Dharmlok

અમૃતવાણી

By GS Team
7 Oct 20261 min read
અમૃતવાણી
  • આપણને જરૂર છે, ઉત્સાહી મનની, ખીસ્સા તર હોય, પણ મન ખાલીખમ હોય, તો એ શા કામનું ? જ્યાં જરૂર હોય ત્યાં સભર રહેવું. ખાલી ખીસ્સા નહિ, ખાલી મન, ને ખાલી હૃદય, માણસને પાછળ પાડી દે છે.
  • વસ્તુ પરિવર્તન કરનાર નહિ, પણ માનસ પરિવર્તન કરનાર વ્યક્તિ મહાન છે.
  • સમજણ વગરનું જીવન, ખાંડ વગરની ચા જેવું છે.
  • દુ:ખની પછવાડે સુખ આવે, તેવો કુદરતનો ક્રમ છે.
  • મૃત્યુ અને જીવન પરમાત્માની લીલા છે.
  • 'જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ' કમળો થયો હોય તો આખું જગત પીળું દેખાય, આંખો રડતી હોય તો આખું જગત રડતું દેખાય, આનંદમાં રહેતા માણસોને આખી દુનિયા આનંદી દેખાય.
  • 'પાપ ન દેખીશ, પારકું નિજ ગુણ દોષ નિહાળ' કરશે તે ફળ પામશે, તું તારૂ સંભાળ.
  • હું મને અજાણ્યો લાગું, મારી ઓળખ સૌથી માગુ ભર ઉંઘમાં સુતો તોયે કહેતો સૌને જાગું.
  • ધનથી ભૌતિક પદાર્થો ખરીદી શકાય, પણ મનની શાંતિ ખરીદી શકાતી નથી.
  • જે કાલના સહારે બેસી રહે છે, તેની કાલ આવતી જ નથી. માટે આજનું કાર્ય આજે જ કરવું કાલ ઉપર રાખવું નહિ.
  • કોઈપણ વ્યક્તિની બેઠક કોની સાથે છે તેના ઉપરથી તે માણસનું ચિંતન કેવું હશે તે જાણી શકાય.
  • જમાનાના બધા પુણ્યો, જમાનાને મુબારક હો, હું પરખુ મારા પાપને, પ્રભુ મને એવા નયન દેજે.
  • ધનજીભાઈ નડીઆપરા