માં જગદંબાની આરાધનાનું પર્વ : નવરાત્રી

ઓમ નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાયે સતતં નમ: ।
નમ: પ્રકૃતિ ભદ્રાયૈ નિયતા પ્રણતાસ્મતામ્ ।।
યા દેવી સર્વ ભૂતેષુ માતૃરૂપેણ સંસ્થીતા ।
નમસ્તસ્યૈ નમત્સ્યૈ નમ: તસ્યૈ નમો નમ: ।।
નવરાત્રી વર્ષમાં ચાર ગણાય છે; અષાઢ, આસો, માઘ અને ચૈત્ર. શાસ્ત્રોમાં નવરાત્રીમાં માઓમ જગદંબાની આરાધનાને પરમસત્તા તરીકે વર્ણવી છે. કેનઉપનિષદમાં માઓમ ઉમા સ્વરૂપે શક્તિ અવતારની કથા અને આરાધનાનો ઉલ્લેખ જોવા મળે છે. આધ્યાત્મિક વિદ્યાના તત્વદર્શિઓ અને માઓમની આરાધનાના અનેક રહસ્યો અને તથ્યો રજુ કર્યા છે. દાર્શનિક આધ્યાત્મિક ભાવોની સાથે શ્લોકો મંત્રો વગેરેથી સાધનાનું વિધાન છે જે જીવનમાં ખુબ જ સકારાત્મક પરિણામ લાવે છે.
ખુબ જ પ્રચલિત સંત શ્રી રામકૃષ્ણ પરમહંસની દેવી મહાકાલીની ઉપાસના દ્વારા સ્વામી વિવેકાનંદજીને આત્મશક્તિથી સંપન્ન બનાવી મહાપુરૂષની પંક્તિમાં મુકી દીધા.
તેથી નવરાત્રીએ માઓમ જગદંબાની આરાધના-ઉપાસના અને સાધનાનો વિશિષ્ટ કાળ છે. દુર્ગાસપ્તશતીમાં વિભિન્ન રૂપોનો ઉલ્લેખ મળે છે. યોગીની હૃદયતંત્રમાં સચ્ચિદાનંદ સ્વરૂપી મહાશક્તિરૂપે ઉલ્લેખ છે. ભક્તજનો વિવિધ પ્રકારે નવરાત્રીમાં માઓમ ની ઉપાસના કરે છે. ઘટસ્થાપન કરી બાજોડ પર વસ્ત્ર પાથરી માઓમ ની પ્રતિમામૂર્તિ અથવા ફોટો પંચામૃત-જળ વિગેરેથી સ્નાન કરાવી પધરાવે છે. નવ દિવસ અખંડ જ્યોત રાખી 'ઓમ ઐમ્ રીમ્ ક્લિમ્ ચામુંડા વિચ્ચૈ ।' આ મંત્રની સવા લક્ષ માળા કરી જપ કરે છે. આઠમ જેને દુર્ગાષ્ટમી પણ કહે છે તે દિવસે કુળના રિવાજ મુજબ નૈવેદ્ય ધરાવે છે. આમ નવ દિવસ ઉપવાસ કરી પુર્ણાહુતિ કરવામાં આવે છે. આમ કરવાથી સમગ્ર કુટુંબ પરિવાર પર માઓમ જગદંબાની કૃપા રહે છે. આવા નવરાત્રીના પર્વ નિમિત્તે માઓમ જગદંબાના ચરણોમાં કોટિકોટી પ્રણામ.
- પુરાણી મહેન્દ્ર મહારાજ




