Editorial

તામિલનાડૂમાં ટીવીકે બાદ જેન ઝેડનું જંતર મંતર પ્રદર્શનઃ રાજકીય પક્ષો માટે ખતરાની ઘંટી

By GS Team
2 Aug 20264 mins read
TukuTouch Logo
જંતર મંતર ખાતે CJP (કોક્રોચ જનતા પાર્ટી) દ્વારા થયેલા 35 દિવસના આંદોલને ભારતના લોકશાહી રાજકારણમાં નવો અધ્યાય શરૂ કર્યો છે. અભિજિત દીપકે અને તેમના મિત્રોએ શરૂ કરેલા આ આંદોલને કેન્દ્રીય મંત્રીઓને વાતચીત કરવા અને એક મંત્રીને રાજીનામું આપવા મજબૂર કર્યા હતા. તમિલનાડુમાં TVK (તમિલગા વેટ્રી કઝગમ) દ્વારા 108 બેઠકો જીતીને 35% મત મેળવ્યા, જે રાજકીય પક્ષો માટે એક મોટો પડકાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તામિલનાડૂમાં ટીવીકે બાદ જેન ઝેડનું જંતર મંતર પ્રદર્શનઃ રાજકીય પક્ષો માટે ખતરાની ઘંટી
  • ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી) દ્વારા જંતર મંતર ખાતે થયેલા આંદોલને ભારતના લોકતાંત્રિક રાજકારણના ૭૯ વર્ષમાં રાજકીય પક્ષોએ નહીં શીખેલો પાઠ ભણાવી દીધો છે. આવા પાઠનો પ્રથમ સંકેત વર્તમાન વર્ષના પ્રારંભમાં જોવા મળ્યો હતો પરંતુ હાલના કરતા તે નાનો હતો.
ઈતિહાસે આપણને બતાવ્યુ છે કે, રાજકીય પક્ષો સંઘર્ષ અને ચૂંટણીઓ જીતીને બદલાવ લાવી શકે છે. કોંગ્રેસની આગેવાની હેઠળની ચળવળને કારણે દેશને આઝાદી મળી હતી. એક પછી એક ચૂંટણીઓ જીતીને કોંગ્રેસે ભારતની લોકશાહીના અનેક સ્થંભો ઊભા કર્યા છે જેમ કે, બંધારણિય નિયમ, ધર્મનિરપેક્ષતા, અનામત, ભાષાકીય રાજ્યો, સ્વતંત્ર કેન્દ્રીય બેન્ક,સંસાધનોની ફાળવણી વગેરે. પ્રાદેશિક પક્ષો જેમ કે દ્રાવિડિયન પક્ષોએ રાજ્યોમાં ચૂંટણીઓ જીતી હતી અને રાજ્યની ભાષાનું, રાજ્યના હક્કોનું, સાંસ્કૃતિક ઓળખ, જમીન સુધારા વગેરેનું મહત્વ સમજાવ્યું હતું. ૧૯૭૫માં જેપી ચળવળે તે વેળાની કેન્દ્ર સરકારને ઉથલાવી હતી અને સ્વતંત્રતા માટે બંધારણિય સુરક્ષા ઘડી કાઢી. ૧૯૭૮માં એએએસયુ ચળવળે સરહદપાર ઘૂસણખોરીને નિયંત્રણમાં રાખવા કાનૂની જોગવાઈઓનો માર્ગ કર્યો. હકીકતમાં વિશ્વાસપૂર્વક કહી શકાય એમ છે કે, ભારતના વહીવટમાં દરેક મોટા ફેરબદલો રાજકીય પક્ષો દ્વારા સંઘર્ષ અને ચૂંટણીઓ દ્વારા લવાયા છે.
