Editorial

2040 સુધીમાં સ્પેસમાં સુપરપાવર બનવાની ભારતની નેમ

By GS Team
28 Aug 20257 mins read
2040 સુધીમાં સ્પેસમાં સુપરપાવર બનવાની ભારતની નેમ

- ગગનયાનનું એરડ્રોપ સફળ રહ્યું, હવે ઈસરોનો ચંદ્રયાન-4 અને 100થી વધુ સેટેલાઈટ લોન્ચિંગનો પ્લાન

- ગગનયાન મિશન ભારતનું પહેલું માનવયુક્ત અંતરિક્ષ મિશન છે. આ મિશનનો ઉદ્દેશ ત્રણ અંતરિક્ષ યાત્રીઓને 400 કિલોમીટર ઉંચાઈએ પૃથ્વીની નીચલી કક્ષામાં મોકલીને ત્રણ દિવસ માટે ભ્રમણ કરાવીને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી ઉપર ઉતારવાનો છે : ગગનયાનને GSLV Mk III રોકેટની મદદથી અંતરિક્ષમાં લઈ જવામાં આવશે. આ રોકેટ ભારતનું સૌથી શક્તિસાળી લોન્ડ વ્હીકલ છે. તે ગગનયાન મોડયુલને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં લઈ જશે અને મુક્ત કરી દેશે : ગગનયાન ત્રણ દિવસ સુધી પૃથ્વીની આસપાસ ચક્કર મારશે અને યાનની અંદર રહેલા સંશોધકો વિવિધ પ્રયોગો કરશે. તેઓ માઈક્રોગ્રેવિટીના સાધનો, જૈવિક પ્રયોગ અને પૃથ્વીના અવલોકનનું કામ કરશે : આગામી 15 વર્ષમાં ભારત દ્વારા સરકારી ટેક્નોલોજી મિશન અને પ્રાઈવેટ સેક્ટર ઓપરેશનલ ફ્લાઈટ સહિત કુલ 100 જેટલા સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે. તે ઉપરાંત ચંદ્રયાન-4, શુક્ર મિશન, ભારતીય સ્પેસ સ્ટેશન તથા સમાનવ ચંદ્ર મિશન પણ પાર પાડવામાં આવશે

ઈસરોએ તાજેતરમાં જ પોતાના અતિમહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગગનયાનનું એરડ્રોપનું પરીક્ષણ સફળ રીતે પૂરું કર્યું હતું. આ ટેસ્ટને ઈન્ટીગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ કહેવામાં આવે છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતે સદીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પાસે આ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાના ચિનુક હેલીકોપ્ટરની મદદથી તેને હવામાં ૪ કિલોમીટર ઉંચાઈએ લઈ જઈને બંગાળની ખાડીમાં છોડવામાં આવ્યું હતું. હવામાંથી જેવું ગગનયાન ડ્રોપ કરાયું કે તેમાં લાગેલા પેરાશૂટ સિસ્ટમની મદદથી તે સુરક્ષિત રીતે દરિયામાં ઉતરી ગયું હતું. જાણકારોના મતે આ સફળ ટેસ્ટિંગ બતાવે છે કે, આગામી સમયમાં જ્યારે ભારત આ યાનને અંતરિક્ષમાં મોકલશે ત્યારે તેનું સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ થઈ શકે. સૂત્રોના મતે હવે ભારત પાસે અંતરિક્ષમાં પોતાના યાત્રીઓને મોકલવાનો, ત્યાં રાખવાનો અને ત્યાંથી સફળતાપૂર્વક પાછા લાવવાનો રસ્તો ખુલી ગયો છે. આ ટેસમાં ક્રૂ મોડયુલના પેરાશૂટ આધારે ડિસેલેરેશન સિસ્ટમની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. તેમાં બે ડ્રોપ પેરાશૂટ અને ત્રણ મુખ્ય પેરાશૂટ જોડાયેલા હતા. આ પેરાશૂટ યાન મોડયુલની ઝડપને ઓછી કરીને તેને દરિયામાં સુરક્ષિત લેન્ડિંગ કરાવવાનું કામ કરે છે. આ પરીક્ષણ ઈસરો, ભારતીય વાયુસેના, ડીઆરડીઓ, ભારતીય નૌસેના અને કોસ્ટગાર્ડ ફોર્સના સંયુક્ત પ્રયાસથી પાર પાડવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગગનયાન મિશન ભારતનું પહેલું માનવયુક્ત અંતરિક્ષ મિશન છે જેને ઈસરો દ્વારા વિકસાવાયું છે. આ મિશનનો ઉદ્દેશ ત્રણ અંતરિક્ષ યાત્રીઓને ૪૦૦ કિલોમીટર ઉંચાઈએ પૃથ્વીની નીચલી કક્ષામાં મોકલીને ત્રણ દિવસ માટે ભ્રમણ કરાવીને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી ઉપર ઉતારવાનો છે. આ મિશન માટેનો એરડ્રોપ ટેસ્ટ મહત્ત્વનો ભાગ છે જેમાં સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગનું પરીક્ષણ થાય તે જરૂરી હતું.

