Dharmlok

પાંડવોનો માર્ગ

By GS Team
7 Oct 20263 mins read
પાંડવોનો માર્ગ

સંસારના પ્રત્યેક મનુષ્ય પાસે જીવન જીવવા માટે બે જ માર્ગ છે. એક સદ્બુધ્ધિનો હકારાત્મક માર્ગ અને બીજો દુર્બુધ્ધિનો નકારાત્મક માર્ગ. ત્રીજો માર્ગ કોઈની પણ પાંસે નથી. આ બન્ને માર્ગમાંથી જીવ અને જગતના કલ્યાણ અર્થે સદ્બુધ્ધિના માર્ગને ઉજાગર કરવા વેદ વ્યાસજીએ મહાભારત ગ્રંથનું સર્જન કર્યું. સદ્બુધ્ધિનો માર્ગ પાંડવોનો અને દુર્બુધ્ધિનો માર્ગ કૌરવોનો માર્ગ કહેવાય છે.
પાંડવોનો માર્ગ : જીવનના જે માર્ગે ચાલતા ભગવાનની મદદ અને આશીર્વાદ મળે એવા સદ્કાર્ય, સેવા અને સદ્બુધ્ધિના આ માર્ગે મનુષ્ય જીવાત્માને સુખ, શાંતિ, આનંદ અને મુક્તિ મળવા સાથે અસંખ્ય લાભ પ્રાપ્ત થાય છે. આ માર્ગ વ્યક્તિને ઈતિહાસમાં સોનેરી અક્ષરે અમરત્વ પ્રદાન કરે છે. સદ્બુધ્ધિનો પાંડવોનો આ માર્ગ પ્રકાશનો માર્ગ છે. નીતિ, પ્રમાણિકતા, સફળતા તથા વિજ્યનો માર્ગ છે. આ માર્ગ માન, મોનો, યશ અને પ્રતિષ્ઠા તથા ભક્તિ પ્રાપ્તિનો થગ છે. તેમજ સદ્વિચાર સદ્વાણી, સદ્વર્તન, સદ્વ્યવહારનો તથા ઉજ્જવળ ભવિષ્યનો દાતા આ માર્ગ છે.
આનાથી વિપરીત દુર્બુધ્ધિનો કૌરવોનો બીજો માર્ગ છે આ માર્ગે વિનાશ થતા પહેલા અસંખ્ય દુ:ખ, કષ્ટ અને વેદનાને સામનો કરવો પડે છે. જેમકે,

