For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધુમાડો અને તેનો ભાવાર્થ .

Updated: Mar 27th, 2024

Article Content Image

મા નવજીવનમાં ધુમાડો વિવિધ રીતે તથા વિવિધ પ્રસંગે જોડાયેલો છે. જ્યાં અગ્નિ પ્રગટે ત્યાં ધુમાડો હોય છે. યજ્ઞામાં, આગમાં, ધુણીમાં ધુમાડો જોવા મળે છે. યજ્ઞાના ધુમાડાથી વાદળાં બંધાય છે. યજ્ઞાનો ધુમાડો ઉંચે જાય છે, જે ઉંચે જાય છે તે ઉત્કર્ષ પામે છે. લગ્નની વિધિમાં ચોરીમાં અગ્નિનો ધુમાડો પણ જોવા મળે છે. ધુમાડો બહુ થાય તો કંઈ દેખાતું નથી અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે. ઉધરસ કે ખાંસી ચડે છે. યજ્ઞાના ધુમાડાથી આરોગ્યને ફાયદો થાય છે. કારણ તેમાં વિવિધ સુગંધી દૃવ્યો ભળેલાં હોય છે.

ઘુણીનો ધુમાડો પ્રખ્યાત છે. શીરડીના સંત શ્રી સાંઈ બાબાની અખંડ ધુણીની ભસ્મ કે ઉદીથી આરોગ્યને ફાયદો થાય છે. યજ્ઞામાં બહુ ધુમાડો થાય તો ફુંકણીથી ફુંક મારીને અગ્નિ પ્રજવલિત કરવાની પ્રથા છે અથવા કપુર કે ઘી નાખીને અગ્નિ પેટાવાય છે. હવે સરકાર નિર્ધુમ રસોડાં બનાવે છે એટલે કે ધુમાડા વિનાના, ચુલા વિનાનાં રસોડાં જેમાં ગેસના બાટલાથી રસોઈ કરવામાં આવે છે. પહેલાંના સમયમાં છાણાં-લાકડાં સળગાવીને ચુલામાં કે સગડીમાં રસોઈ થતી હતી. જીવનના અંત સમયે ચિતામાં પણ ધુમાડો થાય છે જો કે હવે ઈલેક્ટ્રીક ભઠ્ઠીઓમાં અગ્નિદાહ અપાય છે.

ભગવાન શ્રી ગણપતિનું એક નામ ધુમ્રકેતુ છે. ધુમ્રનો અર્થ ધુમાડો થાય છે. ઘણા લોકો ધુમ્રપાન કરતા હોય છે જેમાં ધુમાડો પીતા હોય છે જેમ કે ચલમ, બીડી, સીગરેટ વિ. ધુમ્રપાન કે વ્યસન નુકશાન કર્તા છે. આપણે ત્યાં વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવાય છે.

ભગવાન શ્રી રામ તથા લક્ષ્મણે અનેક યજ્ઞાોમાં વિઘ્નો નાખતા રાક્ષસોનો સંહાર કરેલો.

ધુમાડો સુગંધી હોય તો વાતાવરણ પવિત્ર બને છે. ધુપ કે અગરબત્તીનો ધુમાડો પવિત્રતા માટે જરૂરી છે. દેવોની પ્રસન્નતા માટે કરાતા યજ્ઞાોના ધુમાડાથી વાતાવરણ દિવ્ય બને છે. શિયાળામાં ઠંડીથી બચવા કરાતા તાપણામાં પણ ધુમાડો થતો હોય છે. હોળીમાં અગ્નિ પ્રગટે પછી તેની ઝાળ પરથી આવનારાં ભવિષ્યની આગાહી કરવામાં આવે છે. પવનને કારણે ધુમાડો ફેલાય છે. પવનનાં જોરને કારણે વિશેષ અગ્નિ પ્રગટે છે.

આપણે ત્યાં એક ગીત પણ છે :

''ધુપને ધુમાડે વહેલાં આવજો.'' વર્ષો પહેલાં છતમાં જ્યારે દેશી નળીયાં નખાતાં હતાં ત્યારે ઘરનો ધુમાડો બહાર જાય તે માટે એક ખાસ કાણાંવાળું નળીયું બનતું જેને ધુમાડિયું કહેતા.

હવે રસોડામાં ચીમની આવી ગઈ છે.

હિન્દીમાં ધુમાડાને ''ધુવાં'' કહે છે.

આમ, આપણાં જીવન સાથે ધુમાડો જોડાયેલો રહે છે. અગ્નિ અને ધુમાડો બન્ને સાથે જ જોવા મળે છે. ધુમાડાની અનોખી દુનિયાને દિલ ભરીને વંદન.

ભરત અંજારિયા

Gujarat