Dharmlok
જીવન જીવી જાણીએ
By GS Team
7 Oct 20261 min read

- આપણા સંપર્કમાં આવતી દરેક વ્યક્તિનું હસતા મુખડે અભિવાદન કરીએ.
- કોઈની ટીકા, ટિપ્પણી કે નિંદા કરવાનું ટાળીએ.
- ભૂતકાળ ભૂલી જઈએ. ભવિષ્યની ખબર નથી. વર્તમાનને માણીએ.
- દરેક દલીલની સામે જીતવું જરૂરી નથી. મતભેદ સ્વીકારીએ.
- મતભેદ થાય પરંતુ મનભેદ ના થાય તેની કાળજી રાખીએ.
- બીજાની સાથે સરખામણી કરવાનું છોડીએ.
- આપણા સુખ-દુ:ખની પરિસ્થિતિનું કારણ આપણે જ છીએ - મંથન કરીએ.
- દરેકને સસ્મિત માફી આપીએ. જતું કરવાની ટેવ પાડીએ.
- ગમે તેવી પરિસ્થિતિમાં હિંમત ના હારીએ. ''આ દિવસો પણ ચાલ્યા જશે'' તેવો વિશ્વાસ દ્રઢ કરીએ.
- સારા મિત્રોની અપેક્ષા રાખતા હોઈએ તો આપણે સારા મિત્ર બનીએ.
- કોઈની ઉન્નતિ જોઈને ઇર્ષ્યા ના કરીએ. તેમની અનુમોદના કરીએ.
- સવારે વહેલા જાગવું, ભગવાનને પ્રાર્થના કરવી, તેમનો ઉપકાર માનવો.
- ઓછાંમાં ઓછું દસ મિનિટ મૌન પાળવું, એકાંતમાં બેસવું.
- ઓછામાં ઓછું વીસ મિનિટ ચાલવાનું રાખવું.
- યાદ કરીને જરૂર મુજબ પાણી પીવું.
- ધ્યાન, યોગ, પ્રાણાયામ તથા હળવી કસરત કરવી. સ્વાસ્થ્ય જાળવવું.
- પુસ્તકો આપણા મિત્રો છે. સારાં પુસ્તકો અચૂક વાંચવાં.
- સીત્તેર વર્ષથી મોટા વડીલો સાથે અને સાત વર્ષથી નાના બાળકો સાથે થોડો સમય પસાર કરવો.
- ફૂલોની જેમ ખીલતા, મહેકતા રહીએ. જીવનને જીવી જાણીએ.
- મનુષ્ય જન્મ સાર્થક કરીએ….
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય




