મહા ભગવતીનું અલૌકિક, દિવ્ય કાયમી સ્થાન : મણિદ્ધિપ


શ્રી મદ્ દેવીભાગવતના બારમા સુધમાં આદ્યશક્તિ-''મા'' ભગવતીના અલૌકિક-''દિવ્ય કાયમી સ્થાન'', એવા ''મણિદ્ધિપનું'' અજાયબ, પ્રભાવક, અદ્ભૂત, ચમત્કારી અને મનોહર વર્ણન છે. જે શારદીપ નવરાત્રી પર્વે આપણે માટે મા ભગવતીનો ''કૃપા-પ્રસાદ'' બની શકશે.

મણિદ્ધિપનું વર્ણન

૧. ''બ્રહ્મલોકની'' ઉપર જે 'સર્વલોક' નામે ઓળખાય છે ત્યાં 'મણિદ્ધીપ' છે. આદ્યશક્તિ મા જગદંબાએ સ્વેચ્છાએ આ જગ્યા નક્કી કરેલી છે. જે ત્રિલોકમાં એના જેવું બીજુ કોઈ સ્થાન નથી. વૈકુંઠ - ગોલેક - કૈલાસ કરતાંયે અધિકસુંદર કહેવામાં આવ્યું છે. જે આખા બ્રહ્માંડનું પ્રતિબિંબ છે. એની ફરતે-ચારેબાજુ 'અમૃત સગાર' છે. જ્યાં ''રત્નોની રેતી'' ઊડે છે. ત્યાંનાં વૃક્ષો આનંદમાં ડોલે છે. સ્વાગત કરે છે.

૨. 'અમૃત સાગર' પછી સાત યોજના ઊંચો, ચાર દરવાજાવાળો, કેટલાય દ્ધારપાળ વાળો કિલ્લો આવે છે. ઘટના થાય છે. પાર્ષદો માની ઘડી પોકારે છે.

૩. ત્યાર પછી, કાંસાનો કિલ્લો આવે છે જેની ટોચ આભને અડે છે, ત્યાં વિવિધ જાતનાં, દિવ્ય ફળ આપનારાં પારવિનાનાં વૃક્ષો છે. વનરાજિમાં કોયલો, કૂજે છે, ભમરા ગૂંજે છે. પક્ષીઓ, કલરવ કરે છે. સુગંધી વાયુ છે.

૪. પછી, 'તાંબાનો' કિલ્લો આવે છે. એમાં ''કલ્પવૃક્ષની'' વાડીઓ છે. ત્યાં 'વસંતઋતુ' બિરાજમાન છે. ફૂલો તેને પવન નાખે છે.

૫. ત્યારબાદ, ચોથો કિલ્લો 'સીસા'નો છે. એમાં 'સંતાનક' વૃક્ષો છે. એની સુગંધ જોજનો માલ સુધી પ્રસરે છે. પૂર્ણ શાંતિનો અનુભવ થાય છે. સિદ્ધિઓનું સ્થાન છે.

૬. પાંચમો કિલ્લો ''પિત્તળનો'' છે. ત્યાં હરિચંદનનાં વૃક્ષો છે. ત્યાં વર્ષઋતુની અભ્રમતી, મેઘદંતિકા, રિપુણિકા, વારિધારા-એવી ૧૨ શક્તિઓ જોવા મળે છે. ઘાસ લીલુંછમ છે. દેવીના સિદ્ધો-દેવો અહીં રહે છે.

૭. છઠ્ઠો કિલ્લો 'પંચલોહનો' છે. ત્યાં મંદાર વૃક્ષની વાડીઓ છે. સાતમો કિલ્લો 'રૂપા'નો છે... દેવીના વ્રતમાં લાગેલા સિદ્ધો વાસ કરે છે. આઠમો કિલ્લો 'સોનાનો' છે. ત્યાં કદેબવૃક્ષની વાડીઓ છે. નવમો કિલ્લો પોખરાજનો છે. ત્યાં વન-ઉપવન છે. વૃક્ષના કયારા 'રત્નજડિત' છે. આ કિલ્લો 'મણિદ્ધિપ' છે. દિકપાલો ચોકી કરે છે. નજીકની અમરાવતી નગરીમાં 'ઈન્દ્ર' શોભે છે.

આ કિલ્લાની આસપાસ અગ્નિનગરી, યમપુરી, વરુણનગરી, યક્ષલોક છે. વાયુલોક, દુદ્રલોક છે. શિવશંભુ હાથમાં ડમરું વગાડતા અટ્ટહાસ્ય કરે છે.

૮. દસમો ''પદ્મરાગ માણેક'' કિલ્લો છે. દસ યોજના ઊંચો છે. માણેકના થાંભલાવાળા અનેક મંડપો છે. ત્યાં ૬૪ પ્રકારની કળાઓ રહે છે. આ બધી કળા, અગ્નિમુખી છે. અગિયારમો 'ગોમેદમણી' કિલ્લો કહેવાય છે. જાસૂદનાં ફૂલ હોય છે. પાપનો નાશ કરનારી ૩૩ દેવીઓ વસે છે. બ્રહ્માડમાં વસતા દેવો, નાગો, ઉપાસકો, અહીં દેવીની પૂજામાં લાગી જાય છે. ઘી-દૂધ-દહીની-વિવિધ ફળોના રસોની ધારાઓ વરી, અહીં વ્યાધિ, રોગ, ઘડપણનાં ચિહનો દેખાતાં નથી. ચિંતા, મત્સર, કામ, ક્રોધ, વગેરે ષડરિયુ હોતા જ નથી. બધા જ જુવાન છે. 'સોલાકય મુક્ત' માટે ભજનકીતેન કરે છે. સૂર્ય-ચંદ્ર-અગ્નિ કરતાંય અનેરો પ્રકાશ છે. સર્વત્ર સર્વમાં યુગંધી છે. રાજવી આનંદથી ળઈ બ્રહ્મલોક સુધીની ભૂમિમાં જે આનંદ પ્રવર્તે છે તે બધો અહીં સમાઈ જાય છે.

ઉપરના 'મણિદ્ધિપ'નું વર્ણન પાપ નાશક છે. પ્રાણ જવાનો હોય ત્યારે 'મણિદ્ધિપ'ના વર્ણનને યાદ કરે તો મણિદ્ધિપમાં સ્થાન મળે છે. એમ 'શાસ્ત્ર' કહે છે.

- લાભુભાઈ પંડયા

City News

Sports

RECENT NEWS