દમણની કંપનીમાં ગાયના ઘીમાં ભેસળસેળનો ઘટસ્ફોટ : 8224 કિલો જથ્થો સીઝ કરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Daman Duplicate Ghee : દમણના રીંગણવાડા ખાતે આવેલી મેસર્સ સાવત્તા ફૂડ પ્રોડક્ટ્સ કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હાથ ધરેલા ચેકિંગ વેળા સ્કૂલ ગાયમાં ભેળસેળ કરાતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. કંપનીમાં અનેક ક્ષતિ અને અનિયમિત મળી આવતા 8224 કિલો ઘીનો જથ્થો સીઝ કર્યા છે. કંપનીને શો કોઝ નોટિસ પણ ફટકારાઇ છે. સૂકૂન ઘી ના વેચાણ અને ઉત્પાદન પર તાત્કાલિક રોક લગાવી હતી.
દમણના રીંગણવાડા, કચીગામ ખાતે આવેલી ડેરી પ્રોસેસિંગ યુનિટ મેસર્સ સાવત્તા ફૂડ પ્રોડક્ટ્સ કંપનીમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અને ટીમે ચેકિંગ અભિયાન હાથ ધર્યુ હતું. ચેકિંગ દરમિયાન કંપનીમાં ઉત્પાદન થતા સૂકૂન ધી ના સેમપલની ચકાસણી હાથ ધરી હતી. પ્રયોગશાળામાં પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું, જે નિષ્ફળ ગયું છે. લેબ રિપોર્ટમાં ઘીમાં વેજિટેબલ ફેટની ભેળસેળ હોવાનું સાબિત થયું છે. આર.એમ. મૂલ્ય ન્યૂનતમ ધોરણ 24.0 હોવું જોઈએ, તેની સરખામણીએ માત્ર 1.32 ઓછું જોવા મળ્યું છે. કંપનીમાંથી અનેક ક્ષતિ અને અનિયમિત બહાર આવતા 8224 કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો છે.
તપાસ દરમિયાન માત્ર ભેળસેળ જ નહીં, પરંતુ અન્ય ઘણી ખામીઓ પણ સામે આવી છે. પ્લાન્ટનું પરિસર અત્યંત અસ્વચ્છ સ્થિતિમાં મળી આવ્યું હતું. કાચા માલના સુરક્ષિત સ્ટોરેજ માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ હતો. કર્મચારીઓના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને કાચા માલની ખરીદીના જરૂરી બિલ રેકોર્ડ્સ રજૂ કરવામાં સંચાલક નિષ્ફળ રહ્યા હતા. તૈયાર ઉત્પાદનની તપાસ માટે ઇન-હાઉસ લેબ કે એફએસએસએઆઇ માન્યતા પ્રાપ્ત લેબ સાથે જોડાણ પણ કરાયુ ન હતું. ખાદ્ય સુરક્ષા વિભાગે શો કોઝ નોટિસ ફટકારી જો નિયત સમયસીમામાં કારણ દર્શાવો નોટિસનો સંતોષકારક જવાબ રજૂ કરવામાં નહીં આવે, તો ખાદ્ય સુરક્ષા અને ધોરણો અધિનિયમ હેઠળ સંસ્થાનું ખાદ્ય સુરક્ષા લાઇસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સહિતની આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે એમ ઉલ્લેખ કર્યા છે.




