For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈસુ ખ્રિસ્ત પ્રભુનો મૃત્યુ દિન બ્લેક ફ્રાઈડે છતાં ગૂડ ફ્રાઈડે

Updated: Mar 27th, 2024

Article Content Image

આ કાશ અને એમાં અવનિ અને એમાં. જે કંઈ છે તે સ્વયંભુ સર્જીત નથી. સર્વના સર્જનકર્તા કોઈ એક છે એટલે ઈશ્વર. તેમનું સ્વર્ગરૂપી રહેઠાણ અનંત આકાશમાં કોઈ એક સ્થળે છે. ઈશ્વરના દૂતો એમની આરાધના કરતા જ રહ્યા છે. પરંતુ ઈશ્વરને એવુ થએલુ કે સ્વર્ગમાં મારા દૂતો મારી આરાધના તો કરે જ છે. પરંતુ હું મારા માનવરૂપી બાળકો બનાવુ તેથી તેઓ પણ મારી આરાધના અનેક વર્ષો સુધી કરે. તેથી માનવને રહેવા રહેઠાણની જરૂર પડી તેથી તેમણે પૃથ્વી બનાવી. તેની માટીમાંથી પુરુષરૂપી માણસ બનાવ્યો. પુરુષને સહાય અર્થે પુરુષ પાંસળીરૂપી હાડકામાંથી સ્ત્રીરૂપી નારી બનાવી. ઈશ્વરે પોતે જ બન્નેના લગ્ન પણ કર્યા અને આશીર્વાદ આપ્યો કે સફળ થાઓ અને આગળ વધો અને પૃથ્વીને ભરપૂર કરો. પરંતુ પ્રભુ પરમેશ્વરે પૃથ્વી પરના પ્રથમ પતિ પત્નીને અમૂક અમૂક ન કરવાનુ અને અમૂક અમૂક કરવાનુ એવી આજ્ઞા આપી હતી.

આજ્ઞા ભંગના કારણે નાના-મોટા પાપ માનવથી સતત થતા જ રહ્યા. તેથી પરમેશ્વર પિતા શિક્ષા ઓછી કરે તે કારણે માનવ પરમેશ્વરને રીઝવવા નિર્દોષ પશુ-પંખીઓને હલવાન તરીકે બલિ ચઢાવતો રહ્યો. પરંતુ તે ક્યાં સુધી ? તેથી પરમેશ્વરે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને દૈવી પદમાંથી માનવ બનાવવાની યોજના યોજી. જેથી નાતાલ એટલે ક્રિસમસ દિને મા-બાપ થકી નહિ પણ મરિયમ મા અને પવિત્ર આત્માને પ્રતાપે પવિત્ર બાળક તરીકે જન્મ અપાવીને ઈસુને માનવ બનાવ્યા. જેથી તેઓનુ વધસ્તંભ ઉપર મૃત્યુ થાય તેથી જે પવિત્ર લોહી વહે તેને કારણે માનવજાત થાય તથા મૃત્યુના શ્રાપમાંથી છુટકારો પામીને આત્મિક રીતે બચાવ પામે. એમ પરમેશ્વર પિતાએ તેમના તેત્રીસ વર્ષના એકના એક જુવાનજોધ પુત્ર ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ ઉપર હાથપગમાં ખિલ્લા વડે જડાવા દઈને મૃત્યુ પામવા દીધો.

ઈસુ ખ્રિસ્ત જે વારે મૃત્યુ પામ્યા હતા તે વાર શુક્રવાર હતો. લેખના  પ્રથમ "આધાર વચનવાળા લખાણમાં લખાણ છે" કે ઈસુના મૃત્યુ દિને અંધકાર છવાએલો હતો. એનુ કારણ તે દિવસે સૂર્યગ્રહણ હતુ. અંધકાર કાળો હોય. તેથી તે ખરેખર બ્લેક ફ્રાઈડે. પરંતુ ઈસુના મૃત્યુ થકી માનવ જાત માટે પાપ અને મૃત્યુની અંધકારરૂપ બાબત નાબુદ થયાની રૂએ ઉજ્વલીત બની કે જે બાબત સારી ગૂડ, તેથી ગૂડ ફ્રાઈડે.

ગૂડ ફ્રાઈડે પછીના રવિવારે ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા હતા. તેથી તે ઈસુ થકી ઓળખાતો ઈસ્ટર સન્ડે. પછીથી ઈસુ ૪૦ દિવસ પૃથ્વી ઉપર રહ્યા. ઉત્થાનની સાબિતીઓ આપીને સ્વર્ગમાં ગયા છે. પરંતુ પૃથ્વી પર પરત પણ આવવાના છે. નવુ આકાશ બનવાનુ છે. નવી પૃથ્વી પણ બનવાની છે. નવી પૃથ્વીમાં મારી તમારી તથા પ્રત્યેકની પુન: સ્થાપના થઈ શકે. ક્યારે કે જ્યારે પ્રત્યેક પૂરેપૂરા પ્રભુમય હોઈએ તો. તમને તહેવાર ઈસ્ટરના ઈસુ પ્રભુમાં પ્રેમી પ્રણામ.

- મેજર લુકિયસ એમ. ક્રિશ્ચિયન

Gujarat