને રોકડું પરખાવી દીધું કે 'તાઇવાનથી દૂર રહેજો.'તાઇવાન જો ચીન લઇ લે તો જાપાન
  • ફિલિપાઇન્સ,વિયેતનામ,ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પર પણ ડ્રેગનનો પંજો તોળાઇ રહે.

તા. ૧૧-૧૧-૧૯૧૮ના દિને વાર્સાઇલ્સમાં શાંતિ કરારો થયા. સૌ કોઈ માનતા હતા કે હવે વિશ્વ શાંતિ ફેલાઇ જશે. ફ્રાંસના જનરલ ફોશે કહ્યું : ધીસ ઇઝ નો પીસ જસ્ટ એ ટ્રુસ. બી પ્રીર્પેડ ફોર ધી સેકન્ડ વર્લ્ડ વૉર (આ શાંતિ નથી માત્ર યુદ્ધ વિરામ છે. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે તૈયાર રહો) ઇતિહાસકારો કહે છે નો વ્હેર ઇન ધિસ વર્લ્ડ ધી વર્ડઝ પ્રૂવ્ડ સો પ્રોફેટિક (અનફોર્ચ્યુનેટલી)
તે વિધાનોને પૂરાં વીસ વર્ષ પણ થયાં ન હતાં. ત્યાં પૃથ્વી પર શયનતાનના અવતાર સમાન એડોલ્ફ હીટલરે ૧લી. સપ્ટે. ૧૯૩૯ના દિને પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું. દ્વિતિય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. આખરે, હીરોશિમા અને નાગાસાકી ઉપર પડેલા એટમ બોમ્બો પછી બીજું વિશ્વયુદ્ધ પૂરૃં થયું. જાપાને ૧૧ ઑગસ્ટના દિને અમેરિકી યુદ્ધ જહાજ મીસીસીપી ઉપર શરણાગતિ સ્વીકારી.
આ સાથે વિશ્વમાં બે મહાસત્તાઓ ઉભી થઇ : એક સંપૂર્ણ લોકશાહી તંત્ર ધરાવતું અમેરિકા અને બીજું જોસેફ જુગાશવીલી (સ્ટાલીન)નાં લોખંડી શાસન નીચેનું યુ.એસ.એસ.આર.
સ્ટાલીને પૂર્વ જર્મનીથી શરૂ કરી છેક એડ્રિયાટિક સીનાં શિર્ષ સુધીના વિસ્તારોમાં સામ્યવાદી શાસન (તેના હુક્મ પ્રમાણે ચાલે તેવું) સ્થાપ્યું. વિન્સેન્ટ ચર્ચિલે તેને આયર્ન કર્ટન તેવું નામ આપ્યું. વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું. પૂર્વ અને પશ્ચિમની સત્તાઓ વચ્ચે.
મધ્ય એશિયાના બોરોદ્દીને તે સમયનાં ક્વોમિંગ્ટન શાસન નીચેનાં ચીનમાં સામ્યવાદ ફેલાવ્યો. ઓક્ટો. ૧૧૯૪ના દિને માઓ ત્સે તુંગનાં નેતૃત્વ નીચે બૈજિંગમાં સામ્યવાદી સરકાર રચાઈ. તે સમયની ડૉ. સોન યાત સેન અને ચ્યાંગકાઈશેકનાં નેતૃત્વ નીચેના ક્વોમિંગ ટાંગ પાર્ટીના સભ્યો તે સમયે ફોર્મોસા કહેવાનાં તાઈવાન પહોંચી ગયા.


