For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રાર્થના એટલે પ્રભુમય છો .

Updated: Mar 27th, 2024

Article Content Image

શ્રી અરવિંદના મતાનુસાર 'યોગ્ય રીતે કરવામાં આવેલી સર્વ પ્રાર્થનાઓ આપણને ઈશ્વરની સમીપે લઈ જાય છે અને તેમની સાથે આપણો યોગ્ય સંબંધ કરાવી આપે છે.'

આ વિધાનમાં 'યોગ્ય રીતે કરવામાં આવેલીનો અર્થ છે, ફક્ત રટ્ટા મારીને ગોખેલી પ્રાથના નહિ, પણ હૃદયના ઊંડાણમાંથી નીકળેલી નાની એવી પ્રાથના બોલવાથી કે ગાવાથી ઈશ્વરની સાથે આપણું તાદાત્મ્ય સધાય છે અને શાંતિનો અહેસાસ થાય છે.'

શ્રી માતાજીના મત મુજબ, 'પ્રાર્થનાથી તમે તમારી જાત પ્રભુને સોંપતા જાઓ છો એવી લાગણી થશે. સામે પ્રભુ પણ તમને પોતાની જાત આપી રહેલા છે અને તમારી સાથે વધુ ને વધુ રહેતા થયા છે એવી અનુભૂતિ બળવત્તર બનશે.'

આનો અર્થ એવો થયો કે તમે ચાલો કે ઊભા રહો ત્યારે પ્રભુ પણ તમારી સાથે ચાલે છે યા ઊભા રહે છે. તમે કામ કરો કે વિચાર કરો, ત્યારે પ્રભુ પણ તમારી સાથે કામ કરે છે યા વિચાર કરે છે.

તમે પ્રેમ કરો ત્યારે પ્રભુ પોતે જ તમારો પ્રેમ બનીને ઊભા રહે છે. આ અનુભૂતિ થવી એ જ પ્રાર્થનાનું ફળ છે. અસ્તુ !

- તુષાર દેસાઈ

Gujarat