Editorial

સુંદર પિચાઇ કહે છે કે રોજ સવારે છાપું હાથમાં લઇ ચાની ચુસ્કી લેતા વાંચું છું

By GS TEAM
23 May 20263 mins read
સુંદર પિચાઇ કહે છે કે  રોજ સવારે છાપું હાથમાં લઇ ચાની ચુસ્કી લેતા વાંચું છું

- ગૂગલના સીઇઓ ડિજીટલના બદલે અખબાર વાંચે છે

- પ્રસંગપટ

- પિચાઇ રોજ હાથમાં છાપું લઇને વાંચતા હોય ત્યારે યુવા વર્ગે સ્ક્રીનટાઈમ ઘટાડીને તેમનું અનુકરણ કરવાની જરૂર

- ગૂગલના સીઈઓ - સુંદર પિચાઈ

ડિજીટલ ટેકનોલોજીનો વ્યાપ વઘતાં લોકો અખબારો વાંચવાના બદલે ઓનલાઇન ઇ પેપર વાંચતા થયા છે એવી માન્યતા જોવા મળે છે. પરંતુ ઇન્ટરનેટ જાયન્ટ  ગુગલના સીઇઓ સુંદર પીચાઇ એ બહુ પેટ છૂટી વાત કરતા કહ્યું છે કે હું બહુ વહેલો ઉઠતો નથી. સાતેક વાગે  ઉઠીને પહેલાં ઇમેલ કે નોટિફીકેશન ચેક કરવાના બદલે શાંતિથી છાપું હાથમાં લઇને વાંચું છું અને ચાની ચુસકી લેતા વાંચું છું. 

કેટલાક સફળ સીઇઓ વહેલા બ્રાહ્મ મૂહર્તમાં ઉઠીને એક્સરસાઇઝ કરીને ઇમેલ ચેક કરે છે, નેટિફીકેશનો ચેક કરે છે. આ રીતે તેમની સવાર દોડધામ વાળી હોય છે. જ્યારે સુંદર પીચાઇની સવાર ગુજરાતી સ્ટાઇલની હોય છે એમ કહી શકાય. ગુગલ અને આલ્ફાબેટ કંપનીના સીઇઓ સુંદર પીચાઇની ગણત્રી સૌથી શાંત અને સૌમ્ય સીઇઓમાં થાય છે.

ગુગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ વર્ષે દહાડે ૩૦૦ અબજ ડોલર જેટલી આવક કરે છે. તેના સીઇઓ સુંદર પીચાઇ ભારતીય છે. જ્યારે સુંદર પીચાઇ એમ કહે કે હું રોજ સવારે ઇન્ટરનેટ પર છાપું વાંચવાના બદલે છાપું હાથમાં પકડીને વાંચું છું અને સાથે ચાની ચૂસ્કી પણ લઉં છું.

લોકો ભલે ડિજીટલ ટેકનોલોજીના રંગે રંગાઇને ઇ પેપર જોતા હોય પરંતુ બહુ મોટો વર્ગ હાથમાં છાપું રાખીને વાંચે છે. જોકે વિશ્વની બીજા નંબરની ઇન્ટરનેટ જાયન્ટ કંપની ગુગલ-આલ્ફાબેટના સીઇઓ સુંદર પીચાઇ રોજ હાથમાં છાપું લઇને વાંચતા હોય ત્યારે યુવા વર્ગે તેમનું અનુકરણ કરવાની જરૂર છે. સુંદરપીચાઇના સોશ્યલ નેટવર્ક પર ૫.૬ મિલીયન જેટલા ફોલોઅર્સ છે.

બહુ વહેલા ઉઠીને કામ કરનારાને  મોર્નિંગ પસર્ન કહે છે. અનેક કંપનીના સીઇઓ પાંચ વાગ્યાનું એલાર્મ મુકીને ઉઠીને દોડધામ વાળી જીંદગી શરૂ કરી દે છે. આ લોકો સવારે જીમમાંકે મોર્નિંગ વોકમાં જઇને પછી લેપટોપ ખોલીને બેસી જાય છે.