 તાજેતરમાં હેલીકોપ્ટરની મદદથી ક્રૂ મોડયલને જે રીતે દરિયામાં ઉતારવામાં આવ્યું તેવી જ રીતે મિશનના સમયે પણ ઉતારવામાં આવે તેની ખરાઈ કરવાની હતી. ૨૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ પહેલું યુનિફાઈડ એરડ્રોપ ટેસ્ટિંગ કરવામાં આવ્યું. આ મોટી સફળતા છે. અંતરિક્ષયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં ત્રણ દિવસ રહ્યા બાદ નીચે પરત ફરે ત્યારે તેને સુરક્ષિત રીતે અને સોફ્ટ લેન્ડિંગ કરાવવા માટે આ પેરાશૂટ ખૂબ જ જરૂરી છે અને તેના થકી જ અંતરિક્ષ યાનની સેફ્ટી સિસ્ટમની કાર્યક્ષમતા સિદ્ધ થાય છે. 

ગગનયાનને સમજીએ તો તેના બે મોડયુલ બનાવાયેલા છે. એક ક્રૂ મોડયુલ અને બીજું સર્વિસ મોડયુલ. ક્રૂ મોડયુલ એવો ભાગ છે જેમાં ત્રણ અંતરિક્ષયાત્રીઓ સવાર થયેલા હશે. તેમના માટે આ મોડયુલ ત્રણ દિવસ રહી શકાય અને સુરક્ષિત રહી શકાય તે પ્રકારે વિકસાવવામાં આવ્યું છે. તેમાં તેમને તમામ સુવિધાઓ મળી રહેશે. બીજી તરફ સર્વિસ મોડયુલ એવું છે જેમાં પ્રોપલ્શન સિસ્ટમ, ઈલેક્ટ્રિસિટી સપ્લાય અને અન્ય ટેકનિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ જોડેલા હશે. તે એક સપોર્ટ મોડયુલ છે.

ગગનયાનને GSLV Mk III  રોકેટની મદદથી અંતરિક્ષમાં લઈ જવામાં આવશે. આ રોકેટ ભારતનું સૌથી શક્તિસાળી લોન્ડ વ્હીકલ છે. તે ગગનયાન મોડયુલને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં લઈ જશે અને મુક્ત કરી દેશે. બીજી તરફ રોકેટ પરત આવશે નહીં. આ ફરીથી ઉપયોગમાં લેવાય તેવું રોકેટ નથી. તેના વિવિધ પાર્ટ પોતાનું કામ કરીને છુટા પડતા જશે અને નીચે દરિયામાં પડશે અથવા તો પૃથ્વીના વાતાવરણમાં જ ઘર્ષણ દરમિયાન બળીને રાખ થઈ જશે. આમ જોવા જઈએ તો ય્જીન્ફ સ્ં ૈંૈંૈં રોકેટ ફરીથી ઉપયોગમાં ન લઈ શકાય તેવું લોન્ચ વ્હીકલ છે. તે એક એક્લપાન્ડેબલ લોન્ચ વ્હીકલ પણ કહેવાય છે. તેનો અર્થ જ થાય છે કે, એક વખત ઉપયોગમાં લેવાયા બાદ તેનો ફરી ઉપયોગ થતો નથી. તે નષ્ટ થઈ જાય છે અથવા તો સમુદ્રમાં પડી જાય છે. સોલિડ બુસ્ટર્સ લોન્ચની કેટલીક મિનિટો બાદ જ ખાલી થવાની સાથે જ રોકેટથી અલગ થઈને નીચે દરિયામાં પડી જાય છે. ત્યારબાદ લિક્વિડ કોર સ્ટેજમાં તેનો ઉપયોગ થઈ જાય છે. ઉપયોગ થયા બાદ આ પાર્ટ્સ પણ નીચે સમુદ્રમાં પડી જાય છે. ત્યારબાદ ક્રાયોજેનિક સ્ટેજ પેલોડને કક્ષામાં પહોંચાડયા બાદ અવકાશમાં જ રહી જાય છે. ઘણી વખત તે વાયુમંડળમાં પ્રવેશીને બળી જાય છે. સામાન્ય રીતે એક GSLV Mk III રોકેટને બનાવવાથી માંડીને લોન્ચ કરવા સુધીનો સરેરાશ ખર્ચ ૪૦૦ કરોડ રૂપિયા જેટલો થાય છે. 