અસામાન્ય લાયકાતો
જોવા જઈએ તો સીજેપી કોઈ રાજકીય પક્ષ નથી. તેનો જન્મ અભિજિત દીપકેના ગુસ્સામાંથી થયો છે. દીપકે અને તેના કેટલાક મિત્રો એક ઉશકેરણીજનક ટીકાથી દૂભાયા હતા. દીપકેએ એક પ્લેટફોર્મ ઊભુ કર્યુ અને જો દરેક કોક્રોચો જો એકસાથે મળી જાય તો શું થઈ શકે? તેવો સવાલ કર્યો હતો. જે બેરોજગાર હોય, આળસુ હોય, સતત ઓનલાઈન રહેતા હોય અને વ્યવસાયીક રીતે અવાજ ઉઠાવવાની ક્ષમતા ધરાવતા હોય તે આ પ્લેટફોર્મ પર જોડાઈ શકે છે. દેખીતી રીતે જ વિદ્યાર્થીઓ અને વિદ્વાનો સહિત અસંખ્ય લોકો એવા છે જેઓ આ અસામાન્ય લાયકાતો ધરાવે છે. અસંખ્ય લોકો એવા પણ છે જેઓ રોજગાર ધરાવે છે અને સાથોસાથ સતત ઓનલાઈન રહે છે અને અવાજ ઉઠાવી શકે છે. આમાં કલાકારો, શિક્ષકો, તબીબો, એડવોકેટસ, વેપારીઓ, પત્રકારો તથા જુનિયર સરકારી કર્મચારીઓ જેવા માનદ મહિલા તથા પુરુષોનો સમાવેશ થાય છે.
આ પ્લેટફોર્મ પર એક સ્થાપક નેતા, પ્રવકતાઓ અને બીજું કેટલુક જોવા મળી રહ્યું છે. જ્યાં સુધી જાણકારી છે ત્યાંસુધી કોઈ સંગઠન નથી, કોઈ સભ્યપદ નથી, કોઈ નોંધણી નથી, નીતિઓની જાહેરાત નથી અથવા એક રાજકીય પક્ષ જેવી કોઈ વિશિષ્ટતા નથી. આમછતા, ૩૫ દિવસના પ્રદર્શન મારફત સીજેપીએે કેન્દ્રીય પ્રધાનોને વાર્તાલાપ કરવા માટે મજબૂર કર્યા હતા અને એક પ્રધાનને રાજિનામુ આપવા ફરજ પાડી હતી એટલુ જ નહીં દેખાવકારો સામેનો કેસો પાછા ખેંચવાની સરકાર પાસેથી લેખિત ખાતરી મેળવી હતી. આ એક અભૂતપૂર્વ છે.
નવી ઘટનાનો સંકેત
મેં કહ્યું તેમ રાજકીય પક્ષો વગરની અને બહાર આવા પ્રકારની ઘટનાનો પ્રથમ સંકેત તામિલનાડૂમાં ૨૦૨૬માં જોવા મળ્યો હતો. જોસેફ વિજયે ફેબુ્રઆરી ૨૦૨૪માં રાજકીય પક્ષની જાહેરાત કરી હતી (તામિલગા વેટ્રી કઝગમ અથવા ટીવીકે)પરંતુ એક નિયમિત રાજકીય પક્ષ તરીકે ત્યારે તે ઊભર્યો નહતો. તે દરેક રીતે ચ્હાકોનું એક સંગઠન બની રહ્યું હતું. આ ફેન્સ' એસોસિએશનના મોટાભાગના હોદ્દેદારો વિવિધ સ્તરે ટીવીકેના હોદ્દેદારો બની ગયા હતા. ટીવીકેના ઉમેદવારોની પસંદગી પરંપરાગત રાજકીય શાણપણને બાજુ પર મૂકીને કરવામાં આવી હતી. આમાં જાતિ, ધર્મ, વારસા, સંપતિ વગેરેને ધ્યાનમાં લેવાયા નહોતા. ૨૩૪ ઉમેદવારોમાંથી ૨૦૦ પાસે નાણાં નહોતા અથવા તેમણે ખર્ચ કર્યો નહતો. મોટાભાગના