  • કૌરવોનો માર્ગ : દુર્બુધ્ધિનો આ માર્ગ અંધકારનો પાપ, પાખંડ, દંભ, અનીતિ, અપ્રામાણિકતા, દુ:ખ, નિષ્ફળતા અશાંતિ, વેદના, નાસ્તિકતા, અપમાન, અપયશનો નર્કનો આ માર્ગ છે. આ માર્ગે ચાલનાર વ્યક્તિનું નામ ઈતિહાસમાં કાળા કલંકિત અક્ષરે લખાય છે. સમાજ આવી વ્યક્તિઓને ધિક્કારે છે. ધૂત્કારે છે, તિરક્કારે છે. અસંસ્કારી આ માર્ગ વ્યક્તિના વિનાશ સુધી લઈ જાય છે.
    ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણની ભૂમિમાં જન્મેલો ઈશ્વરનો રાજકુમાર અને પ્રાણીઓના મુકુટમણી ઋષિપુત્ર મનુષ્ય દાનવને પણ ન છાજે એવા કુકર્મો કરી રહ્યો છે.
    આ બધા મનુષ્યની દુર્બુધ્ધિના જ ખેલ છે. હનુમાનજીએ પનોતીને પોતાના પગ નીચે દબાવી છે. એમાંથી પ્રેરણા લઈ એજ રીતે દુર્બુધ્ધિને જ્યાં સુધી દબાવવામાં નહિ આવે ત્યાં સુધી સમાજમાંથી કુકર્મોની વણઝાર હરવાની કોઈ શક્યતા દેખાતી નથી. દુર્બુધ્ધિનો દૃષ્ટિકોણ બદલાયા વિના ઈન્સાન બદલાતો નથી. આ એક મનોવૈજ્ઞાાનિક સત્યને સમજવું પડશે.
    પાંડવો અને કૌરવોના બે માર્ગમાંથી કયો માર્ગ પસંદ કરવો એ વ્યક્તિની નીજી પસંદગી પર આધારીત છે. વેદ વ્યાસજીએ ચીંધેલા સદ્બુધ્ધિના પાંડવોના માર્ગ અંગે વિશેષ ચિંતન મનન કરીએ.
    સૃષ્ટિના સર્જનહારે એક જ પૃથ્વીના ગોળાનું સર્જન કર્યું એની સાથે સાથે સૂર્ય પણ એક જનું નિર્માણ કર્યું. મનુષ્યે ધરતીને જુદા જુદા ભાગમાં વિભાજીત કરી જુદા જુદા દેશ બનાવ્યા. દેશ તો જુદા જુદા બન્યા પણ બધા દેશોનો સૂર્ય અલગ અલગ ન થયો. સૂર્ય તો પ્રાણી માત્રનો એક છે.
    વેદમાં સૂર્યને જગતનો આત્મા અને સ્થાવર જંગમની દિવ્ય ચેતના કહેવામાં આવી છે. સૂર્યના અભાવે ધરતી પર પ્રાણી માત્ર કીડા મકોડાથી માંડી વનસ્પતિનું અસ્તિત્વ રહેતું નથી. આવા જીવતા જાગતા પ્રત્યક્ષ દેવ સૂર્યના ધ્યાન અને પૂજા અર્થે તેની ઉર્જાશક્તિઋતુંભરાને પુરાતન પ્રાચીન કાળના તપસ્વી, દિવ્યદૃષ્ટા ઋષિઓએ ગાયત્રી નામથી ઘોષિત કરી, ત્યારથી આ ગાયત્રી શક્તિ વેદમાતા, દેવમાતા અને વિશ્વમાતા તરીકે પૂજાતી આવી છે તેની ઉપાસના, સાધના અને આરાધના થતી આવી છે. જેના પ્રભાવથી વ્યક્તિ નિર્માણ, પરિવા નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્રનું સુનિર્માણ સંભવી શકે.
    મહાભારત અનુપર્વ અધ્યાય ૧૫નાં શ્લોક ૭૮માં કહેવામાં આવ્યું છે, ''હે યુધિષ્ઠિર સંપૂર્ણ ચંદ્રવંશી, સૂર્યવંશી, રઘુવંશી તથા કુરુવંશી રાજાઓ નિત્ય પવિત્ર થઈને પરમગતિને આપનાર ગાયત્રી મંત્રનો જાપ કરે છે.''
    બૃહદ સંધ્યાભાષ્ય પણ કહે છે, ''અઢાર પ્રકારની વિદ્યાઓમાં મીમાંસા શાસ્ત્ર શ્રેષ્ઠ છે. મીમાંસા કરતા તર્કશાસ્ત્ર તર્કશાસ્ત્ર કરતા પુરાણ, પુરાણ કરતા ધર્મશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર કરતાં વેદ, વેદ કરતાં ઉપનિષદ અને ઉપનિષદ કરતા ગાયત્રાી શ્રેષ્ઠ છે.
    ગાયત્રી મંત્રનો અર્થ છે -
    ''તે પ્રાણ સ્વરૂપ દુ:ખ નાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ છીએ તે પરમાત્મા અમારી બુધ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરે'' ભારતીય સંસ્કૃતિના આ આદર્શને પ્રગટ કરવા માટે ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ શિવજી, શંકરાચાર્યો, ગાદીપતિઓ, મહામંડલેશ્વરો, સાધુ, સંતો, પંડિતો, વિદ્વાનો, બ્રાહ્મણો, પીઠાધીશો તેમજ રઘુવંશી અને ભાનુશાળી સમાજના લોકો સદ્બુધ્ધિની દાતા વેદમાતા ગાયત્રીના સ્વરૂપને - જનોઈ ને પોતાના શરીર પર ધારણ કરે છે. આપણે પણ પાંડવોના માર્ગે અગ્રેસર થવા શુભષ્ય શિઘ્રમ કરીએ.
  • હરસુખલાલ ચુનીલાલ વ્યાસ