For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધનસ્થ થવાની ભૂખ આજના જગતમાં છે

Updated: Apr 25th, 2024

ધનસ્થ થવાની ભૂખ આજના જગતમાં છે

(ગતાંકથી ચાલુ)

ધનને અલંકાર માને છે. ધનની સુગંધ તેમને ધર્મનો માર્ગ સત્ય ત્યજવાની પ્રેરણા આપે છે તે આજનું સત્ય છે.

સત્ય અને સદ્ગુણ અચલ છે. તેમને નષ્ટ કરવાનું કામ સહેલું નથી. કેટલાક લોકોના અંત:કરણ એટલાં બધાં શુદ્ધ હોય છે કે લક્ષ્મી તેમને વિચલિત કરી શકતી નથી. સન્માર્ગે ચાલ્યાનો સંતોષ એ સૌથી મોટો પુરસ્કાર છે. સદ્ગુણી માણસને કોઈ ખરીદી શકતું નથી કે વેચી પણ શકતું નથી. ઘણાં લોકો ધનિક થવા માણસો પોતાના અંતરાત્માને દગો કરે છે અને જ્યાં ધન મળવાની શક્યતા હોય ત્યાં જીવનની પવિત્રતાને નગણ્ય ગણી આત્માને વેચવા તૈયાર થાય છે.

આજના સંસારમાં આપણે જોઈ શકીએ છીએ કે જેઓ ધન ખાતર ધર્મ, સત્ય અને પવિત્રતાનું બલિદાન આપી ધનને જ સર્વસ્વ સમાજમાં શોષણ કરવામાં સહેજ પણ સંકોચ કે લાજ શરમ રાખતા નથી.

આપણે ત્યાં માનવ જીવનમાં સત્યવાદી સદગુણી સદાચારીનું સમગ્ર જીવન આનંદથી ભર્યું હોય છે. જ્યારે દુરાચારી કે ધનલોલુપ માણસને સદગુણોની કે સદાચરણના રક્ષણની ચિંતા નથી હોતી. સત્સંગની પણ પરવા નથી હોતી. તેઓ માને છે લક્ષ્મીને પગલે બધું જ આવશે અને મળશે. ધનલોભી માણસમાં વિવેક નથી હોતો. એટલે સાધનબુદ્ધિનો આગ્રહ પણ નથી હોતો. તે વિવેક ત્યજે છે અને અંતે તેનું પતન થાય છે.

આજના માનવ જીવનમાં લક્ષ્મીની ભૂખ જ આજના જગતમાં દેખાતી અનેક વિકૃતિઓનું મૂળ છે. આ જગત પરમાત્માએ બગાડયું નથી, ધન લોભી અને અસત્યવાદી માણસોએ બગાડયું છે.

આ જગતમાં દુરાચારીઓ સામે સદાચારીઓએ કદી આંદોલન કર્યું નથી. એટલે દુરાચારને ફાવતો મોકો મળી જાય છે. જગતને સુખી થવું હોય તો સારાં લક્ષણવાળા માણસોની સંખ્યા વધારવી જ પડશે. માટે માણસે પોતાના અંતરાત્માના સત્યને જાણી આ સત્યમાં સ્થિર થઈને આત્મિક સત્ય અનુસર જ જીવનના તમામ વ્યવહારો અને આચરણો કરવા જ પડશે. તો જ માણસ જીવનનો જીવનમાંથી પરમ આનંદ પામી શકશે. આજ સત્યને પ્રાપ્ત કરવાનો માર્ગ છે. 

- તત્વચિંતક વી. પટેલ

Gujarat