નાનક નશા નામકા રાહત દિન અરૂ રાત તમાકુ અમલ તો ઉતર જાત પ્રભાત

- સંતવાણી
ગુરુ નાનક સાહેબ કહે છે; નશો તો એવાનો કરવો જે એક વખત કર્યા પછી ક્યારેય ઉતરે નહિ. તો આ નશો તે કયો નશો. નાનક સાહેબ કહે છે; નશો કરો તો પ્રભુ નામનો નશો જે ચડયા પછી ક્યારેય ઉતરે નહિ, બાકી ભાંગ-તમાકું નો નશો કર્યા પછી થોડા સમયમાં ઉતરી જાય, આવો નશો કરવાથી શું ફાયદો!
પ્રિતમ છબી નૈનમ બસી,
પર છબી કહાં સમાય
ભરી સરાય રહિમન લીખી પથિત આપ ફીર જાય. સંત રહિમન કહે છે 'પ્રિતમ (પરમાત્મા) ની છબી નૈનોમા વસી ગઈ, પછી બીજી છબી હું ક્યાં રાખુ! કારણ! અન્ય છબી માટે મનમાં ચિત્તમાં જગ્યા નથી, ઉદાહરણ આપતા તેઓ કહે છે એક મુસાફર 'સરાય' એટલે ધર્મશાળામાં ઉતરવાં માંગતો હતો પણ ધર્મશાળામાં ક્યાંય જગ્યા ન હતી તેથી તે પરત ફરી ગયો, ઉતારો કરવો 'તો પણ ક્યાંય જગ્યા મળી નહિ આમ જેમના નૈનોમા ઈશ્વરની છબી વસી ગઈ ત્યાં કામ, ક્રોધ, લોભ, આદી પંચ વિષયો પ્રવેશી શકે નહિ.'
ઘટમે હે સુજે નહિ, લાનત ઐસી જીંદ
તુલશી યા સંસારમેં ભયો
મોતિયા બીંદ.
સંત તુલશીદાસ કહે છે; ઈશ્વર આપી અંદર જ બીરાજે છે; પણ ત્રિગુણી માયાના આવરણને લઈ અંદર બીરાજતા ઈશ્વર ઓળખી શકાતો નથી કારણ! માનવીને માયારૂપિ મોતીયો આવ્યો છે તેથી અંદર ઉતરી તે ઈશ્વરને ખોજતો નથી!
- ધનજીભાઈ નડીઆપરા




