For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાળકોને વધુ સમય મોબાઈલ આપશો નહીં

Updated: Mar 27th, 2024

Article Content Image

આજે મોબાઈલનું દરેકને વળગણ થઈ ગયું છે. નાના મોટા સૌ મોબાઈલમાં સદાય મશગૂલ રહે છે. સમય પસાર ક્યાં થઈ જાય છે તેનું ધ્યાન રહેતું નથી મોબાઈલ આજના યુગમાં ખાસ જરૂરી છે. પણ મોબાઈલમાં ટાઈમ પસાર કરવા જે- તે વસ્તુ જોવાય નહીં આપણે બાળકો ક્યારેક તોફાને ચડે ને મોબાઈલ પકડાવી સંતોષ માનીએ છીએ પણ બાળકો શું જુએ છે તેનું ધ્યાન રાખતા નથી.

મોબાઈલનું બાળકોને એવું વળગણ થઈ જાય છે કે ભોજન સમયે પણ શું જમે છે તેનું ભાન રહેતું નથી અને સ્વભાવ પણ ચીડીયો થઈ જાય છે. ક્યારેક મોટા અવાજે શું બોલે છે એની પણ તેને ખબર હોતી નથી. બને ત્યા સુધી બાળકોને મોબાઈલથી દુર રાખશો.  

-અજ્ઞાત

Gujarat