ત્યારબાદ ગગનયાન પોતાની સફર શરૂ કરશે. તે ત્રણ દિવસ સુધી પૃથ્વીના ચક્કર કાપશે. ગગનયાન ત્રણ દિવસ સુધી પૃથ્વીની આસપાસ ચક્કર મારશે અને યાનની અંદર રહેલા સંશોધકો વિવિધ પ્રયોગો કરશે. તેઓ માઈક્રોગ્રેવિટીના સાધનો, જૈવિક પ્રયોગ અને પૃથ્વીના અવલોકનનું કામ કરશે. આ મિશનની મહત્ત્વની કામગીરી છે તેના અંતની. તેમાં ક્ મોડયુલને પૃથ્વી ઉપર પરત લાવવામાં આવશે. તેને સર્વિસ મોડયુલથી અલગ કરીને પ્રોપલ્શન સિસ્ટમ દ્વારા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરાવાશે. 

તે વાયુમંડળમાં પ્રવેશ કરશે ત્યારે ક્રૂ મેમ્બર્સને વધારે પડતી ગરમીથી બચાવવા માટે હીટ સેફ્ટી શીલ્ડ એક્ટિવ થઈ જશે. આ ઉપરાંત આ મોડયુલ જ્યારે પૃથ્વીની અત્યંત નજીક આવશે ત્યારે પેરાશૂટ સિસ્ટમ એક્ટિવ થશે. ગગનયાનમાં ૧૦ પેરાશૂટ લગાવેલા છે જે તેના લેન્ડિંગને તબક્કાવાર ધીમું પાડશે અને સમુદ્રમાં સોફ્ટ લેન્ડિંગ કરાવશે. તેને બંગાળની ખાડી અથવા અરબ સાગરમાં ઉતારવામાં આવશે. 

ભારતીય નૌસેના અને કોસ્ટ ગાર્ડ આ મોડયુલને બહાર કાઢવા માટે સજ્જ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ ગગનયાનમાં એક ક્ એસ્કેપ સિસ્ટમ પણ લાગુ કરેલી છે. જ્યારે લોન્ચિંગ કે લેન્ડિંગ દરમિયાન કોઈ મુશ્કેલી સર્જાય તો તેના દ્વારા અંતરિક્ષયાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાશે. 

સમાનવ ગગનયાન ૨૦૨૬ના અંતમાં અંતરિક્ષમાં જવાનું છે.  તે પહેલાં તેના ત્રણ જેટલા ટેસ્ટિંગ કરાશે જેમાં બે ટેસ્ટિંગ માનવરહિત હશે અને એકમાં રોબોને સવારી કરાવીને પરત લાવવામાં આવશે.

ડિસેમ્બરમાં હાથ ધરાશે ગગનયાનની પહેલી માનવ વગરની યાત્રા

થોડા સમય પહેલાં જ ઈસરોના વડા વી. નારાયણને જણાવ્યું હતું કે, ગગનયાનનું ટેસ્ટિંગ સફળ રહ્યું છે. હવે તેનું પહેલું મિશન હાથ ધરવામાં આવશે. આ ડિસેમ્બરમાં તેની પહેલી માનવ રહિત ઉડાણ હાથ ધરવામાં આવશે. તેને જી૧ મિશન નામ આપવામાં આવ્યું છે. આ યાત્રાની ખાસિયત એ છે કે, તેમાં એક હાફ હ્યુમનોઈડ રોબોટનો ઉપયોગ કરવામાં આવશે. આ રોબોટને વ્યોમમિત્રા નામ આપવામાં આવ્યું છે. તે અવકાશની સફર કરીને આવશે. ઉલ્લેખનીય છે કે, ગગનયાન મિશનમાં ૮૦ ટકા કામ પૂરું થઈ ગયું છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં આ મિશનના ૭,૭૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને આગામી વર્ષના માર્ચ સુધીમાં બાકીના ૨૩૦૦ ટેસ્ટિંગ પણ પૂરા કરી દેવામાં આવશે. બીજી તરફ ભારતના પહેલાં માનવ રેટેડ લોન્ચ વ્હીકલનું પણ સંપૂર્ણ રીતે પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઈસરો દ્વારા બનાવાયેલું આ લોન્ચ વ્હીકલ જ ગગનયાન મિશનનો ભાગ છે. તેના થકી જ અંતરિક્ષયાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવશે. કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે આ વિશે થોડા સમય પહેલાં જ જણાવ્યું હતું કે, ક્રૂ મોડયુલ અને સર્વિસ મોડયુલના પ્રોપલ્શન સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી લેવાયું છે. તેની સાથે જ ક્રૂ એસ્કેપ સિસ્ટમના પણ પાંચ અલગ અલગ મોટર વિકસાવી લેવાઈ છે. તેનો પણ સ્ટેટિક ટેસ્ટ પૂરો કરી લેવાયો છે. ગગનયાન માટે કન્ટ્રોલસેન્ટર, ટ્રેનિંગ સેન્ટર અને લોન્ચ પેડમાં ફેરફાર પણ કરી લેવામાં આવ્યા છે. ઈસરોએ પહેલાં જ ઈસીએસના પરીક્ષણ માટે ટેસ્ટ વ્હીકલ ટીવી-ડી-૧ લોન્ચ કરી દીધું હતું. હવે ટીવી-ડીટુ અને આઈએડીટી-૦૧ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. તેની સાથે ગ્રાઉન્ડ નેટવર્ક અને કોમ્યુનિકેશન સિસ્ટમ પણ તૈયાર કરી લેવામાં આવી છે. ભારતીય નૌસેના અને કોસ્ટ ગાર્ડ દ્વારા રિકવરી પ્લાન બનાવી દેવાયો છે. અંતરિક્ષયાત્રીઓના મોડયુલનું દરિયામાં સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ થાય એટલે તેમને રેસ્ક્યૂ કરી લેવાશે.