સુંદર પીચાઇ દોડધામ વાળા કલ્ચરમાંથી દુર રહેવા પ્રયાસ કરે છે. તેમણે એક મુલાકાતમાં સ્વિકાર્યું હતું કે હું મોર્નિંગ પર્સન નથી. મને શાંત ચિત્તે કામ કરવાનું ગમે છે. સવારે તે મોબાઇલ ફોનથી પણ દુર રહે છે.  પહેલાં હું છાપું વાંચું છું તેના પાના ફેરવીને બજારના હાલચાલ જાણી લીધા પછી સવારનો નાસ્તો કરૃં છું.

તેમણે કહ્યું હતું કે મને નાનપણથીજ  પ્રિન્ટ થયેલું છાપું વાંચવાની ટેવ છે. જેને મેં મારી રોજીંદી લાઇફનો એક ભાગ બનાવી દીધો છે. તે શાકાહારી ભોજનના આગ્રહી છે. અમેરિકામાં તે પહેલાં વોલસ્ટ્રીટ જનરલ વાંચે છે. તે પ્રોટીન યુક્ત આહાર વધુ ખાય છે.

મોટા ભાગના સીઇઓ ડિજીટલ સિસ્ટમ સાથે વણાયેલા હોય છે. કેટલાક તો ન્યૂઝ પેપર વાંચતા પણ નથી હોતા. તો કેટલાક સોશ્યલ નેટવર્ક પર તેમના ક્ષેત્રના સમાચારો વાંચીને સંતોષ વ્યકત કરતા હોય છે. હકીકતે તો કંપનીના સીઇઓમાં લીડરશીપના ગુણો હોવા જોઇએ.  કહે છે કે અખબારો વાંચવાથી લીડરશીપના ગુણો ખીલે છે.

સુંદર પીચાઇએ તો એમ કહ્યું હતું કે સવારે હું વોલસ્ટ્રીટ જનરલ વાંચુ છું અને દિવસ દરમ્યાન ન્યૂયોર્ક ટાઇમ્સ ઓનલાઇન વાંચું છું.

ગલ્લા ટોક સાથે સંકળાયેલા લોકો સોશ્યલ નેટવર્ક પરના પાયા વિનાના સમાચારોની ફરતે ટીકા ટીપ્પણ કર્યા કરતા હોય છે. સોશ્યલ નેટવર્ક પર ફેક ન્યૂઝનો મારો જોવા મળે છે.

સુંદર પિચાઇની વાતમાંથી નવોદીત ઉદ્યોગ સાહસિકોે ઘણું શીખવા જેવું છે. તે માને છે કે દિવસમાં સવારનો ભાગ બહુ દોડધામ વાળો ના રાખો, તે સવારની મિટીંગો ઓછી રાખે છે. તે કહે છેકે ઉઠીને સીધાજ કામે ના વળગો અને ઇમેલ ચેક કરવા જેવી વૃત્તિથી દુર રહો. તેના બદલે સવારનો ભાગ શાંતિથી પસાર કરો.

સુંદર પિચાઇ અન્ય સીઇઓની જેમ સવારે જીમમાં જવાના બદલે જીમ માટે સાંજનો સમય પસંદ કરે છે. સોમવારની સવારે તે આખા અઠવાડિયાનું પ્લાનીંગ કરે છે.

અહીં ઉલ્લેખનીય છે કે સુંદર પિચાઇ જે વોલ સ્ટ્રીટ જનરલ હાથમાં પકડીને અડધો કલાક સુધી વાંચે છે તેની કિમત ચાર ડોલર છે અને રોજ તેના એવરેજ ૭૦ પેજ હોય છે.

ઇન્ટરનેટ જાયન્ટ કંપનીના સીઇઓ સ્ક્રીન પર ડિજીટલ ન્યૂઝ જોવાના બદલે પ્રિન્ટ થયેલા ન્યૂઝનો આગ્રહ રાખે ત્યારે દરેકને આશ્ચર્ય થાય તે સ્વભાવિક છે.