Diu-Daman

દમણના કચીગામનો કિસ્સો : હાથ-પગ દોરડાથી બાંધી લઈ એક શખ્સને ટોઈંગના વાહનમાં લઈ જવાતો વિડીયો વાયરલ થતાં ચકચાર

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
દમણના કચીગામમાં એક વ્યક્તિને દોરડાથી બાંધી વાહનમાં લઈ જવાતો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. ટોઈંગ કર્મચારીઓ સાથે માથાકૂટ કરી વાહનનો કાચ તોડનાર શખ્સને પોલીસ મથકે લઈ જવા આ કૃત્ય કરાયું. દીવ-દમણના સાંસદે પોલીસવડાને કાયદો હાથમાં ન લેવા જણાવી કાર્યવાહી કરવા માંગ કરી છે. આ ઘટનાથી સ્થાનિકોમાં આક્રોશ અને કાયદો-વ્યવસ્થા પ્રત્યે ચિંતા વ્યાપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દમણના કચીગામનો કિસ્સો : હાથ-પગ દોરડાથી બાંધી લઈ એક શખ્સને ટોઈંગના વાહનમાં લઈ જવાતો વિડીયો વાયરલ થતાં ચકચાર

Daman News : દમણના કચીગામમાં એક વ્યક્તિને દોરડાથી બાંધી વાહનમાં લઈ જવામાં આવી રહ્યાનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થતાં જ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને કાયદો-વ્યવસ્થા પ્રત્યે ચિંતાનો માહોલ સર્જાયો છે. દીવ-દમણના સાંસદે પોલીસવડાને કાયદો હાથમાં ન લેવાય એમ જણાવી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. શખ્સે ટોઈંગ કર્મચારી સાથે માથાકૂટ કરી વાહનના કાચ પર પથ્થરમારો કરી કામગીરીમાં અવરોધ ઉભો કરતા તેને પોલીસ મથકે બાંધીને લઈ જવાતો હોવાનું જાણવા મળી રહ્યું છે.
દમણના કચીગામમાં એક શખ્સના હાથ પગ દોરડાથી બાંધી લઈ જવાતો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી. એટલું જ નહીં પણ સ્થાનિક લોકોમાં આ કામગીરી સામે આક્રોશ ઉઠયો હતો. વિડીયો વાયરલ થયા બાદ દીવ-દમણના સાંસદ ઉમેશ પટેલે દમણના પોલીસવડા કેતન બંસલને આ ઘટનાથી વાકેફ કરી તપાસ કરી પગલા ભરવા માગ કરી હતી. મળતી વિગત મુજબ ટોઈંગ કર્મચારીઓ દ્વારા રોડને અડચણરૂપ વાહનોને ટોઈંગ કરવા કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન શખ્સ ત્યાં પહોંચી ટોઇંગ કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી. કર્મચારીઓએ તેને હટી જવા જણાવવા છતાં શખ્સ ત્યાંથી હટયો ન હતો. એટલું જ નહીં પણ ટોઈંગ વાહનનો કાચ તોડી બબાલ પણ કરી હતી. કર્મચારીઓએ શખ્સને પોલીસ મથકે લઈ જવા તેને દોરડાથી બાંધી પોલીસને સોંપ્યો હતો. દીવ-દમણના સાંસદે પોલીસવડાને કોઈ ગુનો કર્યો હોય તો પણ તેની સામે કાર્યવાહી કરવાનો અધિકાર પોલીસ અને કાયદાને છે. કોઈપણ વ્યક્તિ કે જૂથને કાયદો હાથમાં લેવાની છૂટ આપી શકાય નહી એમ જણાવી પગલા ભરવા માંગ કરી હતી. દમણમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળનાર પોલીસ કર્મચારીઓને બદલે ટોઈંગ કર્મચારીઓ દ્વારા કાયદો હાથમાં લઈ અમાનવીય કૃત્ય કરાતા તેની સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે. મળતી વિગત મુજબ નશાધૂત શખ્સે ભાનભૂલી બબાલ કરી હતી. જો કે આ મામલે પોલીસ દ્વારા ટોઈંગ કર્મચારીઓ સામે તપાસ કરવા કવાયત કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.