અવકાશયાત્રા : આગામી પંદર વર્ષમાં અનેક મિશન પાર પાડશે ઈસરો

ભારતીય સ્પેસ એજન્સી ઈસરોનું એક જ લક્ષ્ય છે, તે સ્પેસ સેક્ટરમાં ભારતને સુપરપાવર બનાવવા માગે છે. તેણે આ દિશામાં એક નવા જ યુગની શરૂઆત કરી દીધી છે. તાજેતરમાં ઈસરો દ્વારા આગામી ૧૫ વર્ષના પોતાના રોડમેપની રજૂઆત કરવામાં આવી હતી. તે ૨૦૪૦ સુધીમાં મોટા મોટા મિશન પાર પાડીને ભારતને આ સેક્ટરમાં સુપરપાવર બનાવી દેશે. ગગનયાનનું માનવ મિશન, ચંદ્રયાન-૪, શુક્ર મિશન, ભારતીય સ્પેસ સ્ટેશન અને ચંદ્ર ઉપર ભારતીય અંતરિક્ષયાત્રીઓની ઉતારવા સહિતના મોટા મિશન હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત આગામી ૧૫ વર્ષમાં ભારત દ્વારા સરકારી ટેક્નોલોજી મિશન અને પ્રાઈવેટ સેક્ટર ઓપરેશનલ ફ્લાઈટ સહિત કુલ ૧૦૦ જેટલા સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે, ઈસરો સાથે હવે ખાનગી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ પણ જોડાઈને સ્પેસ ડેવલપમેન્ટનું કામ કરી શકશે. આ ઉપરાતં આ વર્ષના અંત સુધી એક અનક્રૂ ગગનયાન મિશન લોન્ચ કરવામાં આવશે. તેમાં વ્યોમમિત્ર નામના રોબોટને મોકલવામાં આવશે. ત્યારબાદ ૨૦૨૬ના અંતમાં કે ૨૦૨૭ની શરૂઆતમાં સમાનવ ગગનયાન મિશન હાથ ધરવામાં આવશે. આ સિવાય ચંદ્રયાન-૪ મિશન લોન્ચ કરવામાં આવશે. ૨૦૨૮માં આ મિશન હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત શુક્ર ગ્રહ ઉપર સંશોધન કરવા માટે એક શુક્ર મિશન પણ હાથ ધરાશે. આ પહેલું ઈન્ટરપ્લેનેટરી એક્સપ્લોરેશનનું મોટું મિશન હશે. ભારતની ગણતરી ૨૦૩૫ સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન વિકસાવવાની છે. અહીંયા લોન્ગટર્મ એક્સપિરિમેન્ટ, સાયન્સ રિસર્ચ અને ગ્લોબલ સ્પેસ પાવરની રેસમાં ભારતને મજબૂત બનાવવા માટે કામગીરી કરવામાં આવશે. તે સિવાય ભારત ૨૦૪૦ સુધીમાં ભારત પોતાના અંતરિક્ષયાત્રીઓને ચંદ્રની સપાટી ઉપર ઉતારવા માગે છે. તેના થકી તે અમેરિકા, રશિયા અને ચીનની હરોળમાં આવવા માગે છે.

2040 સુધીમાં સ્પેસમાં સુપરપાવર બનવાની ભારતની નેમ | Gujarat Samachar