મતદારક્ષેત્રોમાં ટીવીકેના ઉમેદવારો પાસે પ્રચારનું કોઈ સ્વરૂપ નહતું. ટીવીકેના અનેક ઉમેદવારો તેમના મતદારક્ષેત્ર માટે અજાણ્યા હતા અને તેમની પાસે થોડાઘણા બુથ એજન્ટો અથવા કાઉન્ટિંગ એજન્ટો હતા. વિજયે થોડાઘણા રોડ શો કર્યા હતા અને થોડીઘણી મીટિંગો યોજી હતી. મતદારો માટે તો બસ ટીવીકેના નેતા વિજય અને તેમનું ચિહ્ન વ્હીસલ જ મહત્વનું હતું. સંપર્ક સાધન સોશ્યલ મીડિયા (ઈન્સ્ટાગ્રામ અને યુ ટયૂબ) હતા. આને કારણે વિજય દરેક સ્થળે પહોંચી શકયા હતા અને લોકો સમક્ષ સંદેશ પહોંચાડી શકયા હતા. ડીએમકે તથા એઆઈડીએમકે જેવા મજબૂત પક્ષો સામે ટીવીકેએ ૧૦૮ બેઠકો જીતી હતી અને પડેલા મતોમાંથી ૩૫ ટકા મતો અંકે કર્યા હતા.
કોઈ રાજકીય પક્ષ, નેતા, પત્રકાર તથા વિવેચકે ટીવીકેના વિજયની આગાહી કરી નહોતી. ચૂંટણીના પરિણામો જ્યારે આવ્યા ત્યારે, મજબૂત રાજકીય પક્ષોની જેમ વિજય માટે પણ આશ્ચર્યકારક રહ્યા હતા.
રાજકીય પક્ષોથી પ્રભાવિત રહ્યા વગર તામિલનાડૂના નાગરિકો દ્વારા રાજકીય બદલાવ લવાયો હતો. તામિલનાડૂના ઉદાહરણને ધ્યાનમાં રાખતા એવું ૅધારી શકાય એમ છે કે એવા નાગરિકો જેઓ એકબીજાને કદાચ ઓળખતા નહીં હોય, એકબીજા સાથે વાતચીત કરી નહી હોય, કોઈ સંગઠન સાથે સંકળાયેલા નહીં હોય પરંતુ એક જ પદ્ધતિએ મતદાન કરી અને સરકાર રચી શકે તેટલી સંખ્યાના લોકપ્રતિનિધિને ચૂંટી શકે છે.
રાજકીય પક્ષો માટે પડકાર
તામિલનાડૂ ચૂંટણીના પરિણામ અને જંતર મંતર પ્રદર્શનના પરિણામને રાજકીય પક્ષોએ બારીકાઈથી ધ્યાનમાં લેવા રહ્યા. સંગઠીત રાજકીય પક્ષો ભુંસાઈ નહીં જાય પરંતુ હાઈ કમાન્ડ, કારોબારી સમિતિ, સામાન્ય પરિષદ, મહાસભા, સભ્યપદ તથા રાજકીય પક્ષોની ચૂંટણીઓ કદાચ અસંગત બની જશે. ચીડ ચડાવતો શબ્દ 'વોટ બેન્ક' કદાચ અદ્રષ્ય થઈ જશે.
મોબાઈલ, ટ્વિટર (હવે એકસ), ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામને કારણે નાગરિકોએ હવે શાંત રહેવાનું છોડી દીધું છે અને તેમનામાંથી ભય જતો રહ્યો હોવાનું જણાય છે. ખાકી અથવા બ્લ્યુ, પોલીસ, લાઠી, ટીઅર ગેસ, ગન્સ અને ધરપકડ/અટકાયત હવે યુવાનોને ગભરાવી શકે એમ નથી. વદ્ધ નાગરિકો પણ તેને અનુસરશે. હું ઈચ્છું છું કે રાજકીય પક્ષો સિવાયની અને બહારની રાજકીય ચળવળ વધુ વ્યાપક બને.