Dharmlok

વિચારોની કલમેથી...

By GS Team
21 Oct 20262 mins read
વિચારોની કલમેથી...
  • કિડીને પગનો દુખાવો નથી થતો કે હાથીને નથી વિચાર આવતો વજન ઘટાડવાનો.
  • કરોળિયા ને પડવા નો ડર નથી લાગતો કે… સમડી ને નથી લાગતો ઊંચાઈનો ડર.
  • હરણને ઘુંટણનો દુખાવો થતો નથી કે… સાપને નથી સરકવાનો કંટાળો.
  • સિંહને શિકારની કદી ચિંતા નથી કે… જિરાફને થતો નથી કદી મણકાનો ઘસારો.
  • પાણીમાં પડી રહેતી ભેંસને થતી નથી શરદી કે… ઊભા ઊભા જીવનાર ઘોડા ને લાગતો નથી થાક.
  • ટહુકા કરવા મા કોયલનું ગળું બેસતું નથી કે, પક્ષીઓને જોઇતો નથી બાપનો તૈયાર માળો.
  • માણસને જ … ભય-ચિન્તા-ડર કંટાળો-ઘસારો, તૈયાર વસ્તુઓ, ભોગ-રોક-થાક શું કામ ???
  • મનની લઘુતા છોડી પશુ પક્ષીઓની જેમ સહજ.. સરળ જીવીએ તો કેમ??
    તો ચાલો એક વાર પ્રયત્ન તો કરી જોઇએ…
  • મને અદ્ભુત શરીર આપનાર હે પરમેશ્વર!!
  • કોઈ અરજી નહોતી કરી કે નહોતી કોઇની ભલામણ.
  • છતાં માથાનાં વાળથી લઇ પગનાં અંગૂઠાં સુધી ૨૪ કલાક ભગવાન તું રક્ત પ્રવાહિત કરે છે.
  • નિરંતર હૃદય ચલાવે છે, એને ચલાવવાવાળું એવું કયું યંત્ર તે ફીટ કર્યું છે હે ભગવાન ?
  • પગના નખથી લઇ માથાના વાળ સુધી કોઈ અડચણ વગર સંદેશા વહન કરવાવાળી પ્રણાલી…
  • કઇ અદ્રશ્ય શક્તિથી ચાલી રહી છે એજ કાંઈ સમજાતું નથી.
  • હજાર-હજાર મેગા પિક્સલવાળા બે બે કેમેરા દિવસ-રાત બધા દ્રશ્યો કેદ કરી રહ્યાં છે.
  • દસ હજાર ટેસ્ટ કરવાવાળી જીભ નામની ટેસ્ટર…
  • અગણિત સંવેદનાનો અનુભવ કરવાવાળી ત્વચા નામની સેન્સર પ્રણાલી
  • ૭૫% પાણી ભરેલું શરીર રૂપી ટેન્કરમાં ચામડી ઉપર લાખો છિદ્ર હોવા છતાં ક્યાંયથી લીક નથી થતું.
  • કોઈ આધાર વગર હું ઊભો રહી શકું છું.
  • ગાડીનાં ટાયર ઘસાય છે, પણ પગનાં તળિયા ક્યારેય ઘસાતા નથી.
  • કેવી અદ્ભૂત એવી રચના છે… દેખભાળ, સ્મૃતિ, શક્તિ, શાંતિ આ બધું ભગવાન તું આપે છે. તું જ અંદર બેસીને શરીર ચલાવે છે.
    આ ઉત્તમ પ્રણાલી માટે તારો અનંત અનંત આભાર વ્યક્ત કરું છું…!!