પૃથ્વી ઉપર ૪ મુખ્ય વૉર થીએટર્સ છે. (૧) સેન્ટ્રલ એશિયા : કાસ્પીયનથી શરૂ કરી એલ્તાઇશાન, અને ઉરલ પર્વતની દક્ષિણેથી હિન્દુ કુશ સુધીનો પ્રદેશ પુરા પ્રાચીન અને પ્રાચીન યુગમાં અહીં આર્યો અને પછી તેમની જ શાખા શકોનું પ્રભુત્વ હતું. તેઓ વિશ્વમાં મહાસત્તા બની રહ્યા : પછી તૂર્કો ત્યાં આવ્યા તેઓ મહાસત્તા બની રહ્યા.
(૨) ભૂમધ્ય- સમુદ્ર ઃ અહીં ઇ.સ. પૂર્વેથી રોમ અને કાર્થે જ વચ્ચે સત્તા સંઘર્ષ ચાલ્યો, તેમાં મહાન હનીબાબની સાથે છળકપટ કરી સ્કીપીયોએ રોમન સત્તા જમાવી ભૂમધ્ય સમુદ્ર રોમનો માટે સ્વીમીંગ પુલ બની રહ્યો.
(૩) એટલાંટિક ઃ પ્રથમ વિશ્વયુદ્ધથી યુ.એસ. અહીં પ્રબળ બન્યું. એટલાંટિક મહાસાગર ઉપર તેની પ્રભુસત્તા છવાઈ રહ્યું.
(૪) પેસિફિક ઃ અહીં જાપનની શરણાગતિ પછી અમેરિકાનું વર્ચસ્વ છવાઈ રહ્યું.
મધ્ય પૂર્વ આ બધી રણભૂમિનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે સીરીયાથી શરૂ કરી દક્ષિણે સીનાઇ પેનિશ્યુલા અને પૂર્વે ઇરાનને મધ્યપૂર્વથી જુદું પાડતી ઝાગોર્સ પર્વતમાળા અને દક્ષિણે કુવૈત સુધીનો પ્રદેશ; ઉત્તર પૂર્વે કૉકેસસ ગીરીમાળા અને ઝાગોર્સ ગિરિમાળા તથા પશ્ચિમે ભૂમધ્ય સમુદ્રને જોડતું 'શીલ્ડ' છેક બેબિલોનના હેમુરાબી અને નેબુશેડનેઝારના સમયથી વિશ્વ ઇતિહાસનું મહત્ત્વ પ્રકરણ બની રહ્યો છે. તે પછી આરબ અને તૂર્ક વસ્ચસ્વ ત્યાં આવતાં આરબો અને તૂર્કો વૈશ્વિક મહાસત્તાઓ બની રહ્યા તે પૂર્વે ઇસુ પૂર્વેની ત્રીજી સદીથી, ઇરાનનું ત્યાં વર્ચસ્વ હતું.
આપણે ૨૫૦૦ વર્ષ જેટલા આગળ જઇએ તો ત્યાં અત્યારે અમેરિકા ઇરાન સંઘર્ષ ચાલે છે. તે ચરમ સીમાએ પહોંચતો જાય છે.
ફ્રેડીક ફોન હેગલે એક સિદ્ધાંત આપ્યો છે. ધેર ઇમર્જીસ એ થીસીસ, અગેન્સ્ટ વીચ ધેર ઇમર્જીસ અને એન્ટી થીસીસ ધેન એ સીન્થેસીસ ઇઝ ફોર્મ્ડ (એક સિદ્ધાંત સ્થપાય છે. તે સામે બીજો સિદ્ધાંત જાગે છે. છેવટે બંનેનું સંમિલન થાય છે.) હેગલના જ શિષ્ય કાર્લમાર્ક્સ કહ્યું ધેર કેન નોટ બી એ સીન્થેસીસ (સમન્વય સાધી શકાતો જ નથી - થીસીસ એન્ટીથીસીસ વચ્ચે).
બસ આ જ વાત અમેરિકા અને ચાયના વચ્ચે રહેલી છે. ટ્રમ્પ ચાયના ગયા ત્યારે તેમને ઠંડો આવકાર અપાયો, પરંતુ શી-જિનપિંગ અમેરિકા ગયા ત્યારે જાણે કે સ્વર્ગમાંથી ઇન્દ્ર ઉતરી આવ્યા હોય તેવી તેમની આરતી ઉતારાઈ. છતાં શી એ કહી દીધું : 'તાઈવાનથી દૂર રહેજો.'
યુક્રેન અને મધ્યપૂર્વમાં છાતી કાઢી ફરતા ટ્રમ્પે નીચીનજરે કહી દીધું ભલે આપ કહો છો તેમ થશે.
આ સાથે પૂર્વમાં હડકંપ મચી ગયો. તાઈવાન જો શી લઇ લે જે માઓ કરી શક્યા નહીં તો શીનું કદ માઓથી વધી જાય. તે તો ચીનની અંદરની વાત થઇ. પરંતુ સમગ્ર પૂર્વ પેસિફિક ઉપર ખતરો ઉભો થાય. તાઈવાન ઉપરાંત જાપાન, ફીલીપાઈન્સ વિયેતનામ, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પર પણ ડ્રેગનનો પંજો તોળાઈ રહે. ટ્રમ્પનાં આ વલણનો તે દેશો તો વિરોધ કરે જ પરંતુ અમેરિકા ઉત્તર અને દક્ષિણ બંને ભયમાં મુકાઈ જાય. ખુદ અમેરિકામાં પણ ટ્રમ્પ જેઓ મેઇક અમેરિકા ગ્રેટ અગેઇન (મેગા)ની વાતો કરે છે, તેમની સામે અમેરિકનો પણ વિરોધ કરે છે. પૂછે છે. ક્યાં ગઇ મેગાની વાત ? જો ચીન તાઈવાન લેવા પ્રયત્નો કરે તો છેવટે અમેરિકાને પડવું પડશે. આમ મધ્યપૂર્વથી શરૂ કરી દૂર પૂર્વ સુધી ભારેલો અગ્નિ પડેલો છે. એક ફૂંક સાથે ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઇ શકે.

  • દિનેશ દેસાઈ